Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝકોવેક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો થઇ રહ્યો છે ઉપયોગ : વેક્સીનને ગરમાઈ રાજનીતિ

કોવેક્સિનમાં ગાયના વાછરડાના સીરમનો થઇ રહ્યો છે ઉપયોગ : વેક્સીનને ગરમાઈ રાજનીતિ

covexin uses calf serum
Share Now

કોવેક્સિનમાં હવે વાછરડાનું સીરમ મેળવવાના આરોપ પર હવે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ જ્યારે એક RTIને શેર કરીને કહ્યું કે કોવેક્સિનના નિર્માણ માટે ગાય-વાછરડાને મારવામાં આવી રહ્યાં છે અને મોદી સરકારે આ વાતને પહેલા જણાવવાની હતી.કોવેક્સિનમાં ગાયના વાછરડાના લોહીનો ઉપયોગ કરાઈ રહ્યો છે તેવો દાવો કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ કર્યો છે. આ નિવેદન બાદ કોવેક્સિન અંગેની ચર્ચા ઉગ્ર બની છે અને ભારત બાયોટેકે પણ સ્પસ્ટતા આપવી પડી છે. આ અંગે ભાજપ આક્રમક થઈ ગઈ અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે કોંગ્રેસ એક વખત ફરી ભ્રમ ફેલાવી રહી છે. કોવેક્સિનમાં વાછરડાનું સીરમ મેળવવામાં આવ્યું નથી.

ટ્વિટમાં શું કરાયો દાવો

કોંગ્રેસ નેતા ગૌરવ પાંધીએ જણાવ્યું કે 20 દિવસથી ઓછી વયના ગાયના વાછરડાના સીરમનો ઉપયોગ કોવેક્સિન બનાવવા માટે કરાય છે. જો આવું હોય તો શા માટે સરકારે પહેલા તેની જાણ ન કરી. કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચી શકતી હતી.

વાછરડાનું સીરમ નહી, વેરોસેલનો કરાઈ છે ઉપયોગ-ભાજપ

સંબિત પાત્રાએ કોંગ્રેસના આરોપ પછી પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે કહ્યું કે કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે કોવેક્સિનમાં ગાયના વાછરડાનું સીરમ અને લોહી હોય છે. જ્યારે અમે સોશિયલ મીડિયા પર આ પ્રચારને જોયો તો તેમાં ત્યાં સુધી લખ્યું હતું કે ગાય અને વાછરડાને મારીને વેક્સિન તૈયાર કરવામાં આવી રહી છે. આ કોંગ્રેસ દ્વારા ભમ્ર ફેલાવવામાં આવી રહ્યો છે. કોવેક્સિનમાં વાછરડાનું સીરમ નથી. વેક્સિનમાં વેરોેસેલનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક રીતે ખાતરનું કામ કરે છે. આ એક વેરોસેલ સમયની સાથે-સાથે પુરુ થઈ જાય છે.

કોંગ્રેસને વેક્સિન હેજિટેન્સી માટે ઓળખવામાં આવશે- ભાજપ

પાત્રાએ કહ્યું- કોંગ્રેસને વેસ્ટેજ અને વેક્સિન હેજિટેન્સી માટે ઓળખવામાં આવશે. કોવેક્સિન પર કોંગ્રેસે ઘણી વખત સવાલ ઉભા કર્યા છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી જણાવે કે તેમણે ક્યારે વેક્સિન લીધી હતી. શું ગાંધી પરિવાર વેક્સિનેટેડ છે કે નહિ? શું ગાંધી પરિવારને કોવેક્સિન પર ભરોસો છે? તેમણે તેનો જવાબ આપવો જોઈએ. તેઓ તો કહે છે કે જ્યારે તેમની સરકાર આવશે ત્યારે તે વેક્સિન લગાવશે. રોબર્ટ વાડ્રાએ પણ વેક્સિનને લઈને સવાલ ઉભા કર્યા હતા. આ વૈશ્વિક મહામારીમાં આપણે વૈજ્ઞાનિક વિચારધારા સાથે આગળ વધવુ જોઈએ, ભ્રમ ન ફેલાવવો જોઈએ.

ભારત બાયોટેકનો જવાબ- વાછરડાનું સીરમ ન મળ્યું

વિવાદ સામે આવ્યા પછી કોવેક્સિન નિર્માતા ભારત બાયોટેકે પણ પોતોની જવાબ જાહેર કર્યો છે. કંપનીએ કહ્યું કે જે લોકોને વેક્સિનનો ડોઝ લગાવવામાં આવી રહ્યો છે, તેના ફાઈનલ ડોઝમાં વાછરડાના સીરમનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભારત બાયોટેકે જણાવ્યું કે સીરમનો ઉપયોગ વાઈરલ વેક્સિન બનાવવામાં થાય છે. તેનો ઉપયોગ સેલ્સના ગ્રોથ માટે કરવામાં આવ્યો છે પરંતુ કોરોનાવાઈરસ માટે કરવામાં આવ્યો નથી. આ સિવાય તેનો ઉપયોગ ફાઈનલ ફોર્મ્યુલેશનમાં પણ કરવામાં આવ્યો નથી.

પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં પણ વાછડાના સીરમનો ઉપયોગ થાય છે 

મંત્રાલયે કહ્યું કે દાયકાઓથી વાછડાના સીરમનો ઉપયોગ પોલિયો, રેબિસ તથા ફ્લુની દવામાં કરવામાં આવતો હોય છે. મંત્રાલયે કહ્યું કે વીરો સેલ્સને ડેવલપ કર્યા બાદ ઘણી વાર પાણી અને કેમિકલ્સથી ધોવામાં આવે છે. આ પ્રોસેસને બફર પણ કહેવાય છે. ત્યાર બાદ આ વેરો સેલ્સને વાયરલ ગ્રોથ માટે કોરોના વાયરસ સાથે સંક્રમિત કરવામાં આવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment