Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝTokyo Paralympics 2020 માં ભાવિના પટેલની શાનદાર જીત, બ્રિટનને ૩-૧થી હરાવ્યું

Tokyo Paralympics 2020 માં ભાવિના પટેલની શાનદાર જીત, બ્રિટનને ૩-૧થી હરાવ્યું

Share Now

Tokyo Paralympics 2020: ટોક્યો પેરાલંમ્પિક 2020 ની ભારતમાં મુકાબલાની શરુઆત 25 ઓગસ્ટના રોજ બુધવારે થઇ હતી,પ્રથમ દિવસે ટેબલ ટેનિસના મુકાબલો યોજાયો હતો. 

મહિલા સિંગલ્સની ટેબલ ટેનીસ સ્પર્ધાના બીજા મુકાબલામાં ભારતની ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી હતી. અને આ સાથે જ ભાવિના નોકઆઉટ રાઉન્ડમાં પહોચી ગઈ છે. ગ્રેટ બ્રિટનની મેગન શૈકલટનને તેને ૩-૧થી હરાવી દીધી હતી. ભાવિનાએ ૧૧-૭, ૯-૧૧, ૧૭-૧૫ અને ૧૩-૧૧થી પોતાની જીત હાંસિલ કરી હતી.

ભાવિના પટેલે શાનદાર પ્રદર્શન કરી જીત મેળવી

પહેલા રાઉન્ડમાં ભાવિનાએ ૮ મિનીટથી ગ્રેટ બ્રિટનની મેગન શૈકલટનને હરાવી હતી, ત્યારે બીજા રાઉન્ડમાં બ્રિટેનની ખિલાડીએ દમદાર વાપસી કરી હતી અને ભાવિનાને ૮ મીનીટમાં જ ૧૧-9ના સ્કોરથી હરાવી હતી. ત્યાર બાદ સ્કોર બનેનો બરાબર થઇ ગયો હતો. જયારે ત્રીજો રાઉન્ડ ૧૪ મીનીટમાં અને ચોથો રાઉન્ડ 10 મિનીટમાં ભાવિના પટેલે જીત્યો હતો.

Bhavina Patel's brilliant performance in Tokyo Paralympics 2020

બુધવારે ભાવિનાને ચીનની ઝોઉં યિંગથી ૩-૦ના સ્કોરથી કરારી હાર મળી હતી. ચીનની ખેલાડીએ ભાવિનાને ૮ મિનીટમાં ૧૧-૩, ૧૧-૯, ૧૧-૨થી હરાવી હતી. તેની સાથે જ મહિલા વર્ગ ૩માં ગ્રુપ ડી માં ભારતીય ખેલાડી સોનલ પટેલને ચીનની હી લી કિયાનએ ૩-૨થી હરાવી હતી. સોનલ અને હી લી કિયાનએ ૩૬ મિનીટમાં ૩-૨થી હરાવી હતી.

ભાવિના પટેલ મૂળ ગુજરાતી

ટોક્યો પેરાલંમ્પિક 2020માં ભારત તરફથી ટેબલ ટેનીસમાં ભાગ લેનાર ભાવિના પટેલ એ મૂળ ગુજરાતી છે. તે અમદવાદના ઘાટલોડિયા વિસ્તારમાં રહે છે. 35 વર્ષીય ભાવના પટેલ વિશ્વમાં ટેબલ ટેનીસમાં 8મો રેન્ક ધરાવે છે. એક ખુબ જ સામાન્ય પરિવાર અને ગામડામાં મોટા થયેલા ભાવિનાના ઘરમાં કોઈ સ્પોટ્ર્સ બેગ્રાઉન્ડ ધરાવતું નથી. ખાસ કરીને ગામડાઓમાં છોકરીઓને રમત ગમત ક્ષેત્રે કોઈ પ્રોત્સાહન મળતું નથી. માત્ર એક વર્ષની ઉંમરમાં પોલીયોએ ભાવિના બહેનને ભરખી લીધો હતો. પણ તેમને હાર નહોતી માની. તેમને જ્યારથી ખબર પડી કે તેમને ટેબલ ટેનીસ પ્રત્યે રૂચી વધારે છે, ત્યારથી તેમણે તેના પ્રત્યે પોતાનું ધ્યાન મક્કમ કરી દીધું. અને હવે ભારત તરફથી પેરોલ્મ્પીકમાં પણ રમી રહ્યા છે.

જુઓ આ વિડીયો: ભાવિનાની ભવ્ય જીત 

 

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympics games)

Tokyo Paralympics games

ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ (Tokyo Paralympics games) 24 ઓગસ્ટથી શરૂ થઇ હતી. આ વખતે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભારતમાંથી કુલ 54 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જે ભારતનો વ્યક્તિગત રેકોર્ડ પણ હશે. આ ખેલાડીઓ તીરંદાજી, ટેબલ ટેનિસ, બેડમિન્ટન, પેરા કેનોઇંગ, પાવરલિફ્ટિંગ, સ્વિમિંગ, ટેકવોન્ડો, શૂટિંગ અને એથ્લેટિક્સ જેવી રમતોમાં પોતાની તાકાત બતાવશે. પેરાલિમ્પિક્સમાં ભારતે અત્યાર સુધીમાં 12 મેડલ જીત્યા છે. જેમાં ચાર ગોલ્ડ, ચાર સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આ છે પેરાલિમ્પિક્સના ‘સુવર્ણ ખેલાડીઓ’, જાણો અત્યાર સુધી ભારતે કેટલા મેડલ જીત્યા છે?

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment