જય પ્રકાશ નારાયણ (Jaiprakash Narayan) ની આજે એટલે કે 11 ઓક્ટોબર ના રોજ પુણ્યતિથી છે, પોતાના પ્રશંસકોની વચ્ચે લોકનાયકોના નામથી ચર્ચિત જેપીની લોકપ્રિયતાની અસર એ હતી કે, દરેક બાજુથી તેમની સ્વીકાર્યતા હતી. સ્વાતંત્ર્ય સેનામાં જયપ્રકાશ નારાયણ નું યોગદાન જેટલુ કહેવાય એટલુ ઓછુ છે. એક ઉદાહરણ ત્યારે જોવા મળ્યુ જ્યારે ચંબલની એક ઇનામી ડકૈત તેમના ઘરે પહોંચી ગયો અને આત્મસમર્પણ કરવાની જીદ કરવા લાગ્યુ, જેને જોઇને જેપી ખુદ હેરાન રહી ગયા હતા. જે બાદ તેમણે 400 થી વધુ ડકૈતૌ પાસે આત્મસમર્પણ કરાવ્યુ હતુ.
Image Courtsey: Wikipedia
The Dream Of Revolution માં બિમલ પ્રસાદ અને સુજાતા પ્રસાદ લખે છે, કે મધ્ય પ્રદેશ,રાજસ્થાન અને ઉત્તર પ્રદેશના બોર્ડરથી ચંબલ ઘાટી તે દિવસે ડાકુઓ અને બાગિયો માટે ઓળખાય છે, પણ એપ્રિલ 1972 માં જેપીના કહ્યાં પ્રમાણે ચંબલના 400 ડકેતોની એક સાથે આત્મસમર્પણ કરી દીધુ છે. પણ આ સ્ટોરી 1971 ની છે.
બાગિયો પર શું બોલ્યા હતા જેપી ?
માર્ચ 1972 માં કલ્યાણ સિંહ, મખ્ખન સિંહ, હરવિલાસ, મોહર સિંહ, સરુપ સિંહ અને પંચલ સિંહ તેમજ કાલી ચરણ ગેંગ સરેંડર કરવાની તૈયારી થઇ ગઇ છે. જયપ્રકાશે એક ઇન્ટરવ્હુમાં કહ્યું હતુ કે, જે લોકો મારા આ નિર્ણય પર નિંદા કરી રહ્યાં છે, તે પહેલાં એ જાણી લે કે સરેંન્ડર કરનારા 75 ટકા બાદિયોના પરિવાર પર કોઇ ન કોઇ રીતે અત્યાચાર કરવામાં આવ્યો હતો. અને આ અત્યાચાર કોઇ બીજા એ નહી પણ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓએ જ કર્યો હતો.
જુઓ વીડિયો
આગળ તેમણે જણાવ્યુ હતુ કે, ગરમ સ્વભાવના કારણે તે લોકો આ બધુ સહન નથી કરી શકતા, હિંસાનો રસ્તો અપનાવે છે, જેના માટે આ કાનુન અને વ્યવસ્થા જ જવાબદાર છે, ઘણી હદ સુધી સામાજીક આર્થિક ભેદભાવ જવાબદાર છે, સમાજમાં પોતાનું સમ્માન અને સ્થાન પામવા માટે થોડા લોકો હથિયાર ઉઠાવી લે છે, આજ કારણ છે આમાથી થોડા લોકો ઠાકોર હોય છે અથવા ગુજ્જર. થોડા સમય બાદ જમીની વિવાદ બાદ બાગી બનવાની કહાની પણ સામે આવે છે.
જયપ્રકાશનો જન્મ 11 ઓક્ટોબરનાં રોજ થયો હતો, જેમના પિતાનું નામ શ્રી દેવકિ બાબુ અને માતા ફુલરાની દેવી હતુ, 1920 માં જયપ્રકાશના વિવાહ બિહારના મશહુર ગાંધીવાદી બૃજ કિશોર પ્રસાદની પિત્રી પ્રભાવતી ની સાથે થયા હતા. પ્રભાવતી વિવાહ બાદ કસ્તુરબા ગાંધીની સાથે ગાંધી આશ્રમમાં રહી હતી.
જય પ્રકાશે રોલેટ એક્ટ, જલિયાવાલસા બાઘ નરસંહાર ના વિરોધમાં બ્રિટિશ શૈલીની શાલાઓ છોડી દીધી હતી, અને બિહાર જઇને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતુ. ગાંધીજીના કરો યા મરો ના નારાને જેપીએ હંમેશા માન્યા અને યાદ રાખ્યા છે. 15 ઓગસ્ટ 1947 માં આપણે આઝાદ થયા પણ જયપ્રકાશની મુખ્ય ભુમિકા તો આના પછી જ શરુ તઇ હતી.
1957 માં તેમણે લોકનિતિનો પક્ષ મુકીને રાજનીતી છોડવાની વાત કરી હતી, 1960 ના દશકના અંતિમ ભાગમાં તે રાજનીતીમાં ફરી સક્રિય થયા હતા. ભારતીય રાજનીતીમાં દમદાર એન્ટ્રી સાથે તેમણે સંપુર્ણ ક્રાંતિના નારા સાથે પુરા રાજનીતિક પટલ પર છવાઇ ગયા હતા.
આ પણ વાંચો: પીએમ મોદીએ સમાજવાદી નેતા જયપ્રકાશ નારાયણ અને જનસંઘના નેતા નાનાજી દેશમુખને શ્રદ્ધાંજલિ આપી
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4