Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝCyber ​​Safe Mission: સાયબર ફ્રોડને ડામવા ગુજરાતનાં સીએમની નવી પહેલ

Cyber ​​Safe Mission: સાયબર ફ્રોડને ડામવા ગુજરાતનાં સીએમની નવી પહેલ

Bhupendra Patel launches Cyber ​​Safe Mission
Share Now

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે ગુજરાત પોલીસે અદ્યતન ટેકનોલોજી અને સાધનોનો મહત્તમ ઉપયોગ કરીને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓને ઉગતા જ ડામી દેવાની સજ્જતા કેળવી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુનો બને પછી તેની તપાસ કરવી અને ગુનેગારો સુધી પહોચવાની જગ્યાએ હવે નવા જમાના અને ટેકનોલોજીને અનુરૂપ કૌશલ્ય પોલીસ બેડાએ મેળવ્યું છે.

Bhupendra Patel launches Cyber ​​Safe Mission

સાયબર સેફ મિશન (Cyber ​​Safe Mission)

ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરાયેલી નવતર પહેલ સાયબર સેઇફ મિશનનો (Cyber ​​Safe Mission) પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે હવેનો યુગ મોબાઈલ અને ઈન્ટરનેટ તથા સાયબરનો યુગ છે. અને તેના વધતા વ્યાપ સાથે સાયબર ક્રાઇમ કરનારા લોકો પણ મોટા પ્રમાણમાં આવા ગુનાઓ કરી લોકોને છેતરવા, નાણાં હજમ કરી જવા જેવી પ્રવૃતિ આચરતા થયા છે, ત્યારે સમાજમાં આવા ગુનાઓ સામે જન જાગૃતિ જગાવવામાં આ સાયબર સેઇફ મિશન એક સક્ષમ માધ્યમ બનશે.

 

સાયબર સેફ મિશન (Cyber ​​Safe Mission) કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના ૪૦૦થી વધુ નાગરિકોના ખોવાયેલા અને ચોરી થયેલા મોબાઇલ મુખ્યમંત્રીએ સંબંધિત વ્યક્તિઓને પ્રતિક સુપ્રત કર્યા હતા. રાજ્યની મહિલાઓને સાયબર સુરક્ષા અંગે માર્ગદર્શન આપતું સાયબર સેફ ગર્લ પુસ્તકનું પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું.

Bhupendra Patel launches Cyber ​​Safe Mission

 

આ પ્રસંગે ગુજરાત પોલીસ દ્વારા શાળા-કોલેજના વિદ્યાર્થીઓમાં સાયબર હેકિંગ અને સાયબર ફ્રોડ અંગેની જાગૃતતા કેળવાય અને આ પ્રકારના ગુનાનો ભોગ બનતા વિદ્યાર્થીઓ અટકે તે માટે યોજાયેલ હેકાથોનના વિજેતા વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. લોકોને સાયબર ક્રાઈમનો ભોગ બનતા અટકાવવા માટે એક જન આંદોલન ઊભું કરવાની જરૂર છે, લોકો જેટલા વધુ માહિતગાર હશે એટલા જ સુરક્ષિત રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી,શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પણ આ અવસરે પ્રાસંગિક સંબોધન કર્યા હતા.

Bhupendra Patel launches Cyber ​​Safe Mission

રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા, મુકેશ ભાઈ પટેલ,અમદાવાદના મેયર કિરીટ ભાઈ,સ્ટેન્ડિંગ કમિટી અધ્યક્ષ હિતેશ ભાઈ બારોટ, શહેર પ્રમુખ અમિત ભાઈ શાહ તેમજ પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા,પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. 

જુઓ આ વિડીયો: Home MInister Harsh Sanghavi On India Crossing 100 Crore Vaccination

આ પણ વાંચો: સુરતમાં સન્માન સમારોહ કાર્યક્રમ દરમ્યાન ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તેમના પરિવારજનો થયા ભાવુક

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment