Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝParalympic: પેરાલિમ્પિક મેડલ વિજેતા માટે રાજ્ય સરકારોએ કરી મોટી જાહેરાત

Paralympic: પેરાલિમ્પિક મેડલ વિજેતા માટે રાજ્ય સરકારોએ કરી મોટી જાહેરાત

Paralympic
Share Now

ભારતના પેરા એથ્લેટ્સે ટોક્યોમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે. ટોક્યો પેરાલિમ્પિક (Paralympic)ના છઠ્ઠા દિવસે ભારતીય એથ્લેટ્સે પાંચ મેડલ સહિત કુલ આઠ મેડલ નામે કર્યા હતા. પેરાલિમ્પિક (Paralympic)ના છઠ્ઠા દિવસની જો વાત કરીએ તો અહીંથી મેડલની શરૂઆત થઇ હતી શૂટર અવનિ લખેરાએ શૂટિંગમાં ગોલ્ડ બાદ દેવેન્દ્ર ઝાઝડિયા અને સુન્દર સિંહ ગુર્જરે જ્વેલિનમાં સિલ્વર અને બ્રોન્ઝ જીત્યો હતો. આ સિવાય યોગેશ કશુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો માં સિલ્વર મેડલ નામે કર્યો હતો. દિવસ ખતમ થતા થતા ભારતના સુમિત અંતિલે જ્વેલિનમાં એક અને ગોલ્ડ અપાવ્યો હતો.

ઇનામી રકમની જાહેરાત

આ તમામ પ્લેયરોને દેશમાંથી અભિનંદન મળી રહ્યા છે. આ સાથે તે રાજ્યો જ્યાંથી આ ખેલાડીઓ આવી રહ્યા છે તેણે આ ખેલાડીઓ માટે ઇનામની રકમ જાહેર કરી છે. રાજસ્થાન સરકારે (Rajasthan Government)તેમના રાજ્યના પ્લેયર અવની લખેરા, દેવેન્દ્ર ઝાઝરીયા અને સુંદર સિંહ ગુર્જરને ઇનામી રકમ (Money Prize)આપવાની જાહેરાત કરી છે.

આ સરકારે પણ ઇનામી રકમ જાહેર કરી

રાજસ્થાન ઉપરાંત હરિયાણા સરકારે પણ તેમના રાજ્યના પ્લેયરો સુમિત અને યોગેશ માટે ઈનામી જાહેરાત કરી છે. આ બે રાજ્યો ઉપરાંત ગુજરાત સરકારે પણ ટેબલ-ટેનિસમાં સિલ્વર મેડલ જીતનાર ભાવના પટેલને ઇનામી રકમ જાહેર કરી છે.

આ પણ વાંચો: Paralympics : ગુજરાતી ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો

રાજસ્થાન (Rajasthan)ના મુખ્યમંત્રી અશોક ગેહલોતે અવનીને 3 કરોડ, ઝાઝારિયાને 2 કરોડ અને ગુર્જરને 1 કરોડની જાહેરાત કરતા લખ્યું કે, રાજ્યની અવની લેખારાને ટોક્યો પેરાલિમ્પિક્સ (Paralympics)માં ગોલ્ડ જીતવા માટે 3 કરોડ, દેવેન્દ્ર ઝાઝરિયાને સિલ્વર જીતવા બદલ 2 કરોડ અને સુંદર સિંહ ગુર્જરને બ્રોન્ઝ જીતવા બદલ 1 કરોડ રૂપિયા આપવામાં આવશે.

આ સરકારે ખેલાડીઓને સરકારી નોકરી પણ આપી છે

ગેહલોતે અન્ય એક ટ્વિટમાં જાહેરાત કરી હતી કે, રાજસ્થાન સરકારે (Rajasthan Government)પહેલા જ વન વિભાગમાં ત્રણેય રમતવીરોને નોકરી આપી દીધી છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, ત્રણેય ખેલાડીઓને રાજ્ય સરકારના વન વિભાગમાં પહેલેથી જ એસીએફ (ACF)તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ખેલાડી (Player)ઓએ મેડલ જીતીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે, અમને તેમના પર ખૂબ ગર્વ છે.

ગોલ્ડ મેડલ વિજેતાને 6 કરોડ

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે સોનીપતના ગોલ્ડ મેડલ વિજેતા સુમિત અંતિલને 6 કરોડ રૂપિયા અને બહાદુરગઢના સિલ્વર મેડલ વિજેતા યોગેશ કથુનિયાને 4 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે. આ સાથે, બંને પ્લેયરોને સરકારી નોકરી (Government Job)ઓ પણ આપવામાં આવશે.

ગુજરાત સરકારે પણ ઇનામી રકમની જાહેરાત કરી

હરિયાણા ઉપરાંત ગુજરાત સરકારે મહેસાણાના ભાવિના પટેલ (Bhavina Patel)ને ગુજરાતમાં 3 કરોડની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરી છે. ગુજરાત સરકારે ટ્વિટ કરીને લખ્યું કે, CM વિજય રૂપાણીએ ‘દિવ્યાંગ ખેલ રત્ન પ્રોત્સાહન પુરસ્કાર યોજના’ અંતર્ગત ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચનાર મહેસાણાના પેરા-પેડલર ભાવિના પટેલને 3 કરોડ રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

આ ખેલાડીઓ કેવી રીતે મેડલ જીત્યા

જયપુરની અવનીએ 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જેણે ભારતને ટોક્યો પેરાલિમ્પિક્સ (Tokyo Paralympics)માં પ્રથમ ગોલ્ડ અપાવ્યો હતો. આ સાથે, તે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક્સ (Paralympics)માં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા પણ બની. અવનીએ ફાઇનલમાં 249.6 પોઇન્ટ મેળવીને પેરાલિમ્પિક્સનો નવો રેકોર્ડ બનાવ્યો અને વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી.

ઝાઝરીયા અને ગુર્જર પણ સારુ રમ્યા હતા. ઝાઝરિયાએ 64.53 મીટરના અંતરે બરછી ફેંક સાથે ત્રીજો પેરાલિમ્પિક્સ મેડલ જીત્યો. આ પહેલા તેણે 2004 એથેન્સ અને 2016 રિયોમાં ગોલ્ડ મેડલ (Medal)જીત્યા છે. તેણે 64.53 મીટર ફેંકીને તેના વિશ્વ અને પેરાલિમ્પિક્સના રેકોર્ડમાં પણ સુધારો કર્યો. ઝાઝરિયાની સાથે ગુર્જરે પણ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. ગુર્જરે 64.01 મીટર સુધી જેવેલિન થ્રો બ્રોન્ઝ જીત્યો છે.

સુમિત એન્ટિલે બરછી ફેંકવાની F64 ઇવેન્ટમાં 68.55 મીટરનો થ્રો કરી વર્લ્ડ રેકોર્ડ બનવી ગોલ્ડ મેડલ જીત્યો. બીજી તરફ યોગેશ કથુનિયાએ ડિસ્કસ થ્રોમાં 44.38 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. ભાવિના પટેલે 29 ઓગસ્ટ રવિવારે ટેબલ ટેનિસ (Table Tennis)માં સિલ્વર મેડલ જીત્યો હતો.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

 

No comments

leave a comment