Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / July 4.
Homeભક્તિBhavani Mandir મહુવા સૌરાષ્ટ્રમાં આવેલું છે, આ મંદિર કૃષ્ણ-રુક્ષ્મણિના પ્રેમનું પ્રતિક છે

Bhavani Mandir મહુવા સૌરાષ્ટ્રમાં આવેલું છે, આ મંદિર કૃષ્ણ-રુક્ષ્મણિના પ્રેમનું પ્રતિક છે

Bhavani Mandir
Share Now

સંત, સુરા અને સમર્પણની ભૂમિ એટલે ગોહિલવાડ. ગોહિલવાડના રાજાઓ પ્રજાવત્સલ હોવા સાથે ખુબ આસ્થિક પણ હોવાનું મનાય છે. અહીંના રાજવીઓને માતાજી અને શિવજીમાં અપાર શ્રદ્ધા હતી. તેના અનેક પુરાવાઓનો ઈતિહાસ સાક્ષી છે અને કદાચ તેથી જ ગોહિલવાડ રાજ્યની ચારેય દિશામાં માતાજીના બેસણા છે. આજે આપણે વાત કરવાના છીએ ગોહિલવાડ સ્ટેટમાં મહુવાના દરિયા કિનારે વિરાજમાન માં ભવાનીની(Bhavani Mandir).

Bhavani Mandir ની પૌરાણિક કથા

જગત જનની માં ભવાનીના પ્રસિદ્ધ મંદિરનો ઈતિહાસ સાડા પાંચ હજાર વર્ષ જૂનો છે. એટલે કે યાદવો દ્વારિકા આવ્યા તેનાથી પણ પહેલાનો. સાથે જ અહીં લોથલ સંસ્કૃતિના અવશેષો પણ મળી આવ્યા છે. ભવાની મંદિરના ઈતિહાસ પર એક નજર નાખીએ તો, હાલનું કથપર ગામ એક સમયે સુંદર રાજ્ય હતું, આ રાજ્યના નામને લઈને ઈતિહાસકારોમાં મતભેદ જોવા મળે છે. કોઈ આ રાજ્યને કુંદનપુર નગરી કહે છે તો કોઈ કનકપુર.

Bhavani Mandir કૃષ્ણ-રૂક્ષ્મણિના પ્રેમનું સાક્ષી છે

bhavani mandir

દેવી રૂક્ષમણિ અહીંની રાજકુંવરી હતા અને તેઓ માં ભવાનીના પરમ ઉપાસક હતા. કહેવાય છે કે, ભગવાન કૃષ્ણ જ્યારે દરિયાકિનારે વિહાર કરવા અને માં ભવાનીના દર્શન કરવા આવ્યા હતા ત્યારે રૂક્ષમણિજી અહીં માતાજીનું સ્તવન કરતા હતા. ભગવાન કૃષ્ણની નજર સ્તવન કરી રહેલા રૂક્ષમણિજી ઉપર પડી અને સ્તવન પૂર્ણ થતાં રૂક્ષમણિજીની નજર કૃષ્ણ ઉપર પડી. અને બંન્ને વચ્ચે પ્રેમ થયો. આમ આ ભવાની મંદિર કૃષ્ણ અને રૂક્ષમણિજીના પ્રેમનું સાક્ષી છે.

મા ભવાનીના દિવ્ય દર્શન

અરબ સાગરના કિનારે બીરાજમાન માતા ભવાનીના દિવ્ય સ્વરૂપના દર્શન કરતા જ ભક્તો બની જાય છે મંત્ર મુગ્ધ. નિજ મંદિરમાં આદ્ય શક્તિ માં ભવાનીની શણગાર સજેલી મનોહર મુર્તિ છે.. ભક્તોએ રાખેલી માનતા પુર્ણ થતા માતાને ચડાવેલ છત્તરની હાર મંદિરમાં જોવા મળે છે. પૌરાણિક મહત્વ ધરાવતું હોવાથી માં ભવાનીનું મંદિર લોકોની આસ્થાનું કેન્દ્ર છે. અને તેથી જ રાજ્ય અને રાજ્યની બહારથી પણ લોકો અહી દર્શને આવે છે.

bhavani mandir

Bhavani Mandir Mahua Saurashtra

વાર તહેવારે અને એમાંય ખાસ કરીને ચૈત્ર અને આસો માસમાં થતી મહાઆરતીમાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. માતા ભવાનીનું વાહન સિંહ હોવાથી મંદિરમાં સિંહની આહદાલદ્ક પ્રતિમા છે, મંદિરમાં પ્રાચીન શિવલિંગ પણ છે. તેમાં પણ મંદિરમાં ઝાલર વાગતા હોય અને બીજી બાજું અરબી સમુદ્ર ઘુઘવાતો હોય એવા સમયે મંદિરમાં થતી આરતીમાં શ્રદ્ધાળુઓ અલૌકિક આનંદનો અહેસાસ કરે છે..

પ્રકૃત્તિના સાનિધ્યમાં બિરાજેલા પરમ દયાળુ માં ભવાનીની આરાધના કરવા સામાન્ય દિવસોમાં પણ ભક્તોનો ધસારો રહે છે. એક એવી માન્યતા રહેલી છે કે, આસ્થાના પ્રતિક માં ભવાનીની મુર્તિ અને લહેરાતી લાલ ધજાના દર્શન માત્રથી ભક્તોના દુખ દુર થાય છે. અંદાજે સાડા પાંચ હજાર વર્ષથી બિરાજેલા માં ભવાની ભાવનગરના રખોપા કરે છે, તેવી આસ્થા ભક્તોમાં રહેલી છે.

આ પણ વાંચોઃ-  જેણે પાંડવોને પણ કર્યા હતા નિષ્કલંક એવા સમુદ્રના સ્વામી એટલે નિષ્કલંક મહાદેવ

Bhavani Mandir Mahua Saurashtra

કુદરતી સૌંદર્યથી ભરપુર આ પવિત્ર સ્થળ ઉપર પૌરાણિક મહત્વ ધરાવતા મંદિરમાં ભવાની માતાની દિવ્ય મુર્તિનો સુભગ સમન્વય થાય છે. આ મંદિરના પગથિયા ઉતરતા જ વનવિભાગ શરૂ થાય છે.. માં ભવાની તમામ ભક્તોના મનની મુરાદ પુર્ણ કરતા હોવાથી આ રમણીય સ્થળ ઉપર દેશભરમાંથી ભક્તો માતાના આશીર્વાદ લેવા આવે છે.. અહીં તો ખુદ ભગવાન શ્રી કૃષ્ણ પણ નમ્યા હતા.

ભાવનગરનો રાજવી પરિવાર ખાસ અહી દર્શન કરવા આવતો હતો. એવા પ્રસિદ્ધ ભવાની મંદિરમાં ભક્ત પોતાના કલ્યાણની પ્રાર્થના કરવા અને પુજા અર્ચના કરવા આવે છે. ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવતાં આ મંદિરમાં ભવાની માતા હાજરા હજુર છે.

પ્રાચીન આદ્ય શક્તિ માં ભવાનીનું મંદિર આજેય સમુદ્ર તટ ઉપર અડીખમ ઉભું છે. અને ભક્તોની રક્ષા કરે છે. તો તમે પણ આવો આદ્ય શક્તિ માં ભવાનીના દર્શને અને થઈ જાઓ માંની ભક્તિમાં લીન.. જય માં ભવાની….. જોતા રહો ઓટીટી ઈન્ડિયા રગ રગમાં હિન્દુસ્તાન…..

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment