Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeકહાનીભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!

Bhavnagar's lock "Mubarak Tomb"
Share Now

વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં મૈ હું ચોકીદાર અને ચોકીદાર ચોર હૈ ના નારા સંભળાયા હતા.અને સુત્ર સાથે જ ચૂંટણી યોજાઈ અને મૈ હું ચોકીદારના નામથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિજય પણ થયો હતો.પરંતુ આજે આપણે જે કહાનીની વાત કરવા જઈ રહ્યા છીએ તે રજવાડા સમયના એક ઈમાનદાર ચોંકીદારની છે.ભાવનગરમાં મહારાજા ભાવસિંહની રજવાડું હતું.અને તેમનો દ્વારપાળ હતો સીદી મુબારક..અને આ ઈમાનદારીના પુરાવા આજે પણ ભાવનગરમાં હયાત છે.આરસનો આ મકબરા પર લખ્યું છે લોયલ સર્વન્ટ મુબારક.મકબરો( Mubarak Tomb)ઈમાનદારીની સૌથી મોટી મિશાલ છે

મકબરો( Mubarak Tomb)ઈમાનદારીની સૌથી મોટી મિશાલ

આ મકબરો એક સામાન્ય ચોકીદારનો છે.પરંતુ તે ઈમાનદારીની સૌથી મોટી મિશાલ છે.ઈતિહાસના સુવર્ણ પન્ના પર લખાયેલી એક એવી કહાની છે.જેને નાત-જાતને તોડી પોતાની વફાદારીનો ઈતિહાસ આજે પણ કહી રહી છે.આ કહાની છે ભાવનગર રજવાડાના એક ચોકીદારની છે.ચોકીદારી એવી કે ખુદ મહારાજા ભાવસિંહજી ગોહિલની કાંધનો તે હકદાર બન્યો હતો..જે તે સમયના રાજા ભાવસિંહજી ગોહિલના નિલમબાગ પેલેસના દ્વારપાળ હતા.ભાવનગરમાં ભાવસિહજી ગોહિલનું રજવાડું ચાલી રહ્યું હતું.અને તેના ખજાનાની ચાવી મુબારક નામના ચોંકીદાર પાસે હતી.રાજખજાનામાં મહારાણીના ભવ્ય આભુષણો પણ હતા.ખજાનાની તિજોરીમાંથી મહારણીને જરુર પડે ત્યારે ઘરેણાં આપવાની અને પરત મુકવાની જવાબદારી રાજ ચોકીદાર સીદી મુબારકને હતી.

Bhavnagar's lock "Mubarak Tomb"

આ પણ વાંચો :એક એવું ગામ જ્યાં 40 વર્ષથી નથી સંભળાયો ભુલકાઓનો કલરવ..શું છે રોચક ઇતિહાસ ?

મહારાજા  શા માટે મુબારક( Mubarak Tomb)પર આટલો વિશ્વાસ હતો

ભાવનગરમાં મહારાજા ભાવસિંહજી ગોહિલનું શાસન ચાલી રહ્યું હતું.પ્રજામાં ખુશહાલી જોવા મળતી હતી.એક દિવસ મહારાજા ભાવસિંહજી ગોહિલ નગરચર્યા પર નિકળ્યા હતા.મહારાજા જ્યાંથી પસાર થઈ રહ્યા હતા,ત્યાં સીદી મુબારક બકરા ચરાવી રહ્યા હતા.ચબરાક સીદી મુબારકથી પ્રભાવિત થઈ મહારાજા તેમની પોતાની સાથૈ મહેલમાં લઈ આવ્યા હતા.સમય જતાં સીદી મુબારક મહારાજાના સૌથી વિશ્વાસુ ચોંકીદાર બની ગયા હતા.ભાવસિંહજીને મુબારક એટલો વિશ્વાસ હતો કે રાજ્યની તિજારીની ચાવી સંભાળવાની જવાબદારી પણ મુબારકને આપી હતી.આ તરફ મુબારક પણ પોતાની ફરજ પુરી ઈમાનદારીથી નિભાવી રહ્યા હતા.કૃષ્ણકુમારસિંહજી ગોહીલ જ્યારે 10 વર્ષના હતા.તે સમયે જ ભાવસિંહજી મહારાજનું નિધન થયું હતું.કૃષ્ણકુમારસિંહજી 18 વર્ષના થયા ત્યા સુધી સીદી મુબારકે તેમને સાચવ્યા હતા..કહેવાય છે કે કૃષ્ણકુમારસિંહજીની રાજ્યાભિષેકની શરણાઈઓ વાગી રહી હતી.તે સમયે જ સીદી મુબારકે તેમની સામે ધનનો ઢગલો કરી નાખ્યું હતું.અને કહ્યું કે ભાવસિંહજીનું અવસાન થયું ત્યારે આપ નાના હતા.રાજ્યમાં અંધાધૂધી જેવું વાતાવરણ હતું.રાજ્યનો ખજાનો કોઈ ચોરીના જાય જેથી મે આ ધન સાચવી રાખ્યું હતું.અચાનક આટલું મોટું ધન સામે આવતાં કૃષ્ણકુમારસિંહજી દ્વિઘામાં મુકાયા હતા.રાજ્યભિષેક સમયે તેઓ ધન રાજ્યની તિજોરીમાં જમા લીધું હતું.અને રાજ્યના ચોપડામાં લખાયું કે સીદી મુબારક તરફથી રાજ્યને ભેટ આપવામાં આવી છે.

સીદી મુબારકના અવસાન બાદ શું થયું ? 

સીદી મુબારક 70 વર્ષના થયા હતા.અને 20 એપ્રીલ 1940ના રાજ સીદી મુબારક અલ્લાહને પ્યારા થઈ ગયા.પરંતુ તેઓ પોતાની વફાદારીથી કૃષ્ણકુમારસિંહજી ગોહીલનું દિલ જીતી લીધું હતું.અને મુબારક મહારાજાની કાંધના હકદાર બન્યા હતા.કહેવાય છે કે રાજવી પરિવારની આન, બાન શાનશી તેમની દફનવિંધી કરવામાં આવી હતી.કૃષ્ણકુમારસિંહજી ગોહીલે જનાજાને કાંધી આપી હતી. કાંધ આપનાર અન્ય ત્રણ લોકો સતત બદલાતા પરંતુ કૃષ્ણકુમારસિંહજી છેક સુધી જનાજાને કાંધ આપી હતી.અને તેઓ ધ્રસકે ધ્રુસકે રડ્યા હતા.આરસથી મઢેલી આ કબર હજુ પણ ભાવનગરના કબ્રસ્તાનમાં તે કહાનીની સાક્ષી પુરે છે.અને તેના પર લખાયું છે  “ધ લોક ઓફ નિલમબાગ”એટલે કે નિલમબાગનું તાળું.તો બીજી તરફ લખાયું છે માય રોયલ સર્વન્ટ.આ શબ્દો ચોકીદારની વફાદારી નિભાવી રહ્યા છે.

સીદી મુબારકના અવસાન બાદ તેમના દિકરા ઉમરભાઈને મહારાજાએ અલીગઢ અભ્યાસ માટે મોકલ્યા હતા.ત્યારે બાદ તેઓ સીદી સમાજના પ્રથમ ડૉક્ટર બન્યા હતા.કૃષ્ણકુમારસિંહજી જ્યાં સુધી હયાત હતા ,ત્યાં સુધી ઉમરભાઈએ તેમના ડૉક્ટર તરીકે સેવા આપી હતી.તો મુબારકના બીજા દિકરી અબ્દુલ્લા મહારાજાના એકાઉન્ટન્ટ તરીકે સેવા આપતા હતા..સીદી મુબારક 1887માં માસિક પાંચ રુપિયાના પગારથી પટાવાળા તરીકે નોકરીમાં જોડાયા..બાદમાં 100 રુપિયાના પગારથી જમાદાર ખાનાના સુપ્રિટેન્ડેન્ટના હોદ્દા પર રહ્યા હતા.50 વર્ષ સુધી તેઓ વફાદારીની નોકરી કરી હતી.અને બાદમાં ઈમાનદારીની આ મિશાલે દુનિયામાંથી વિદાય લીધી હતી.પરંતુ તેની જ્યોત આજે પ્રેરણાનો પ્રકાશ પાથરી રહી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment