સુરત (Surat)માં જાહેરમાં જન્મદિવસ ઉજવવા પર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જો કે, આ તમામ વચ્ચે પણ ઘણી વખત પોલીસના નિયમોનું ઉલ્લંઘન થતું સામે આવતું હોય છે. ત્યારે અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન (Celebration)કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સરોને બોલાવીને ઠુમકાં લગાવવામાં આવ્યાં હતાં. જ્યાં બાળકોની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ (Social distance)સહિતના નિયમોના લીરે લીરા ઉડાવતી પાર્ટીના વીડિયો સામે આવતાં અઠવા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સુરતમાં બાર ડાન્સરને બોલાવીને બર્થ ડે સેલિબ્રેશન કરવામાં આવ્યું#Surat #Gujarat #OTTIndia pic.twitter.com/xqfXKCzlKK
— OTT India (@OTTIndia1) November 8, 2021
Surat ઘાતક હથિયારો સાથે ઉજવણી કરી
અઠવા પોલીસ સ્ટેશન (Police station)ની હદમાં ચોક બજાર ખાટકીવાડ વિસ્તારમાં બર્થ ડે પાર્ટીમાં છરા સાથે ડાન્સ કરતો યુવક જોવા મળ્યો હતો. બાર ડાન્સર જેવી બે મહિલાઓ અને કેટલાક યુવકો દ્વારા ડાન્સ કરવામાં આવ્યો હતો. બર્થ ડે સેલિબ્રેશનના વાઈરલ થઈ રહેલા આ વીડિયોમાં સ્પષ્ટ પણે જોવા મળી રહ્યું છે કે, ઘરના આંગણે મુખ્ય ગેટ પાસે શેરીમાં આ ડાન્સ પાર્ટી યોજીને હથિયારો સાથે રૌફ દર્શાવવામાં આવ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: મંત્રીનો કમાલ: પેટ્રોલ ઓછું આવતું હોવાની ફરિયાદ મળતા જાતે જ ગાડી લઈને પહોંચ્યા, પેટ્રોલ પંપ કરાવ્યો સીલ
Surat ની પોલીસે તપાસ હાથ ધરી
શહેરનો વાઈરલ થઈ રહેલો વીડિયો પોલીસ (Police)ને પણ મળ્યો છે. વીડિયોના આધારે પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામને વહેલી તકે ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
યુવક બન્યો યુવતી જુઓ વીડિયો
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4