Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeભક્તિBindu Sarovar માતૃ શ્રાદ્ધ માટેે પ્રખ્યાત છે, ઘણાં દિગ્ગજો શ્રાદ્ધ માટે અહીં આવી ચૂક્યા છે

Bindu Sarovar માતૃ શ્રાદ્ધ માટેે પ્રખ્યાત છે, ઘણાં દિગ્ગજો શ્રાદ્ધ માટે અહીં આવી ચૂક્યા છે

Bindu Sarovar
Share Now

અર્પણ, તર્પણ અને સમર્પણ એટલે માતૃ શ્રાદ્ધ. તર્પણથી તૃપ્તિ અને માતૃઓની મુક્તિ માટે સમગ્ર ભારતમાં એક જ સ્થળ છે. અને તે સ્થળ છે બિંદુ સરોવર(Bindu Sarovar). તેત્રીસ કરોડ દેવતાનું મોસાળ અને ઐતિહાસિક નગરી એટલે સિદ્ધપુર. આ માટે તો સિદ્ધપુર વખણાય જ છે. પરંતુ માતૃશ્રાદ્ધ માટે વિશ્વની સૌથી પ્રસિદ્ધ જગ્યા છે સિદ્ધપુર.

Bindu Sarovar ની પૌરાણિક કથા 

એક પૌરાણિક કથા અનુસાર હજારો વર્ષ પહેલા મહર્ષિ કર્દમ અને માતા દેવહૂતિ જગતની ઉત્પતિ કરતાં હતા. નવ-નવ યુગ સુધી પુત્રીઓના જન્મ બાદ પુત્રની ઝંખના માટે સરસ્વતી નદીના તટે કઠોર તપસ્યા કરી હતી. તેમની તપસ્યા જોઈને ભગવાન નારાયણ ઘણાં પ્રસન્ન થયા હતા. ત્યારબાદ વરદાન આપ્યું હતું કે,હું તમારી કૂખે જન્મ લઈશ. કપિલ નામથી ભગવાન નારાયણે જન્મ લીધો હતો.

આ રીતે બન્યુ  Bindu Sarovar

કપિલ ભગવાને નાની ઉંમરમાં જ માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપીને માતાનો ઉદ્ધાર કર્યો હતો. ભગવાન કપિલના ઉપદેશથી કૃતાર્થ થયેલા માતા દેવહૂતિની આંખોમાં હર્ષના આંસુ ઉભરાયા હતા.

જે ધરતી પર ટપક્યાં અને ત્યાં સરોવરનું નિર્માણ થયું હતુ. જે ‘હર્ષબિંદુ’ સરોવર’ તરીકે પ્રચલિત થયુ હતુ. જેને હાલ બિંદુ સરોવર (Bindu Sarovar) તરીકે ઓળખવામાં આવે છે. 

Bindu Sarovar

માતા દેવહૂતિની સાથે ભગવાન કપિલે ‘અલ્પા’ નામની દાસીનો પણ ઉદ્ધાર કર્યો હતો. જેથી બિંદુ સરોવરની બાજુમાં ‘અલ્પા સરોવર’ બન્યું હતુ. માન્યતા છે કે, માનવ સૃષ્ટિની ઉત્પતિ પણ સિદ્ધપુરના બિંદુ સરોવરથી જ થઈ હતી.

આ પણ વાંચોઃ- Patan નું કાલિકા માતાજીનું મંદિર ‘નગરદેવી મંદિર’ તરીકે પણ ઓળખાય છે, જાણો ઈતિહાસ

ભગવાન પરશુરામે અહીં પિંડદાન કર્યુ હતુ.

જે જગ્યાએ ભગવાન કપિલે માતાને સાંખ્યશાસ્ત્રનો ઉપદેશ આપ્યો તે સ્થળ જ્ઞાનવાટિકા તરીકે જાણીતું થયું હતું. માન્યતા પ્રમાણે આ જ્ઞાનવાટિકામાં ભગવાન પરશુરામે માતૃ ઋણમાંથી મુક્ત થવા માટે અહીં પિંડદાન કર્યું હતુ. સિદ્ધપુર માતૃશ્રાદ્ધ માટે જગતભરમાં જાણીતું છે.

સામાન્ય રીતે પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થાય છે અને મોક્ષ પામે છે. આ શ્રાદ્ધ તીર્થની વિધિ દરમિયાન પુત્રનું મુંડન કરાવવું આવશ્યક છે. કથાઓ અનુસાર મુંડન એક પ્રકારનો સંસ્કાર જ છે.

Bindu Sarovar

Bindu Sarovar

જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય ત્યારે તેનુ શ્રાદ્ધ કરવામાં આવે છે. જેના કારણે મૃત્યુ પામેલી વ્યક્તિને મોક્ષ મળે છે. પિતૃશ્રાદ્ધ માટે બિહારનું ગયા અને ગુજરાતનુ ચાણોદ શ્રેષ્ઠ ગણવામાં આવે છે. એવી જ રીતે માતૃ શ્રાદ્ધ માટે સમગ્ર ભારતનું એક માત્ર સ્થળ બિંદુ સરોવર છે.

શ્રાદ્ધનું મહત્વ

શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા પરથી બનેલો છે. શ્રાદ્ધનો અર્થ થાય છે તમારા પિતૃઓને આદરપૂર્વક સેવા અને દાન કરીને પ્રસન્ન કરવું. જે કુટુંબના વ્યક્તિનું નિધન થયું હોય તે કુટુંબના વ્યક્તિની આત્માની સંતૃષ્ટિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. આ પૌરાણિક શ્રાદ્ધની વિધિથી સિદ્ધપુરના 200થી વધુ બ્રાહ્મણ પરિવારોની રોજીરોટી મળે છે.

તીરથ, ભૂમિપાવન, સિધ્ધક્ષેત્ર સુભસાર
નીર્મલ નીર વહે સરસ્વતી સદા મોક્ષદ્વાર

હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે દુનિયાના કોઈ પણ ખૂણામાં માતાઓનું મૃત્યુ થાય અને તેનો દિકરો કે દિકરી આ જગ્યા પર આવીને તેનુ શ્રાદ્ધ ન કરે ત્યાં સુધી દિકરો કે દિકરી માતાના ઋણમાંથી મુક્ત થતા નથી. તથા માતાને જન્મ સંસારના બંધનમાંથી મુક્તિ મળતી નથી. આથી દરેક લોકો માતૃ શ્રાદ્ધ માટે સિદ્ધપુરના બિંદુ સરોવર (Bindu Sarovar) આવે છે.

આ દિગ્ગજો લોકો અહીં આવી ચૂક્યા છે

બિંદુ સરોવરમાં શ્રાદ્ધ માટે ઘણાં દિગ્ગજો લોકો જેવા કે, ભગવાન સ્વામી નારાયણ, ડોંગરેજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, રંગ અવધૂત, ઉમાભારતી, રવિન્દ્ર જાડેજા, આદિત્ય રોય કપૂર, અમિતાભ બચ્ચન અને પરેશ રાવલ જેવી મોટી સેલિબ્રિટિજ પોતાનુ માતૃ શ્રાદ્ધ કરવા માટે અહીં આવી ચૂક્યા છે.

Bindu Sarovar

IMAGE CREDIT: GOOGLE

અહીંના નયનરમ્ય દ્રષ્યો જોઈને દરેક યાત્રાળુ આકર્ષિત થાય છે. તે માટે જ આ સ્થળને ગુજરાત સરકાર યાત્રાધામ તરીકે વિકસિત કરવાના પ્રયત્ન પણ કરે છે.

સરકારે બિંદુ સરોવરની જગ્યામાં ભવ્ય પ્રવેશદ્વાર, જૂના મંદિરો અને નવા કુંડનું બાંધકામ કરાવ્યુ છે. આટલા વર્ષો પછી પણ આ જગ્યાનું મહત્વ હજુ પણ અકબંધ જળવાયેલું છે. લોકો હજુ પણ માતાની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવા અહીં આવે છે તથા ધન્યતા અનુભવે છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment