ગુજરાત ડ્રગ્સની(drugs)નગરી બની રહી છે ગુજરાતમાં રોજ ક્યાંકને ક્યાંક ડ્રગ્સ વેચાઈ રહ્યુ છે. સુરતમાં તાજેતરમાં જ 5.85 લાખનું એમડી ડ્રગ્સ ઝડપાયુ હતું. ત્યારે એમડી ડ્રગ્સ કેસમાં વધુ એક આરોપીને ઝડપી લીધો છે. 5.85 લાખના ડ્રગ્સ(drugs) સાથે રાજસ્થાની પેડલર ઝડપાયા બાદ તે જેને ડ્રગ્સ આપવા આવ્યો હતો તે જૈમીન સવાણી પણ ઝડપાયો હોવાની વાત સામે આવી છે. એટલુ જ નહિ, સુરતમાં ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી પણ પકડાઈ ગઇ છે.નિયોલ ચેક પોસ્ટ પાસે 58.530 ગ્રામના એમડી ડ્રગ્સ સાથે પ્રવીણ બિશનોઈ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.એસ.ઓ.જી. અને પુણા પોલીસની સંયુક્ત કામગીરી સાથે કરાઈ હતી .
સુરતમાં ઝડપાયેલા 5.85 લાખના ડ્રગ્સ(drugs) કેસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યાં છે.પોલીસે જૈમીન સવાણીની સાથે સાથે તેણે ડ્રગ્સ બનાવવા માટે શરૂ કરેલી લેબોરેટરી અને તેના સેટ અપ સહિતનો સામાન ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે. જેમાં ડ્રગ બનાવવાનો 22 કિલો 500 ગ્રામ કાચો માલ અને બે કેમિકલ મળી આવ્યો છે. તો સાથે જ લેબોરેટરીમાંથી અનેક ઉપકરણો પણ મળી આવ્યા છે.આરોપીની ધરપકડ.9 નવેમ્બરે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.અને પૂછપરછ દરમ્યાન આરોપીની મોટી કબૂલાત કરવામાં આવી છે.
આરોપીએ પોલીસ સામે કરી કબૂલાત
આરોપીએ પોલીસ સામે કરી કબૂલાત કરવામાં આવી છે.જેમાં તેણે ડ્રગ્સની(drugs) લત લાગતા રાજસ્થાનથી ડ્રગ્સ મંગાવતો હતો.અને ચોરીછૂપીથી વેચાણ પણ કરતો હતો.તો તેણે એમ પણ જણાવ્યું કે એમડી ડ્રગ્સ જાતે બનાવવાનો વિચાર આવતા તેણે યુ ટ્યુબ પર એમડી ડ્રગ્સ બનાવવાના વિડીયો જોયો હતો.જરૂરી રો મટીરીયલ અને લેબોરેટરીના સાધનો મંગાવી એમડી ડ્રગ્સ બનાવવાની લેબોરેટરી જાતે જ ઉભી કરી હતી. સરથાણા વિસ્તારમાં જ આવેલા એપાર્ટમેન્ટમાં એમ.ડી. ડ્રગ્સ (drugs)બનાવવાની લેબોરેટરી ચાલુ કરી હતી.
આ પણ વાંચો :ભાવનગરનું તાળું “મુબારક મકબરો” હું નિષ્ઠાવાન ચોકીદાર!
પોલીસે કેમિકલ, ડ્રમ, બોટલ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો
આ દિશાની તપાસમાં જૈમીનના ખતરનાક ઇરાદા અને તે માટે કરાયેલી તૈયારીનો પર્દાફાશ થયો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ઉપયોગમાં લેવા મંગાવાયેલા ડ્રગ્સ પૈકી કેટલોક હિસ્સો વેચતાં સવાણીની સારા રૂપિયા મળ્યા હતા. તેના ઉપરથી તેણે જાતે જ ડ્રગ્સ(drugs) બનાવી વેચવાનો પ્લાન બનાવ્યો હતો. આ માટે તેણે ઈન્ટરનેટ તથા અન્ય માધ્યમોથી માહિતી એકઠી કરી હતી. ડ્રગ્સ બનાવવા માટે રો મટ્રિયલ્સ હાથવગું કરવા માંડ્યું હતું.
સવાણીએ ડ્રગ્સ ની ફેક્ટરી માટે સરથાણા રોડ ઉપરના રાજવી શોપિંગ કોમ્પલેક્ષમાં દુકાન પણ ભાડે લીધી હતી. આ સ્થળે ડ્રગ્સ બનાવવાની શરૂઆત કરે એ પહેલા તેનો પેડલર પોલીસના હથ્થે ચઢી ગયો હતો.પોલીસ જૈમીન સુધી પહોંચી જતા તે ફેક્ટરી ચાલુ કરી શક્યો ન હતો.એસઓજીની ટીમે જૈમીન દ્વારા ભાડે લેવામાં આવેલી દુકાનમાં દરોડો પાડી રો મટીરીયલ્સ કબજે લીધું હતું. સવાણીએ ભાડે રાખી એ દુકાનમાં પહેલા મહેંદી કલાસ ચાલતાં હતાં. ડ્રગ્સ(drugs) મામલે કોઈને શંકા ના પડે એ માટે તેણે મહેંદી કલાસના બોર્ડ હટાવ્યા ના હતાં.રાજસ્થાની ડ્રગ્સ પેડલર ઝડપાયા બાદ પોલીસની રડારમાં આવેલા જૈમીન સવાણીની તપાસમાં તે પોતે આ ડ્રગ્સ ફેક્ટરી શરુ કરવા તૈયારી કરી ચૂક્યો હોવાનો પર્દાફાશ થયો છે.
જૈમીનની લેબોરેટરીમાંથી શુ શુ કબજે કરાયું છે
પોલીસ (POLICE)દ્વારા તપાસ કરાતા જૈમીનની લેબોરેટરીમાંથી મોનોરીઇલ અન રૅડીકલ પાઉડર 500 ગ્રામ, METHANOL MO151 લિક્વિડ – 1.75 લિટર, P-BENZOQUINONE FOR SYNTHESIS કેમીકલ પાવડર 200 ગ્રામ સાથે કાચના નાના-મોટા બિકાર નંગ-3, કાચના અલગ અલગ આકારના ફ્લાસ નંગ-2, કાચના એડોપ્ટર નંગ-1, કાચની કસનળી ૯-1, કાચના કનેક્ટર નંગ-3, કાચની ગરણી નંગ-1,અને ઈલેક્ટ્રીક સગડી-1, ઈલેક્ટ્રીક મોટર -1, ઇલેક્ટ્રીક વજન કાંટો. આ ઉપરાંત ચીપીયો, હોલ્ડર, સપોર્ટર, નોઝલ, ક્લેઇમ કાચના બૂથ પણ કબજે કરવામાં આવ્યો છે.
Android: http://bit.ly/3ajxBk4