જે સંકટ મોચક કહેવાય છે. જે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે. નવ ગ્રહો પણ જેમની સામે પાણી ભરે છે. તેવા સંકટ મોચક હનુમાનજી બિરાજમાન છે મોડાસાના સાકરિયા ગામમાં. જે ભીડભંજન હનુમાન તરીકે પણ ઓળખાય છે. જીવનમાં આવેલી મુશ્કેલીઓને દૂર કરનારા કષ્ટભંજન હનુમાનજીની માત્ર પ્રાર્થના કરવાથી જ બધી જ મુશકેલીઓ દૂર થાય છે. મહાભારત સમયનું સાક્ષી રહી ચૂકેલુ એકમાત્ર મંદિર જે મોડાસાથી 4 કિ.મી.નજીક આવેલા સાકરિયા ગામની નજીક સ્થિત છે. જ્યાં ભક્તોને વગડામાં સૂતેલા હનુમાનજી (Bhidbhanjan Hanuman) ની મૂર્તિના દર્શન થાય છે.
ભારતમાં બે જ જગ્યાએ છે સૂતેલા હનુમાનજી
આખા ભારતમાં સ્વયંભૂ પ્રગટ થયેલા સૂતેલા હનુમાનજીની મૂર્તિઓ ખૂબ જ ઓછી છે. ઈતિહાસમાં મહત્વ ધરાવતી અને સૌથી જૂની મૂર્તિઓ માત્ર બે જગ્યાએ જ છે. એક અલાહાબાદ ત્રિવેણી સંગમ પર જ્યારે બીજી મોડાસાના વગડામાં સૂતેલા હનુમાનજીની મૂર્તિ. હનુમાનજી એ હિન્દૂ દેવતાઓ અને રામના પરમ ભક્ત ગણાય છે. તેઓ બ્રહ્મચારી અને ચિરંજીવી છે.
મહાભારત અને રામાયણમાં તેમજ પુરાણોમાં હનુમાન દાદાનું વર્ણન કરવામાં આવ્યુ છે. હનુમાનજીને ભક્તોએ સદાય ગદાધારી અને ઉભેલી સ્થિતિમાં જોયા છે. અંજની અને કેસરીના પુત્ર હનુમાનજીનું આ મંદિર ખૂબ અલગ છે. કારણ કે, મંદિરની મૂર્તિ પણ અલગ છે. સૂતેલા હનુમાનજીની મૂર્તિ જે તમે ક્યારેય નહી જોઈ હોય તે મોડાસામાં જોવા મળશે.
મહાભારતનું સાક્ષી છે BhidBhanjan Hanuman મંદિર
મહાભારતનું સાક્ષી રહી ચૂકેલુ આ મંદિર ખૂૂબ જ સુંદર છે. મંદિરની અંદર કષ્ટભંજન હનુમાનજી બિરાજમાન છે. આશરે 10 ફૂટ લાંબી હનુમાનજીની મૂર્તિ છે. આજુબાજુના વિસ્તારોમાંથી કષ્ટભંજનના દર્શને અનેક ભક્તો આવે છે. દાદાની આ મૂર્તિ પંચ ધાતુમાંથી બનેલી છે. મૂર્તિનો ઈતિહાસ પણ ઘણો જ ચમત્કારી છે. મહાભારતનું સાક્ષી રહી ચુકેલા આ મંદિરમાં ઘણા પુરાવાઓ પણ મળી આવે છે. મહાભારતના સમયે પાંડવો ગુજરાતમાં આવ્યા હતા. તે સમયે પાંડવો અહીં રોકાયા અને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશથી અર્જુને અહીં જ મૂર્તિની સ્થાપના કરી હતી.
કૌરવો સાથે યુદ્ધ નિશ્વિત છે તેમ માનીને અર્જુને હનુમાન દાદા પાસે મદદ માંગી હતી. જેનાથી પ્રસન્ન થઈને દાદાએ અર્જુનના રથ પર સ્થાન લીધુ હતુ. મહાભારતનો ઇતિહાસ બતાવે છે કે, હનુમાન દાદાએ અર્જુનના રથ પર બેસીને યુદ્વ દરમિયાન પાંડવોની રક્ષા કરી હતી. હનુમાનજીને રામના ભક્ત પણ કહેવાય છે. રામાયણ ગ્રંથમાં હનુમાનજીએ સીતા માતાને શોધવા માટે કપરુ કાર્ય કર્યું હતુ.
શાસ્ત્રોમાં પણ કહેવાયુ છે કે, જે પણ વ્યક્તિ પુરી શ્રદ્ધા અને આસ્થા સાથે રામના ભક્ત હનુમાનજીની પૂજા અર્ચના કરે છે, ભક્તને સાક્ષાત હનુમાનજીની ઉપસ્થિતિનો અનુભવ થાય છે. હનુમાન એક ભક્ત નહીં પણ સાથે સાથે એક વીર સૈનિક હતા, કોઈ પણ કાર્યને બુદ્ધિ પુર્વક હાથ ધરવાની સમજદારી હનુમાનજીમાં હતી. એટલે જ તો હનુમાન દાદાએ એકલા હાથે જ અસુર રાવણની લંકા સળગાવી હતી. આવા બળવાન અને બુધ્ધિમાન હનુમાન દાદા ના દર્શન કરવા ભક્તો દૂર દૂરથી આવે છે. દાદાની મુર્તિના દર્શન કરતાં જ જાણે મુર્તિ જીવંત થવા લાગે છે.
દર શનિવારે દૂર દૂરથી દાદાના દર્શનાર્થે આવે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. કહેવાય છે કે કળયુગમાં હનુમાનજીની ભક્તિ કરવાથી દરેક સમસ્યાઓ દૂર થાય છે. મૂર્તિના દર્શન કરે છે તેને વારંવાર ત્યાં જવાની ઇચ્છા થાય છે. કંઇક આવા છે મોડાસાના ભીડભંજન હનુમાનજી. તો તમે પણ આવો અને કરો દર્શન કષ્ટભંજન હનુમાનજીના
આ પણ વાંચોઃ- Vijayadashami નિમિતે જાણો આ રાજ્યોમાં થાય છે રામની નહીં પણ રાવણની પૂજા
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4