Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝBJP શહેર પ્રમુખે મિલ્કત માટે માતાને તરછોડી, મા દીકરીના ઘરે રહેવા થઇ મજબુર

BJP શહેર પ્રમુખે મિલ્કત માટે માતાને તરછોડી, મા દીકરીના ઘરે રહેવા થઇ મજબુર

Share Now

કોઈ પણ વિસ્તારના આગેવાન એ વિસ્તાર માટે એક ઉદાહરણરૂપ હોય છે. જેવું એ કરશે, એવો જ મેસેજ એ તેમના વિસ્તારના લોકો સુધી પહોચાડશે. ત્યારે આ આગેવાન પ્રમાણિક, દયાવાન અને સારા ઉદેશ્ય વાળા હોવા જરૂરી છે. પણ રાધનપુર શહેરના ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) પ્રમુખે તેની માતાને પ્રોપર્ટીના ભાગ મેળવવા માટે ત્રાસ આપવાની ઘટના બહાર આવી છે. 

BJP (Bharatiya Janata Party) શહેર પ્રમુખે તેની માતા પર પ્રોપર્ટી માટે ત્રાસ ગુજાર્યો!

Bharatiya Janata Party president of Radhanpur

શિસ્ત અને મહિલાઓને સન્માન આપવાની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) રાધનપુર શહેર પ્રમુખે તેની માતાને પ્રોપર્ટીના ભાગ મેળવવા માટે ત્રાસ આપી, ભોળવી સહીઓ કરવી દેતા ભારે ચકચાર મચી છે. સહન ન થતા માતાએ પુત્રનું ઘર છોડી અને પુત્રી પાસે રહેવા મજબુર થવું પડ્યું હતું. માતાએ પોતાનું ગુજરાન ચલાવવા માટે પુત્ર પાસે ભરણ પોષણની માગણી કરી હતી. માતાએ સિદ્ધપુર તેમજ રાધનપુર પ્રાંત કચરી ખાતે, લેખિત અરજી કરી ભરણ પોષણની માગણી કરી છે. પરંતુ તેમાં પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી. અને છેવટે ન્યાય માટે માતા રાધનપુર વહીવટી તંત્રની કચેરી ખાતે ભૂખ હડતાલ પર ઉતરી હતી.

રાધનપુર ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ કલ્પેશ ઠક્કર પર તેની માતા પ્રેમીલા બેન ઠક્કર દ્વારા આરોપ મુકવામાં આવ્યો છે કે તેમના પતિના મૃત્યુ બાદ પ્રોપર્ટી તેમના પતિએ તેમના નામે કરી હતી. પરંતુ તે પ્રોપર્ટી મેળવવા માટે તેમના પુત્ર કલ્પેશ દ્વારા તેમની પર ત્રાસ ગુજારવામાં આવતો અને અંતે સહી કરાવી કેટલીક પ્રોપર્ટીનું તો વેચાણ કરી નાખ્યું. અને તેમાંથી અમુક પ્રોપર્ટી કલ્પેશની દીકરીના નામે કરાવી લીધી હતી. દીકરા દ્વારા ગુજારવામાં આવતો ત્રાસ સહાન ના થતા માતા પ્રેમીલા બેન વૃદ્ધ અવસ્થામાં તેમની દીકરીના ઘરે રહેવા મજબુર થયા હતા.

આ પણ વાંચો: “દેશ માટે એક દિવસ મેડલ લાવીને જ રહીશ…” : દિવ્યાંગ “રઈશ”

ત્યારે હવે માતા દ્વારા વૃદ્ધા અવસ્થામાં પોતાનું ગુજરાન ચલાવવા માટે પુત્ર પાસે ભરણ પોષણની માંગ કરવામાં આવી છે. જે અંગે તેમણે રાધનપુર પ્રાંત કચેરી ખાતે લેખિત માં અરજી કરી હતી. તો સાથે વૃદ્ધ માતાએ ન્યાય માટે પોલીસ વિભાગના દરવાજા પણ ખખડાવ્યા હતા. પણ પુત્ર ભાજપના આગેવાન હોવાના કારણે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા, છેવટે વૃદ્ધાએ ન્યાય મેળવવા માટે રાધનપુર વહીવટી તંત્રની કચેરી બહાર ભૂખ હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે.

Bharatiya Janata Party president kalpesh thakkar's mother

માતાને ન્યાય માટે ભૂખ હડતાલનો આસરો લેવો પડ્યો

Bharatiya Janata Party president kalpesh thakkar's mother and sister

ભરતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party) રાધનપુર શહેર પ્રમુખ કલ્પેશ ઠકકર દ્વારા તેમની સગી જનેતા પર પ્રોપર્ટી માટે ત્રાસ ગુજારવાની ઘટના સામે આવતા ભારે હડકંપ મચી જવા પામી છે. ત્યારે માતાને તેમની દીકરી પાસે રહેવાની ફરજ પડી છે. આ મામલે દીકરી ભાવના બેન ઠકકરને પૂછતા તેમને જણાવ્યું હતું કે, “ભાઈ કલ્પેશ દ્વારા મારી માતાને ત્રાસ આપતો હતો. અને પ્રોપર્ટી પોતાના નામે કરાવવા માટે માતાને ભોળવી સહીઓ કરાવવી લેતો. મિલ્કતમાંથી કેટલીક મિલ્કતનું તો વેચાણ પણ કરી નાખ્યું છે. અને બાકીની મિલકત કલ્પેશે તેની પુત્રીના નામે કરવી દીધી છે. આ મામલે રાધનપુર પોલીસ મથકે પણ જાણ કરી હતી, પણ રાજકીય વગને લઇ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે હવે માતાના ભરણ પોષણ અંગે સિદ્ધપુર પ્રાંત કચેરી ખાતે પણ લેખિતમાં અરજી કરવામાં આવી છે. પણ તેમ છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી…”

વૃદ્ધા માતાને પોતાનું જીવન નિર્વાહ કરવા માટે તેમના પતિ દ્વારા જે પ્રોપર્ટીમાં તેમનું નામ લખ્યું હોવા છતાં નિરાધાર બની છે. અને અંતે એક માતાને ન્યાય માટે ભૂખ હડતાલનો આસરો લેવો પડ્યો છે. ત્યારે હવે જોવું રહ્યું કે આ નિરાધાર બનેલ માતા ને ક્યારે ન્યાય મળશે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment