Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / May 17.
Homeન્યૂઝભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર જ વિધાનસભા ચૂંટણી લડ્યા જીત્યા અને CM પણ બન્યા

ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વાર જ વિધાનસભા ચૂંટણી લડ્યા જીત્યા અને CM પણ બન્યા

Bhupendra Patel
Share Now

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)એ ફરી છેલ્લે સુધી અસમંજસની સ્થિતિ જાળવી રાખતા ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)ને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવ્યા છે. માત્ર 12 ધોરણ પાસ ભૂપેન્દ્ર પટેલ કડવા પાટીદાર સમાજના અગ્રણી નેતા છે અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ (Anandiben Patel)ના અત્યંત વિશ્વાસુ ગણાઇ છે. જાણો કોણ છે ગુજરાતના નવી કમાન સોંપેલા સીએમ.

આ પણ વાંચો: ગુજરાતના CM બાદ હવે આ રાજ્યોના સીએમની વિદાય નક્કી!

  • ઘાટલોડિયા (Ghatlodiya)વિધાનસભા બેઠક પરથી 2017 માં સૌ પ્રથમ વખત ચૂંટણી લડ્યા હતા
  • પહેલી જ વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં 1,17,000 મતની જંગી સરસાઈથી જીત મેળવી હતી, જે ગુજરાતમાં ત્રીજા નંબરની સૌથી મોટી લીડ છે
  • ભૂપેન્દ્ર પટેલ 1999-2000, 2004-05 સુધી મેમનગર નગરપાલિકાના ચેરમેન પણ રહી ચુક્યા છે.
  • બાદમાં તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ રહી ચુક્યા છે.
  • ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel)પોતાના મત વિસ્તારમાં અને પાર્ટીના કાર્યકરોમાં ‘દાદા’ના હુલામણા નામથી ઓળખાય છે.
  • ભૂપેન્દ્ર પટેલે 2015-17 દરમિયાન ઔડાના ચેરમેનનો હોદ્દો પણ સંભાળી ચુક્યો છે.
  • 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલનો અભ્યાસ ધોરણ 12 પાસ સુધીનો જ છે.
  • વ્યવસાયે બિલ્ડર ભૂપેન્દ્ર પટેલ શીલજ વિસ્તાર ખાતે રહે છે.
  • ઔડાના ચેરમેન તરીકે પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી ચુક્યા છે.
  • 2017 પહેલાં આનંદીબેન ઘાટલોડિયા (Ghatlodiya)ના ધારાસભ્ય (MLA)હતા, જેમણે જતા-જતા તેમના વિશ્વાસુ ભૂપેન્દ્ર પટેલને ટિકિટ અપાવી હતી.
  • ભૂપેન્દ્ર પટેલ 2017માં વિધાનસભા ચૂંટણી (Assembly Election)લડ્યા તે સમયે ફાઈલ કરેલા એફિડેવિટ મુજબ રૂપિયા 20 કરોડની અસ્ક્યામતો ધરાવે છે.
  • ઔડાના ચેરમેન રહી ચૂકેલા ભૂપેન્દ્ર પટેલ વાહનોમાં કાર અને એક્ટિવા ટુ-વ્હીલરની માલિકી ધરાવે છે.

ગુજરાતના નવા સીએમ બન્યા ભૂપેન્દ્ર પટેલ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment