દેશમાં કોરોનાના કાળનો ભોગ સામાન્ય માણસથી લઇને નેતાઓ, સેલિબ્રિઓ, ડોક્ટરો અને નર્સ કોઇ પણ આનો ભોગ બન્યા વગર બાકી નથી રહ્યું, તો બીજી બાજુ સરકારી હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાઓની અછત વર્તાઇ રહેલી છે, દેશની હાલત ખુબ ગંભીર બની રહી છે ત્યારે એવા પણ લોકો છે જે મદદ માટે આગળ આવી રહ્યાં છે. લોકોને વેન્ટીલેટરની પણ અછત થઇ રહી છે, ત્યારે બોલિવુડની અભિનેત્રી ભુમિ પેડનેકરે મદદ માંગી રહી છે, ટ્વીટ કરીને તે પોતાના માસી માટે દિલ્હી NCR માટે વેન્ટીલેટરની જરુર પડી હતી, ત્યારે અભિનેત્રીએ ટ્વીટ કરીને મદદ માંગી હતી.
Have lost 2 people we love from my immediate world in the last 24 hours, 3 super critical. I’ve spent my day looking for Oxygen & beds for the ones we can save. No space for grief. Only action. Really can’t wait for this to be over. Please do your bit. #covidwarrior #CovidIndia
— bhumi pednekar (@bhumipednekar) May 2, 2021
ટ્વીટ કરીને અભિનેત્રીએ લખ્યુ હતુ કે, મારા માસીને વેન્ટીલેટરની જરુર છે, તે આઇસીયુમાં છે, અને અમારે તેને જલ્દીથી જલ્દી સિફ્ટ કરવાના છે, જો કોઇને પણ આ બાબતે જાણકારી મળે તો પ્લીઝ મને મેસેજ કરીને જણાવો.
મદદ માટે યુઝર્સ આવ્યા સામે
કોરોનાની આ મહામારીથી કોઇ બચી શક્યુ નથી ત્યારે એકબીજાની મદદ માટે લોકો આગલ પણ આવી રહ્યાં છે, યુઝર્સે ભુમિ પેડનેકરની મદદ કરી હતી, જે બાદ ભુમિ પેડનેકરે યુઝર્સનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજ રીતે ઘણી સંસ્થાઓ અને લોકો ઓક્સિજન અને બેડની મદદ માટે આગળ આવી રહ્યાં છે.
ફિલ્મ અભિનેત્રી ભુમિ પેડનેકરએ સ્ટાર્સમાથી છે જે કોરોના કાળમાં લોકોની સતત મદદ કરી રહી છે. આ સિવાય કોરોનાના આ કપરા સમયમાં અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યુ હતુ કે તેણે 24 કલાકમાં તેના ખુબ નજીકના સંબંધીઓને ગુમાવી દીધા છે. આ સિવાય તેણે લખ્યુ કે તેની પાસે દુખ વ્યક્ત કરવાનો પણ સમય નથી. કારણ એ છે કે તે હાલ લોકોની મદદ કરી રહી છે, જેને તે બચાવી શકે તેને બચાવી રહી છે.
Thank you for the help my Twitter family. My mausi got help. Thank you everyone who reached out to me. Overwhelmed by everything that’s happened in the last 3 weeks 🙏 Eternally grateful. Let’s continue helping as many people as we can 🤍
— bhumi pednekar (@bhumipednekar) May 3, 2021
એકટ્રેસે ટ્વીટ કરતાં કહ્યું છે કે, મેં 24 કલાકમાં એવા બે લોકોને ગુમાવી દીધા છે, જેને અમે ખુબ પ્રેમ કરતા હતા, હજુ ત્રણ લોકોની હાલતક ખુબ જ નાજુક છે, દુખ માટે કોઇ જ સમય નથી હવે ફક્ત એક્શન.
કોરોનામાંથી બોલિવુડ ઇન્ડ્રિસ્ટ્રી પણ બચી નથી શકી ત્યારે ભુમિ પેડનેકર પણ કોરોના પોઝીટીવ થયા બાદ તેમાંથી ઠીક થઇને લોકોની મદદ માટે આગળ આવી રહી છે. આ સિવાય પણ સિદ્ધાર્થ ચતુર્વેદી, કેટરીના કૈફ, અક્ષય કુમાર, આલિયા ભટ્ટ, વિક્કી કૌશલ, આર માધવન, તારા સુતરિયા પણ કોવિડની આ લહેરથી સંક્રમિત થઇ ચુક્યાં છે. ભારતમાં અને વિશ્વમાં કોરોનાના કેસ અને તેની અસર વધતી જઇ રહી છે, ત્યારે તેનાથી થતાં મોતના આંકડા પણ વધી રહ્યાં છે, લોકોમાં ડરનો માહોલ છે, ત્યારે આ મોતનો આંકડો ક્યાં જઇને પહોંચશે તે જોવાનું રહ્યું, લોકો આશા લગાવીને બેઠા છે બસ જલ્દીથી આ મહામારી માંથી દેસ અને વિશ્વ બહાર આવે. આ પહેલાં પણ ઇરફાન ખાનની પત્ની સુપતા સિંકદરને પોતાના પરિવારને લઇને મદદ માંગી હતી, પણ મદદ ન મળતા તેમણે એ પરિવારના સભ્યને ગુમાવી દીધો હતો.
આ પણ વાંચો: કોમેડી ક્વીન દયાભાભી શું સિરિયલમાં કરશે કમબેક?
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો: OTT INDIA App
Android: http://bit.ly/3ajxBk4