Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝParalympics : ગુજરાતી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો

Paralympics : ગુજરાતી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો

Paralympics
Share Now

ટોક્યો પેરાલિમ્પિકમાં ભાવિના પટેલે (Bhavina Patel)ટેબલ ટેનિસ (Table Tennis)ના મહિલા સિંગલ્સના વર્ગ-4 કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ (Medal)અપાવવામાં સફળ થયા છે. ગુજરાતી ભાવિના પટેલની ફાઇનલ (Final)માં વિશ્વની નંબર 1 ચીનની ખેલાડી ઝોઉ યિંગ સામે મેચ રમાઇ હતી. ઝોઉ યિંગે ભાવિના પટેલને 11-7, 11-5 અને 11-6થી હરાવીને ગોલ્ડ જીત્યો છે. જ્યારે ભાવિનાને સિલ્વર મળ્યો છે. ભાવિના પટેલે સિલ્વર મેડલ (Silver Medal)જીતતા ઇતિહાસ રચ્યો છે. તેણી ટેબલ ટેનિસમાં મેડલ જીતનાર ભારતીય ખેલાડી પણ છે.

ભાવિના પટેલ (Bhavina Patel) શનિવારે ટોક્યો ગેમ્સ (Tokyo Olympics)માં મહિલા સિંગલ્સ ક્લાસ 4 કેટેગરીની સેમિફાઇનલમાં ચીનની ઝાંગ મિયાઓને 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી હરાવી છે. સેમીફાઇનલમાં જીત બાદ 34 વર્ષીય ભાવિનાએ કહ્યું હતુ કે, ‘મેં ચીની ખેલાડીને સેમિફાઇનલ (Semi Final)માં હરાવી છે. તમે ઈચ્છો તો કંઈ પણ અશક્ય નથી. ‘

ગુજરાતના મહેસાણાની ભાવિના પટેલ (Bhavina Patel) 12 વર્ષની ઉંમરે પોલિયોનો ભોગ બની હતી. તેણીએ કહ્યું હતુ કે, ‘જ્યારે હું અહીં આવી ત્યારે મેં માત્ર મારા 100 ટકા આપવાનું વિચાર્યું હતું. જો તમે આ કરી શકો તો તમને મેડલ આપોઆપ મળી જશે. મેં એ જ વિચાર્યું.

આ પણ વાંચો: Paralympics : ભાવિના પટેલ પેરાલિમ્પિક ટેબલ ટેનિસની ફાઇનલમાં, ગોલ્ડ મેડલથી એક ડગલું દૂર

પેરાલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચનારી ભારતની પ્રથમ ટેબલ ટેનિસ (Table Tennis)ખેલાડી ભાવિના પટેલ બની હતી. તેણીએ ક્વાર્ટર ફાઇનલમાં સર્બિયાની બોરિસ્લાવા પેરિચ રાન્કોવિચને 11-5, 11-6, 11-7થી હરાવીને ટેબલ ટેનિસ (Table Tennis)માં ભારત માટે મેડલ પાક્કો કર્યો હતો. શુક્રવારે જ ભાવિનાએ અંતિમ 16 મેચમાં બ્રાઝિલની જોયસ ડિ ઓલિવિયરાને 12-10, 13-11, 11-6થી હરાવીને ક્વાર્ટર ફાઇનલ (quarter final)માં પ્રવેશ કર્યો હતો. તે પેરાલિમ્પિક ક્વાર્ટર ફાઇનલમાં પણ પહોંચનારી ભારતની પ્રથમ ટેબલ ટેનિસ ખેલાડી બની હતી.

સેમિફાઇનલ મેચ

વ્હીલચેર પર રમનારી ભાવિના પ્રથમ ગેમ હારી, પરંતુ બાદમાં બંને ગેમ્સ જીતીને શાનદાર વાપસી કરી હતી. ત્રીજી ગેમ જીતવામાં તેમને માત્ર ચાર મિનિટ લાગી. ચોથી ગેમમાં ચીની ખેલાડીઓએ ધાક જમાવી, પરંતુ નિર્ણાયક પાંચમી ગેમમાં જીત નોંધાવ્યા બાદ ભાવિના પટેલે ફાઇનલમાં પ્રવેશ કર્યો. ભૂતપૂર્વ વિશ્વ નંબર વન ખેલાડી ઝાંગ સામે ભાવિનાની આ પ્રથમ જીત હતી. આ પહેલા બંને 11 વખત એકબીજા સાથે રમ્યા છે

નંબર ખેલાડી સામે જીતવુ આકરુ હતુ

ભાવિનાને પ્રથમ ગ્રુપ મેચમાં ઝોઉએ સરળતાથી હરાવી દીધી હતી. તેમની સામે ફાઇનલ જીતવું સરળ નહતુ. જણાવી દઇએ કે ભાવિના પટેલે ક્વાર્ટર ફાઇનલમાં 2016 રિયો પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા બોરિસ્લાવા પેરિચ રેન્કોવિચને હરાવી હતી.

ભાવિનાની સફર

ભાવિના પટેલે 13 વર્ષ પહેલા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં અંધ સંગઠનમાં રમવાનું શરૂ કર્યું હતું, જ્યાં તે દિવ્યાંગ માટે આઈટીઆઈની વિદ્યાર્થીની હતી. બાદમાં તેણે દ્રષ્ટિની ક્ષતિ ધરાવતા બાળકોને ટેબલ ટેનિસ રમતા જોયા અને રમતમાં ભાગ લેવાનું નક્કી કર્યું. તેમણે અમદાવાદમાં રોટરી ક્લબ માટે પ્રથમ મેડલ જીત્યો હતો. તેણીએ નિકુંજ પટેલ સાથે લગ્ન કર્યા છે, જે ગુજરાત માટે જુનિયર ક્રિકેટ રમી ચુક્યા છે.

ભાવિના પટેલ 2011 માં બીજા નંબરની ખેલાડી પણ બની, જ્યારે તેને પીટીટી થાઇલેન્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો હતો. ઓક્ટોબર 2013 માં તેણીએ બેઇજિંગમાં એશિયન પેરા ટેનિસ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment