Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / May 16.
Homeએન્ટરટેઈન્મેન્ટબિગ બોસ-15માં શિવાંગી જોષી અને મોહસિન ખાનને શો માં ભાગ લેવા માટે મળી 4 કરોડની ઓફર?

બિગ બોસ-15માં શિવાંગી જોષી અને મોહસિન ખાનને શો માં ભાગ લેવા માટે મળી 4 કરોડની ઓફર?

mohsin-shivangi
Share Now

ટેલીવિઝનનો સૌથી મોટો વિવાદાસ્પદ શો બિગ બોસ-15 શરૂ થવાની તૈયારીઓ મોટા પાયે ચાલી રહી છે. બિગ બોસ શોને સલમાન ખાન હોસ્ટ કરે છે. બિગ બોસ શો માં ભાગ લેવા માટે સેલિબ્રિટિના સંપર્ક કરવાનું શરૂ થઈ ગયું છે. આ વચ્ચે મહત્વના સમાચાર સામે આવ્યા છે કે, શિવાંગી જોષી અને મોહસિન ખાનની પ્રખ્યાત સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ની સફર ટુંક જ સમયમાં પૂર્ણ થવાની છે. આ ચર્ચાઓ વચ્ચે એ સમાચાર પણ સામે આવ્યા છે, કે આ પ્રસિદ્ધ જોડીને તેમની સીરીયલ પુરી થવાની પહેલા જ બીજા શોની ઓફર આવવાની શરૂ થઈ ગઈ છે.

mohsin and shivangi

સૂત્રોના જણાવ્યા અનુસાર આ જોડીને સલમાન ખાનના રિયલિટી શો બિગ બોસ-15માં ભાગ લેવા માટે સંપર્ક કરવામાં આવી રહ્યો છે, જે આવતા મહિને પ્રસારિત થવાની શક્યતા છે.

આ પણ વાંચો : પાતાળમાંથી નીકળે છે પાતાળિયા દેડકા,આ પીળા રંગના દેડકા પાછળ કારણ શું ?

શિવાંગી જોષી અને મોહસિન ખાન ટેલીવિઝનની સૌથી લોકપ્રિય જોડીમાંથી એક જોડી છે. દર્શકોને પણ આ જોડી ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ જોડીનું ટીવી અને સોશિયલ મીડિયા પર પણ મોટા પ્રમાણમાં ફેન ફોલોવિંગ છે.

shivangi and mohsin

આ જોડીની લોકપ્રિયતાને જોતા જ બિગ બોસના નિર્માતા તેમણે બિગ બોસમાં સામેલ કરવા માંગે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ જોડીને બિગ બોસ શોમાં આવવા માટે 4 કરોડ રૂપિયાની મોટી ઓફર કરવામાં આવી છે. જોકે હજુ સુધી સત્તાવાર સીતે આ વાતની સ્પષ્ટતા કરવામાં આવી નથી. શિવાંગી અને મોહસિન 2016માં ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ સીરિયલમાં જોડાયા હતા, અને થોડા જ સમયમાં બંન્નેએ અપાર લોકપ્રિયતા મેળવી લીધી હતી. તેમની લોકપ્રિયતાના કારણે જ આ જોડીને ટેલીવિઝનની પ્રખ્યાત જોડીઓમાંથી એક જોડી માનવામાં આવે છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment