બિહારના મોતિહારીમાં 22 લોકો ડૂબ્યા. સિકરહના નદીમાં (Boat) નાવમાં જતા 22 લોકો ડૂબ્યા છે. સ્થાનિક લોકોને નદીમાંથી 6 વ્યક્તિઓની લાશ મળી છે. બાકીના ડૂબેલા વ્યક્તિઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
મળતી માહીતી મુજબ આ દુર્ઘટના શિકારગંજના ગોઢિયા ગામમાં થઈ છે. જેમાં હોડી (Boat) પલટી જવાથી 22 લોકો ડૂબ્યા છે. હાલમાં ડૂબેલા લોકોમાંથી છ લોકોનાં શબ મળી આવ્યા છે જ્યારે બાકીના લોકોને શોધવા માટે રેસ્ક્યૂ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. દુર્ઘટના જિલ્લાના શિકારગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ગોઢિયા ગામની પાસે ઘટી છે. અધિકારી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. રેસ્ક્યૂ ટીમ બચાવકાર્ય કરી રહી છે. સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્થાનિકોના મતે હોડીમાં 20થી 25 લોકો સવાર હતા. ગોઢીયા ગામ નજીક હોડી ઊંધી વળી ગઈ હતી.
જાણકારી અનુસાર બોટમાં સવાર તમામ લોકો પોતાના પશુઓ માટે ઘાસચારો લેવા માટે જઈ રહ્યા હતા. આવા સમયે બોટ ડૂબી જતાં મોટી દુર્ઘટના થઈ છે. ભારે સંખ્યામાં લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પોલીસે તરવૈયાઓને નદીમાં ઉતારી દીધા છે તથા લોકોને કાઢવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ડૂબી ગયેલા લોકોનાં ખૂબ જ ખરાબ હાલ છે, મહિલાઓનાં હૈયાફાટ રૂદનથી આખો વિસ્તાર ગમગીન બન્યો છે.
આ પણ વાંચો : બનાસકાંઠામાં ધોધમાર વરસાદ, 5 ઈંચથી વધુ વરસાદ થતા દુકાન-મકાનોમાં પાણી ઘુસ્યા
બે મહિના પહેલા ડુમરિયાઘાટ વિસ્તારમાં સરોતર તળાવમાં પણ એક નાવ પલટી હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. જ્યારે તે (Boat) હોડીમાં પણ એક ડઝન કરતાં વધુ લોકો સવાર હતા અને બાકીના લોકો તરીને બહાર આવી ગયા હતાં. પરંતુ મૃતક બબૂલ સહની પાણીમાં ફસાઈ ગયો હતો અને ડૂબી ગયો હતો.
આ પણ વાંચો : સુરતમાં ન્હાવા પડેલો યુવક પાણીમાં ગરક, 22 વર્ષના યુવકના મોતથી પરિવારમાં શોક
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4