કવાયકા અનુસાર સર્વપ્રથમ 33 કરોડ દેવી-દેવતાઓએ ગિરનારની પ્રદક્ષિણા કરી હતી. તો રામાવતાર પહેલાં શ્રવણ પણ તેમના માતા-પિતાને લીલી પરિક્રમા કરાવવા આવ્યા હતા. કહે છે કે શ્રીકૃષ્ણ અને બલરામજી પણ લીલુડી પરકમ્મા કરી ઉત્તમ પદને પામ્યા હતાદર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ ઘણું બધું જોવા મળે છે.ભાવિકો હજારોની સંખ્યામાં ઠંડીની પણ પરવા કર્યા વિના લીલી પરિક્રમામાં(Girnar Lili Parikrama) આવતા હોય છે.લીલી પરિક્રમાનું જેટલું ધાર્મિક મહત્ત્વ છે, એટલું જ સામાજિક મહત્ત્વ પણ જોવા મળે છે.તો આ યાત્રામાં અનેક લોકો જોડાય છે.અને અનેક લોકો સાથે ગિરનારની લીલી પરિક્રમામાં જુદા જુદા ગામના લોકો જુદી જુદી કોમના અને પ્રાંતના લોકો ભેગા થયા હોય છે.ભવનાથ તલેટીમાં પણ અનેક લોકો ભેગા થતા હોય છે.જેના પરથી અનેક રીત-રિવાજ, ભાષા, પોશાક વગેરે જાણી શકાય છે.સૌ મળીને સાથે રહેતા શીખે છે.તો સાથે જ પ્રવાસનનો આનંદ લેતા હોય છે.
ગિરનારની લીલી પરિક્રમા(Girnar Lili Parikrama) કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે.
જેમાં એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે. બારસના દિવસે ભવનાથ તળેટીના દુધેશ્વરની જગ્યા રૂપાયતન ગેટ પાસેથી પરિક્રમાનો(Girnar Lili Parikrama) પ્રારંભ થાય છે. ભાવિકો ઉત્તર દિશામાં પહાડો વટાવતાં અંદાજે સાડા ત્રણ માઈલ દૂર હસનાપુર કે જીણાબાવાની મઢીએ રાત્રી રોકાણ કરે છે. ભાવિકો અહીં પ્રકૃતિનો મન ભરીને આનંદ માણે છે. પૂનમના દિવસે સવારે બોરદેવીથી નીકળીને ભાવિકો ભવનાથ તળેટીમાં પરત ફરે છે.તો કોરોનાકાળમાં અનેક વિચારણાઓ બાદ આ વર્ષે આ પાવની યાત્રાનો પ્રારંભ થયો છે. દર વખતની જેમ ભલે લાખો શ્રદ્ધાળુઓ આ યાત્રામાં નથી જોડાઈ શક્યા. પરંતુ, કેટલાંક ભક્તોને આ સૌભાગ્ય જરૂર સાંપડ્યું છે. ત્યારે આવો જાણીએ કે પૌરાણિકકાળમાં કયા કયા દેવતાઓ તેમજ મહાનુભાવોએ પણ આ યાત્રા કરી હતી.
Girnar Lili Parikrama
આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?
પૌરાણિકકાળમાં મહાનુભાવોએ પણ આ યાત્રા કરી
ગિરનારની પરિક્રમા એ લીલી પરિક્રમાએ લીલી પરકમ્મા(Girnar Lili Parikrama) તેમજ લીલુડી પરકમ્મા જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. અનેક મહાનુભાવોએ આ લીલી પરિક્રમામાં ભાગ લીધો હોવાનું મનાય છે.લોકમાન્યતા અનુસાર જ્યારે ગિરનારનું એટલે કે રેવતાંચળનું પ્રાગટ્ય થયું હતુ, ત્યારે સર્વપ્રથમ 33 કરોડ દેવી-દેવતાઓએ તેની પ્રદક્ષિણા કરી હતી. તો રામાવતાર પહેલાં શ્રવણકુમાર પણ તેમના માતા-પિતાને લીલી પરિક્રમા કરાવવા આવ્યા હતા. તેમના જીવનકાળ દરમિયાન શ્રીરામચંદ્રજી, પાંડવો તેમજ અશ્વત્થામા પણ ગિરનારની પરિક્રમાએ આવ્યા હોવાનો ઉલ્લેખ છે. તો, નળદમયંતી, રાજાભોજ તેમજ ગોપીચંદન ભરથરીએ પણ આ પરિક્રમા કરી હોવાની લોકવાયકા છે.એવું પણ કહે છે કે વસવાટ માટે ગુજરાતની દ્વારિકા પર પસંદગી ઉતારનાર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પણ લીલી પરિક્રમાએ આવ્યા હતા.અને આ પરિક્રમા દ્વારા જ ઉત્તમ પદને પામ્યા હતા.ગિરનારની લીલી પરિક્રમા કરનારાઓમાં ભગવાન શ્રીસ્વામીનારાયણ, ગુણાતીતાનંદ સ્વામી, બ્રહ્માનંદજી, મુક્તાનંદજી, અખંડાનંદજી, ભગવતી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ તેમજ યોગીજી મહારાજનો પણ સમાવેશ થાય છે.
દર વર્ષે ગિરનાર ક્ષેત્રમાં યોજાતી લીલી પરિક્રમાનું (Girnar Lili Parikrama)ધાર્મિક મહત્વ
જે પછી કારતક સુદ તેરસના દિવસે આગળ વધીને માળવેલા કે જ્યાં સૂરજકુંડની જગ્યા છે, તેવા ગિરનારના ઉત્તર કિનારે પડાવ નાખીને ભાવિકો રાત્રી વિશ્રામ કરે છે. ચૌદશના દિવસે માળવેલાથી ઉપડી ગિરનારની પૂર્વમાં થઈ દક્ષિણ બાજુ બોરદેવીમાં પડાવ નાખવાનો હોય છે. અહીં બોરડી નીચે માતાજી બિરાજમાન છે, જ્યાં બારેમાસ પાણી રહે છે. આ જગ્યા કુદરતી સૌંદર્યથી ભરપૂર હોવાને કારણે, આમ ગિરનાર પર્વત ફરતે કુલ 36 કિલોમીટરનું અંતર કાપીને ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા પૂર્ણ કરે છે. પરિક્રમાના રસ્તે અનેક ઉતારા મંડળો દ્વારા ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.જ્યારે કેટલાક ભાવિકો ઘરેથી જ કાચી સામગ્રી લઈને આવે છે. અને જંગલમાં ભોજન બનાવી, વન ભોજનનો આનંદ માણે છે.ચાલુ વર્ષે કોરોના મહામારીને કારણે પરંપરાગત રીતે યોજાતી લીલી પરિક્રમા માત્ર સંતો દ્વારા કરવામાં આવશે, તેવી જાહેરાત કરવામાં આવી હતી. બાદમાં શ્રદ્ધાળુઓ અને સંગઠનોની રજૂઆતને ધ્યાને લઈને તા.14 થી 19 નવેમ્બર સુધી કોવિડ-19 ગાઈડલાઇન્સ મુજબ વધુમાં વધુ 400ની મર્યાદામાં જૂથમાં તબક્કાવાર પરિક્રમા માટે જવા દેવામાં આવે છે. 400 થી વધારે વ્યક્તિ કોઈ એક જગ્યાએ એકઠા ન થાય, તેની ખાસ કાળજી લેવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4