પ્રેમને લઇને અનેક ચોંકાવનારા કિસ્સાઓ સામે આવતા હોય છે. જેમાં ઘણીવાર લગ્ન બાદ પણ પ્રેમ થવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો બિહારથી સામે આવ્યો છે. બિહારના જમુઇમાં લગ્ન જીવન શરૂ કર્યાના આશરે 2 વર્ષ બાદ પ્રેમી સામે આવ્યો છે. આ સમગ્ર મામલે પતિને જાણ થઇ તો તેણે જે કર્યુ તે જાણીને તમને નવાઇ લાગશે. આ સમગ્ર મામલો જાણવા વાંચો આ કહાની આગળ.
Married બાદ પતિ પત્ની એક સાથે કામ કરતા હતા
બિહારના બલથર ગામના વિકાસના લગ્ન બે વર્ષ પહેલા શિવાની સાથે થયા હતા. વિકાસ બેંગ્લોરમાં કામ કરે છે. જ્યાં તેની પત્ની પણ સાથે કામ કરતી હતી. તે જ સમયે ગામનો જ એક સગીર પણ ત્યાં કામ કરતો હતો. તે દરમિયાન આ સગીર યુવક અને શિવાની વચ્ચે નજદીકી વધતા બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. દરમિયાનમાં બંને એકબીજાને મળતા પણ હતા.
એક દિવસ ઝડપાઇ ગયા
આ પ્રેમ પ્રકરણ શરૂ થયા બાદ શિવાની પતિ સાથે દુ:ખી દુ:ખી રહેવા લાગી હતી અને પતિને પણ એ વાતનો અહેસાસ થવા લાગ્યો હતો. બાદમાં એક દિવસ એવો આવ્યો કે સગીર સાથે પત્ની હોય તેવી તસવીર પતિને મળી આવી. આ અંગે પતિને શંકા જતા તેને મામલા સુધી પહોંચવા માટેના પ્રયાસ શરૂ કર્યા. એક દિવસ તો બંને ઝડપાઇ ગયા, ત્યારે પતિએ શિવાનીને આ અંગે પુછતા જ પત્ની ભાંગી પડી અને તમામ હકીકત જણાવી હતી.
આ પણ વાંચો: પરિણીતાએ પ્રથમ મેરેજ એનિવર્સરીના દિવસે જ કર્યુ એવુ કે…
પત્ની આપઘાતની હઠે ચઢી
વિકાસને આ મામલે જાણ થયા બાદ શિવાની આપઘાતની હઠે ચઢી. ત્યારબાદ વિકાસે બંનેને એક કરવાનું નક્કી કરી લીધું અને સગીર પ્રેમીને બોલાવ્યો. બાદમાં બંનેને સાથે બેસાડી વાતચીત કરી અને લગ્ન કરાવી દીધા. તે દરમિયાન તેણે લગ્નનો વીડિયો પણ બનાવ્યો, જેથી બાદમાં તેને કોઇ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ સમગ્ર બાદ શિવાનીના લગ્ન તેના પ્રેમી સાથે થયા તો તે ખુશીથી ઝુમી ઉઠી હતી. વીડિયોમાં તેણીએ પોતાની મરજીથી પ્રેમી સાથે લગ્ન કર્યાની કબુલાત પણ કરી છે. હાલમાં બંને એક સાથે રહે છે.
વિકાસે આ બીજા Married હતા
ઉલ્લેખનિય છે કે, વિકાસના આ બીજા લગ્ન હતા. તેની પ્રથમ પત્ની કોઇ બિમારીથી મૃત્યુ પામ્યા બાદ વિકાસે ફરીથી લગ્ન કર્યા હતા. ત્યારબાદ બીજા લગ્નની કહાનીને જાણ્યા બાદ પત્નીને પ્રેમી સાથે મેળવવાનું નક્કી કરી લીધું. પોતાની હાજરીમાં તેણે ગત્ત 25 ડિસેમ્બરના રોજ પત્નીના લગ્ન કરાવ્યા હતા અને પત્નીને તેના પ્રેમી સાથે ખુશી ખુશી વિદાય આપી હતી.
Android: http://bit.ly/3ajxBk4