Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / August 12.
Homeન્યૂઝપરબત પટેલનો અશ્લીલ વિડીયો અંગે ભૂપેન્દ્રસિંહે કરી સપષ્ટતા, કહ્યું પરબતભાઇ શુદ્ધ ચરિત્ર ધરાવતા આગેવાન

પરબત પટેલનો અશ્લીલ વિડીયો અંગે ભૂપેન્દ્રસિંહે કરી સપષ્ટતા, કહ્યું પરબતભાઇ શુદ્ધ ચરિત્ર ધરાવતા આગેવાન

parbat patel,viral news,viral video,viral images,social media viral
Share Now

ભાજપ(BJP) નેતા અને બનાસકાંઠાના(BANASKANTHA) સાંસદ પરબત પટેલની(Parbat Patel)યુવતી સાથે અંગત પળો માણતી તસવીરો અને વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને હાલ ગુજરતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ(BHUPENDRASINH CHUDASMA) પરબત પટેલની વાયરલ તસ્વીરોને લઈને નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરબત પટેલની વાયરલ તસ્વીરોને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પરબત પટેલ જાહેર જીવનના  પ્રમાણિક નિષ્ઠાવાન અને શુદ્ધ ચરિત્ર ધરાવતા આગેવાન છે. પરબત પટેલને બદનામ તેમજ બ્લેકમેલ કરવાના ઇરાદાથી તેમની સાથે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. 

મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ: પરબત પટેલ

ભાજપ નેતા અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની(PARABAT PATEL) અંગત પળો માણતી તસવીરો અનેવિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે તેને લઈને પરબત પટેલે કહ્યું કે, આ વિડિયોમાં રહેલ યુવતીને હું ઓળખતો પણ નથી. મે  જીવનમાં ક્યારેય કોઈ ખોટું કામ કર્યું નથી. તેમણે કહ્યું કે આ વિડીયો દ્વારા મને બ્લેકમેલ તેમજ બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ અંગે હું કાયદેસર કાર્યવાહી  કરીશ. મારી તસ્વીરોને એડિટ કરીને ખોટી રીતે બતાવવામાં આવે છે. 

parbat patel,viral news,viral video,viral images,social media viral

આ પણ વાંચો:રાકેશ ટીકૈતે મજબૂત જમીન કાયદાનું સમર્થન કર્યું, કહ્યું ભાજપ સરકાર વેચી રહી છે જમીન

આઇટી એક્ટ હેઠળ નોંધાઈ ફરિયાદ 

પરબત પટેલની અંગત પળો માણતી તસવીરો અને વિડીયો હાલ સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ(SOCIAL MEDIA VIRAL VIDEO) થઈ રહ્યા છે. ત્યારે આ અંગે પરબત પટેલના પુત્ર શૈલેષ પટેલે બે વ્યક્તિઓ સામે આઇટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસ હાલ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, મારા પિતા વરોશોથી જાહેર જીવનમાં રહીને લોકોની સેવ કરી રહ્યા છે. ત્યારે તેમને બદનામ તેમજ બ્લેકમેલ કરીને પૈસા પડાવવાના ઇરાદાથી આ પ્રકારનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

મઘાભાઈ પટેલે સોશ્યલ મીડિયામાં શેર કરી હતી પોસ્ટ

થોડા દિવસ પહેલા બનાસકાંઠાના જિલ્લાના થરાદ(Tharad) તાલુકાના ભાચર ગામના મઘાભાઈ પટેલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરતાં ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલે કોઈ વ્યક્તિ અંગતપળો માણતો હોય તેવો એક ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કયો હતો. પોસ્ટમાં મઘાભાઈ પટેલે કહ્યું હતું કે, નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરલિયા મનાવતા રંગે હાથે ઝડપાયા છે. નેતાજીનો વિડીયો 15 ઓગસ્ટના દિવસે અપલોડ કરીશ.

parbat patel,viral news,viral video,viral images,social media viral

1મિનિટનો વિડીયો કરશે વાયરલ

મઘાભાઈ પટેલે પોસ્ટમાં લખ્યું હતું કે, નેતાજીની અંગત પળોનો આ વિડીયો 4.6 મીનીટનો છે. અને તેમાંથી 1 મીનીટનો વિડિયો વાયરલ કરવામાં આવશે. મઘાભાઈ પટેલે પોસ્ટમાં જણાવ્યું છે કે, 15 ઓગસ્ટ ના દિવસે 12:39 કલાકે નેતાજીનો રંગરેલીયા મનાવતો વિડિયો સોસીયલ મીડીયા ના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. જોકે મઘાભાઈ પટેલે તેમની પોસ્ટમાં કઇ વ્યક્તિનો વિડીયો છે તે અંગે કોઈ સ્પષ્ટતા ન કરતાં માત્ર નેતાજી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

ભાજપ નેતા અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની(Parbat Patel)યુવતી સાથે અંગત પળો માણતી તસવીરો અને વિડીયો સોશ્યલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યા છે. જેને લઈને હાલ ગુજરતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે હવે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરબત પટેલની વાયરલ તસ્વીરોને લઈને નિવેદન આપ્યું છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પરબત પટેલની વાયરલ તસ્વીરોને લઈને પ્રતિક્રિયા આપતા કહ્યું કે, પરબત પટેલ જાહેર જીવનના  પ્રમાણિક નિષ્ઠાવાન અને શુદ્ધ ચરિત્ર ધરાવતા આગેવાન છે. પરબત પટેલને બદનામ તેમજ બ્લેકમેલ કરવાના ઇરાદાથી તેમની સાથે આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે. 

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment