Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeએન્ટરટેઈન્મેન્ટBharti Singh નો ડાયટ મેન્યૂ થયો વાઈરલ

Bharti Singh નો ડાયટ મેન્યૂ થયો વાઈરલ

Bharti Singh
Share Now

કોમેડિયન ભારતી સિંહ (Bharti Singh ) અત્યારે તેના વેટ લોસને લઈને ચર્ચામાં છે. કપિલ શર્માના સેટ પર ભારતી સિંહનું ટ્રાન્સફોર્મેશન જોઈને દર્શકોથી લઈને સેલિબ્રિટીઝ પણ ઘણા હેરાન છે. 91 કિલોની ભારતી હવે 76 કિલોની થઈ ગઈ છે. ભારતીએ કેવી રીતે 15 કિલો વજન ઓછુ કર્યુ છે, તેનો ખુલાસો તેની બેસ્ટ ફ્રેન્ડ અને એક્ટ્રેસ જેસ્મિન ભસીને એક વીડિયો શેર કરતા કર્યો છે.

Bharti Singh નો ડિનર વીડિયો વાઈરલ

જેસ્મિન ભસીને તેના ઈન્સ્ટાગ્રામ પર ભારતીના ડિનરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જેસ્મિને જ બનાવ્યો છે.ક્લિપમાં ભારતી તેની ડિનર પ્લેટ સજાવી રહી છે. ભાતથી ભરેલી પ્લેટ દેખાડતી કહે છે- આ મેં ઘી ઉમેર્યુ છે. ભારતી જેમ ભાત પર દાળ નાંખવાનું શરૂ કરે છે ત્યારે જેસ્મિન કહે છે- હવે ઘીના વઘારવાળી દાળ.

ભારતી પાતળા થવા પાછળનો રાઝ

ભારતી જણાવે છે કે, “દુનિયા કહે છે કે હું પાતળી થતી જઈ રહી છું. ટાઈમ જુઓ હું કયા ટાઈમે જમી રહી છું.” વીડિયોના અંતમાં જેસ્મિન, ભારતીના પાતળા થવાનો રાઝ જણાવતા કહે છે, “ચાર ચમચી ઘી, તેલથી ભરપૂર બટાકાનું શાક અને તેલવાળી દાળ, ભારતીનું વજન ઉતારવા પાછળ કારગર છે.”

jasmin bhasin

IMAGE CREDIT: GOOGLE

આ પણ વાંચોઃ- Parivartani Ekadashi એ વિષ્ણુ ભગવાનના વામન અવતારની પૂજા કરવામાં આવે છે

ઈન્ટરમિન્ટન્ટ ફાસ્ટિંગના માધ્યમથી વજન ઘટાડ્યુ

ભારતી (Bharti Singh )ના ડિનરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. ભારતીનું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો વખાણ કરી રહ્યાં છે. તાજેતરમાં ભારતીએ ટ્રાન્સફોર્મેશન વિશે જણાવે છે કે, તેણે ઈન્ટરમિટેન્ટ ફાસ્ટિંગના લીધે વજન ઉતારવામાં સક્ષમ થઈ છે.

સાંજે 7 વાગ્યાથી લઈને બપોર 12 વાગ્યા સુધી કંઈ પણ ખાતી નથી. તે દરમિયાન તે પાણી પીને દિવસ પસાર કરે છે. તે સાથે જ વ્યાયામ પણ કરે છે.

ભારતીનું માનવુ છે કે, જો તમે તમારી જાતને પ્રેમ નહીં કરો તો કોઈ પણ તમને નહીં કરે. આથી સ્વાસ્થ્ય અને લૂક પર સૌથી પહેલા ધ્યાન આપો. તમારા શરીરને સૌથી પહેલા માન આપો.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment