બોલિવૂડ સિનેમાના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો જન્મદિવસ (Big B Birthday) 11 ઓક્ટોબર 1942એ પ્રખ્યાત કવિ અને લેખક ડો. હરિવંશ રાય બચ્ચનના ઘરે થયો હતો. અમિતાભ બચ્ચનને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમના ચાહનારા ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાભરમાં છે. અમિતાભ બચ્ચનની એક્ટિંગના દીવાના તમામ જનરેશનના લોકો છે. બોલિવૂડ સિનેમામાં પગ મૂકતા પહેલા પોતાની ઓળખ બનાવવા માટે ખૂબ સંઘર્ષ કરવુ પડ્યુ હતુ.
Big B Birthday નિમિતે જાણો તેમની ફિલ્મી કરિયર
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનની (Big B Birthday) કરિયરને 5 દાયકા થઈ ગયા છે. ઈન્ડસ્ટ્રીમાં ઘણા ઓછા એવા કલાકાર હશે જેમણે 5 દાયકા સુધી સિનેમામાં કામ કર્યુ હોય. બિગ બી બોલિવૂડના સૌથી મોટા એક્ટર તરીકે ઓળખાય છે. તેના પાછળ ફક્ત દમદાર પર્સનાલિટી નથી. પોતાના અભિનયના ટેલેન્ટથી પર બિગ બીએ બધાને વારંવાર અચંબામાં મૂક્યા છે. એક્ટરે ઘણી બઘી ફિલ્મોમાં ડબલ રોલ પ્લે કર્યા છે. તેઓએ 10થી પર વધારે ફિલ્મોમાં ડબલ રોલ પ્લે કરતા જોવા મળ્યા છે. આ ઉપલબ્ધિ પણ ઘણી મોટી છે. આવો જાણીએ એક્ટરની આ 10 ફિલ્મો વિશે જેમાં તેમણે ડબલ રોલ પ્લે કર્યા છે.
BiG B’s Double Chracter
આખરી રાસ્તા
અમિતાભ બચ્ચને ઘણી બધી ફિલ્મોમાં ડબલ રોલ પ્લે કર્યા છે. તેમાંથી મહત્તમ પાત્રો 80 ના દાયકામાં પ્લે કર્યા છે. 1986માં આવેલી ફિલ્મ ‘આખરી રાસ્તા’માં અમિતાભે ડબલ રોલ પ્લે કર્યા હતા. ફિલ્મમાં તેમના ઓપોઝિટ શ્રીદેવી અને જયા પ્રધા જોવા મળ્યા હતા. ફિલ્મની વાર્તા ફેન્સને ખૂબ પસંદ આવી હતી.
દેશ પ્રેમી
1982માં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘દેશ પ્રેમી’ રિલીઝ થઈ હતી. આ એ સમય હતો જ્યારે બિગ બી બોલિવૂડમાં ઘણી એક્શન ફિલ્મોમાં કામ કરી ચૂક્યા હતા અને તેમણે પોતાના રોલ્સની સાથે એક્સપરિમેન્ટ કરવાનું શરૂ કર્યુ હતુ. જોકે, તેમની એન્ગ્રી યંગ મેન ની ઈમેજ તેમના પાત્રોમાં પણ જોવા મળતી હતી. દેશ પ્રેમીમાં અમિતાભે એક વૃદ્ધનું પાત્ર ભજવ્યુ હતુ જે એક ફ્રીડમ ફાઈટર હોય છે. ફિલ્મમાં તેમના ઓપોઝિટ હેમા માલિની હતી.
સૂર્યવંશમ
અમિતાભની આ મૂવી વર્ષ 1999માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ તે સમયે સિલ્વર સ્ક્રિન પર તો વધારે ચાલી નહોતી પણ ટેલીવિઝન પર આવી ત્યારે ઘણા બધા લોકોએ આ ફિલ્મને ખૂબ સરાહના આપી. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ડબલ રોલમાં જોવા મળ્યા હતા.
તૂફાન
1989માં બિગ બીની ફિલ્મ તૂફાન રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બિગ બીનું જબરજસ્ત એક્શન જોવા મળ્યું હતુ. જોકે, આ ફિલ્મ સિલ્વર સ્ક્રિન પર ફેન્સને ખૂબ ઈમ્પ્રેસ નહોતી કરી શકી. ફિલ્મમાં બિગ બી ડબલ રોલમાં જોવા મળ્યા હતા.
સત્તે પે સત્તા
સત્તે પે સત્તા ફિલ્મ આજે પણ જ્યારે ટીવી પર આવે છે ત્યારે ફેન્સ ટીવીની સામે ચિપકીને જ બેસી જાય છે. આ ફિલ્મ 1982માં રિલીઝ થઈ હતી. ફિલ્મની સ્ટોરીમાં ઘણું સસ્પેન્સ હતુ. સાથે જ તેની મલ્ટિકાસ્ટિંગે પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતુ.
મહાન
અમિતાભ બચ્ચનની ફિલ્મ મહાન પણ જ્યારે 1983માં રિલીઝ થઈ હતી ત્યારે ખૂબ ચર્ચામાં રહી હતી. ફિલ્મમા બિગ બીએ
ટ્રિપલ રોલ પ્લે કર્યા હતા. તેઓ અલગ-અલગ લુક્સમાં જોવા મળ્યા હતા અને બિગ બીના ફેન્સને તેમની આ ફિલ્મ ખૂબ ગમી હતી.
આ પણ વાંચોઃ- Aryan Khan ની જામીનનો NCB કરશે વિરોધ, કિંગ ખાનના ડ્રાઇવર પાસેથી મળી મહત્વની માહિતી
લાલ બાદશાહ
અમિતાભ બચ્ચનની આ ફિલ્મ 1999માં રિલીઝ થઈ હતી ફિલ્મે બોક્સ ઓફિસ પર તો હિટ નહોતી રહી. પરંતુ લોકોને આ ફિલ્મ ખૂબ પસંદ પડી હતી. તેના પાછળનું મુખ્ય કારણ હતુ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો ડબલ રોલ, સસ્પેન્સિવ કેરેક્ટર અને યૂનિક અંદાજ. અમિતાભે આ ફિલ્મમાં પોતાન એક્ટિંગનો એક સરસ નમૂનો પેશ કર્યો હતો.
બડે મિયા છોટે મિયા
બડે મિયા છોટે મિયા ફિલ્મ 1998માં રિલીઝ થઈ હતી. ફિલ્મમાં બિગ બીની જોડી ગોવિંદા સાથે જોવા મળી હતી. આ ફિલ્મ ફેન્સને ખૂબ ગમી હતી કેમકે તેમાં ઈન્ડસ્ટ્રીના બે મોટા સુપરસ્ટાર એકસાથે જોવા મળ્યા હતા.
હમ
બિગ બીની ફિલ્મ ‘હમ’ 1991માં આવી હતી. આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી અને તેમાંથી ઈન્ડસ્ટ્રીના 3 સુપરસ્ટાર એક સાથે જોવા મળ્યા હતા. ફેન્સ માટે આ ફિલ્મ કોઈ ટ્રીટથી ઓછી નહોતી અને આ ફિલ્મના ગીતો પણ સુપરહિટ રહ્યાં હતા. ફિલ્મમાં બિગ બીની સાથે ગોવિંદા અને રજનીકાંત જોવા મળ્યા હતા
ખુદા ગવાહ
અમિતાભની (Big B Birthday) આ ફિલ્મ 1992માં રિલીઝ થઈ હતી. તેમાં કેટલાક પાર્ટ્સનું શૂટિંગ અફઘાનિસ્તાનમાં પણ થઈ હતી. આ ફિલ્મમાં બિગ બીનો ડબલ રોલ હતો. ફિલ્મને ક્રિટિકલી કોર્મશિયલી સક્સેસફુલ માનવામાં આવે છે. ફિલ્મને 3 ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યા હતા. તેમાં બિગ બી શ્રીદેવીના ઓપોઝિટ જોવા મળ્યા હતા. તેમાં સાઉથના સુપરસ્ટાર નાગાર્જૂન પણ હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4