Bhadrakali Mandir Dwarka: ભદ્રકાળી માતાજીનું પૌરાણિક મંદિર સુવર્ણ નગરી દ્રારકામાં આવેલું છે. દ્વારકાનું સુપ્રસિદ્ધ પ્રાચીન ભદ્રકાળી મંદિર ભારત વર્ષના 51 શક્તિપીઠોમાનું એક માનવામાં આવે છે. દ્વારકામાં બિરાજમાન ભદ્રકાળી માતાની શક્તિશાળી મુર્તિના દર્શન કરી ભક્તો બની જાય છે મંત્રમુગ્ધ. ભદ્રકાળી મંદિરની સ્થાપના વિશે એવું માનવામાં આવે છે કે, માં ભગવતી પાર્વતીજીના શરીરનો એક ભાગ દ્વારકા પર પણ પડ્યો હતો, ત્યારે ભદ્રકાળીના સ્વરૂપમાં શક્તિપીઠ ભદ્રકાળી મંદિરની સ્થાપના કરવામાં આવી હતી.
પૌરાણિક લોકકથાઓ અનુસાર દ્વારકા સ્થિત ભદ્રકાળી મંદિરની સ્થાપના ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ જ તે દ્વારકાના રાજ સિંહાસન પર બિરાજમાન થયા હતા.
Bhadrkali Mandir Google Image
નવમા દિવસે પ્રતિવર્ષ ભવ્ય અન્નકુટ ઉત્સવ અને હવનનું આયોજન
શક્તિસ્વરૂપા માં ભદ્રકાળીના મંદિરે નવરાત્રી દરમિયાન ભક્તો ધામધૂમથી માતાજીની આરાધના કરે છે. આસો મહિનાની નવરાત્રીમાં ભદ્રકાળી માતાજીને વિશેષ શ્રૃંગાર સજવામાં આવે છે. નવમા દિવસે પ્રતિવર્ષ ભવ્ય અન્નકુટ ઉત્સવ અને હવનનું આયોજન કરવામાં આવે છે. ભદ્રકાળી મહાકાલી માતાજીનું શાંત સ્વરૂપ મનાય છે. માં ભદ્રકાળીને શારદા પીઠ મઠની કુળદેવી તરીકે પણ પુજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, શંકરાચાર્યજી દ્વારકા નગરીમાં પ્રવેશ્યા ત્યારે સર્વપ્રથમ ભદ્રકાળી માતાજીની પુજા અર્ચના કરી હતી, ત્યારબાદ જ શારદાપીઠ મઠમાં બિરાજ્યા હતા. સાક્ષાત બિરાજમાન ભદ્રકાળી માતાજીના દર્શને ભક્તો પુરા શ્રદ્ધાભાવથી આવે છે. કોઈ વ્યક્તિ માતાજીના શરણે આવી સાચા મનથી માતાજીની પુજા અર્ચના કરે તો માતાજી તેની તમામ મનોકામના પુર્ણ કરે છે.
આ પણ વાંચો: ગુજરાતનું એક એવું મંદિર જેની સ્થાપના સ્વયં બ્રહ્માજીએ કરી હતી
સુવર્ણનગરીની રક્ષા કરે છે માં ભદ્રકાળી (Bhadrakali Mandir Dwarka)
સુવર્ણનગરી ઉપર કોઈ પણ પ્રકારની આપત્તિ આવે તો પણ હાજરા હજુર માં ભદ્રકાળી દ્વારકા નગરીની રક્ષા કરે છે. ભદ્રકાળી માતાજીના મુખ્ય મંદિરમાં માં આશાપુરા, હરસિદ્ધિ માતા અને માં શારદા પણ બિરાજમાન છે. નવરાત્રીના મહાપર્વ પર માતાજીને સજાવેલો આભુષણોનો શૃંગાર પણ નયનરમ્ય હોય છે. સૌની રક્ષા કરતા દુર્ગા સ્વરૂપા માં ભદ્રકાળીના દર્શને દુર દુરથી ભાવિક ભક્તો આવે છે. તો તમે પણ આવો સુવર્ણ નગરી દ્વારકામાં બિરાજમાન ભદ્રકાળી માતાજીના દર્શને અને થઈ જાઓ પાવન. આવી જ ભક્તિ અને આસ્થા સાથેની પૌરાણિક કહાનીઓ જોવા માટે જોડાયેલા રહો ઓટીટી ઈન્ડિયા રગ રગમાં હિન્દુસ્તાન..
જુઓ આ વિડીયો: Visiting Places in Mathura Vrindavan
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4