Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / December 2.
Homeન્યૂઝVirpur: જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, મોડી રાતથી ભાવિકોની લાઇન

Virpur: જલારામબાપાની 222મી જન્મજયંતીએ 222 કેક બનાવી, મોડી રાતથી ભાવિકોની લાઇન

Virpur
Share Now

સૌરાષ્ટ્રના સંત શિરોમણિ જલારામબાપાની આજે 222મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી થઈ રહી છે. આ તકે દર વર્ષની જેમ વીરપુર (Virpur)માં ફરી દિવાળી આવી હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. વીરપુરમાં ઘરે ઘરે રંગોળીઓ અને રોશનીનો શણગાર કરવામાં આવ્યો છે. તેમજ 222 કેક બનાવવામાં આવી છે.

Virpurમાં જલારામ બાપાની 222મી જયંતિને લઇ 222 કેક ધરવામાં આવી

જલારામ બાપાની જન્મજયંતિને લઈને વિરપુરના ગ્રામજનો દ્વારા શોભાયાત્રા (Procession)યોજવામાં આવી છે. જલારામ બાપાની શોભાયાત્રાનું વિરપુરના મીનળવાવ ચોકમાંથી પ્રસ્થાન કરાયું હતું. પૂજ્ય જલારામ બાપા (Jalaram Bapa)ની 222મી જન્મજયંતિ હોવાથી શોભાયાત્રામાં પણ 222 કેક પૂજ્ય જલારામ બાપાને ધરવામાં આવી છે. શોભાયાત્રામાં જલારામ બાપાને કેક ધરીને ભાવિક ભક્તોને પ્રસાદ રૂપે આપવામાં આવી હતી. દેશ-વિદેશમાંથી બાપાનાં ભક્તો દર્શન કરવા આવ્યા છે. મોડી રાતથી ભક્તોની જલારામબાપાનાં દર્શન કરવા માટે લાંબી લાઈન લાગી છે.

રંગોળી પણ કરવામાં આવી

પૂજ્ય સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મજયંતીને લઈને વીરપુરમાં ફરી દિવાળી આવી હોય તેમ વીરપુરના લોકોએ ઘરે ઘરે પોતાના આંગણે રંગબેરંગી રંગોળીઓ કરી છે, જેમાં જલારામબાપાના પરચાની આબેહૂબ રંગોળી પણ કરવામાં આવી છે. વીરપુરમાં જાણે આજે પણ દિવાળી હોય તેવો શણગાર (Decoration)કરવામાં આવ્યો છે. ફૂલ અને આસોપાલવનાં તોરણ બાંધી સમગ્ર ગામને સુશોભિત કરવામાં આવ્યું છે. દિવાળી હોય તેમ ફટાકડા ફોડીને પૂજ્ય બાપાના જન્મદિનનાં વધામણાં કરવામાં આવી રહ્યાં છે.

Virpur2

દેશ-વિદેશથી પણ ભક્તો Virpur ઊમટી પડ્યા

લાંબા સમય બાદ આજે ગુરૂવારે સૌ પ્રથમ વખત જલારામ બાપાની જન્મજયંતીની ઉજવણી થઈ રહી છે. ત્યારે જલારામબાપાના ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, દેશ-વિદેશમાંથી બાપાના ભક્તો વીરપુરમાં ઊમટી પડ્યા છે. સવારથી જ બાપાનાં દર્શન કરવા માટે ભાવિકોની કતારો લાગી છે અને તેમની જન્મજયંતી (Birthday)ને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

જલારામ મંદિર જુઓ વીડિયો

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment