ગાંધી જયંતી નિમિતે અવનવી જગ્યાઓ પર ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જન જાગૃતિ માટે ક્યાંક વ્યસન મુક્તિ તો ક્યાંક સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ નિમિતે સરકાર દ્વારા 2 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર સુધી સમગ્ર રાજ્યમાં નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગ રુપે જામનગરના ટાઉન હોલ ખાતે નશાબંધી સપ્તાહના ઉદ્ધાટન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં જામનગર સાયક્લિંગ ક્લબ (Bicycle Rally) અને નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની માળા અર્પણ કરી હતી. આ પ્રકારે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.
Bicycle Rally કાર્યક્રમની શરૂઆત
કાર્યક્રમની શરુઆતને આગળ વધારતા મહેમાનોને બુકે આપીને સ્વાગત કર્યું હતુ. ત્યાં હાજર મહેમાનોએ સૌ કોઈને નશાબંધી સપ્તાહને સફળતા મળે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. ગુજરાતના નવયુવાનોને વ્યસનથી દૂર રહેવા માટે અપીલ કરી હતી. જામનગર સાયક્લિંગ ક્લબ અને ગાયત્રી શક્તિપીઠ પરિવાર દ્વારા સાયકલ રૈલી તેમજ વ્યસન મુક્તી રથને લીલો ઝંડો બતાવી પ્રસ્થાન કરાવ્યું હતુ.
આ સાયકલ રેલી(Bicycle Rally)માં વ્યસન મુક્તિના પ્લેબોર્ડ સાથે શહેરના લાલ બંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, એસ.ટી.ડેપો, જોલી બંગલા રોડ અને મુખ્ય માર્ગ પર નશાબંધીના સૂત્રો સાથે રેલી કાઢી હતી.
આ પણ વાંચોઃ- Vadodara: ચિત્રકારે મીઠામાંથી ગાંધીજીના ચિત્રો તૈયાર કરી અનોખી રીતે શ્રદ્ધાંજલિ પાઠવી
આ કાર્યક્રમનું આયોજન નશાબંધી અને આબકારી અધિક્ષક તેમજ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતુ. આ સપ્તાહ દરમિયાન વિવિધ લોકજાગૃતિના કાર્યક્રમો ગ્રામીણ વિસ્તારો સુધી કરી હતી અને નશામાંથી કઈ રીતે બહાર આવી શકાય? તે માટેના પ્રયાસો પણ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4