Bhagyashree on Salman Khan: સૂરજ બડજાત્યાની ફિલ્મ મૈંને પ્યાર કિયા 1989માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને સલમાન ખાનની સૌથી આઇકોનિક અને ફેવરિટ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. ફિલ્મમાં સલમાનની સામે શરમાળ છોકરી તરીકે દેખાડવામાં આવેલી ભાગ્યશ્રી રાતોરાત સ્ટાર બની ગઈ અને લાખો લોકોના દિલ જીતી લીધા.
ભાગ્યશ્રીએ અચાનક બોલિવૂડ છોડી દીધું
જો કે, સૌના આશ્ચર્ય વચ્ચે, ભાગ્યશ્રીએ અચાનક બોલિવૂડ છોડી દીધું અને ઉદ્યોગપતિ બનેલા અભિનેતા/નિર્માતા હિમાલય દાસાની સાથે લગ્ન કર્યા. આટલા વર્ષો પછી પણ ઘણા લોકો તેમને યાદ કરે છે. દરમિયાન, ભાગ્યશ્રીએ એકવાર ફિલ્મના સેટ પર તેના પતિ અને સલમાન વચ્ચે બનેલી એક રમૂજી ઘટનાને યાદ કરી.
Bhagyashree એ ચેતવણી આપી હતી Salman Khanને
એક ઇન્ટરવ્યુ દરમિયાન, ભાગ્યશ્રીએ આઇકોનિક ફિલ્મ, મૈંને પ્યાર કિયાના નિર્માણની મીઠી ક્ષણોને યાદ કરી. તેણીએ ખુલાસો કર્યો કે કેવી રીતે તેણીએ તેના સહ-અભિનેતા સલમાન ખાનને લિંક-અપની અફવાઓથી બચવા માટે તેનું અંતર રાખવા ચેતવણી આપી હતી.
જુઓ વિડીયો: આ કારણે ફ્લોપ થઈ હતી શાહરુખની ફિલ્મ
સલમાન મારા કાનમાં આ કહેતા હતા: ભાગ્યશ્રી
ભાગ્યશ્રીએ કહ્યું, “સલમાનને હિમાલય સાથેના મારા સંબંધો વિશે સૌપ્રથમવાર દિલ દિવાના ગીતના શૂટિંગ દરમિયાન ખબર પડી. તે મને ફોલો કરતો અને મારા કાનમાં ગીત ગાતો. હું તેને ચેતવણી આપતી રહી કે લોકો આપણાં વિશે વાત કરશે. બોલવાનું શરૂ કરશે. અડધો દિવસ મને પરેશાન કર્યા પછી તેણે કહ્યું કે તે હિમાલય વિશે જાણે છે. તેણે એવું પણ સૂચન કર્યું કે હું હિમાલયને તે સ્થળે બોલાવું. જ્યારે તેઓ મળ્યા ત્યારે તેઓ સૌહાર્દપૂર્ણ હતા.”
ભાગ્યશ્રીના પતિ પૉઝેસિવ હતા
ભાગ્યશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, “મારા પતિ (હિમાલય) પૉઝેસિવ હતા અને તેઓ મને સ્ક્રીન પર અન્ય પુરુષો સાથે રોમાન્સ કરતા જોઈને કમ્ફર્ટેબલ નહોતા. હકીકતમાં, મારા સાસરિયાઓ મારા એક્ટિંગમાં તેમના કરતાં વધુ કમ્ફર્ટેબલ અને કૂલ છે.”
આ પણ વાંચો: કરીના એ પ્રિયંકા વિષે એવું કહી દીધું કે ભડકી ગઈ પ્રિયંકા! સામે આપ્યો જડબાતોડ જવાબ!
જોકે, ભાગ્યશ્રીનો પુત્ર અભિમન્યુ દસાની ઈન્ડસ્ટ્રીમાં પોતાના પગ જમાવવાનો પ્રયાસ કરી રહ્યો છે અને અભિનેત્રી પણ તેની સાથે અનેક શોમાં હાજરી આપીને તેને પ્રમોટ કરી રહી છે.
ફિલ્મી અને ટીવી દુનિયાથી અપડેટેડ રહેવા માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4