Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 20.
Homeન્યૂઝSurat: પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી રાત્રિ કરર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટી ઊજવાઈ

Surat: પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરી રાત્રિ કરર્ફ્યૂ વચ્ચે બર્થ ડે પાર્ટી ઊજવાઈ

Surat
Share Now

સુરત (Surat)માં રાત્રિ કરર્ફ્યૂ અને પોલીસ કમિશનર (Commissioner of Police)ના જાહેરનામા (Declaration)ના ભંગ થવાની ઘટના સામે આવી છે. ટીખરોએ ભાગાતળાવ વિસ્તાર ખાતે મોડી રાત્રે બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી ઠૂમકા મારવા સાથે ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. અઠવા પોલીસ સ્ટેશન (Police Station)ના થોડા જ અંતરે જન્મદિવસ (Birthday)ની ઉજવણી (Celebration)કરાઇ હતી. આ ઘટનામાં કોવિડ ગાઇડલાઇન્સના ધજાગરા ઊડ્યા હતા. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં પર ભારે વાઈરલ થઈ રહ્યો છે.

Surat પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ

રાજ્યના મહાનગરોમાં રાત્રિ દરમિયાન કરર્ફ્યૂ (Curfew)જાહેર કરાયો છે. નવરાત્રિ (Navratri)મહોત્સવમાં પણ રાત્રિના 12 વાગ્યા બાદ ગરબા રમવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. આ સાથે જ જાહેરમાં જન્મદિવસ ઊજવવાની પણ મનાઈ ફરમાવી છે. જોકે પોલીસના આ જાહેરનામાનો કેટલાંક અસામાજિક તત્ત્વો (Antisocial elements)એ ખુલ્લેઆમ ભંગ કર્યો છે. બર્થ ડે પાર્ટીમાં બાર ડાન્સર બોલાવી નોટોનો વરસાદ કરાયો હોવાનો સોશિયલ મીડિયા (Social Media)માં વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં તમંચે પે ડિસ્કો, મૈં હૂં ડોન જેવાં બોલિવૂડનાં ગીતો પર સ્થાનિક યુવકો બાર ડાન્સર સાથે ઠૂમકા લગાવતા નજરે ચઢી રહ્યાં છે.

આ પણ વાંચો: Surat: કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે એમેઝોન લાંચ મુદ્દે કેન્દ્ર સરકાર પર કર્યા પ્રહાર

આ વીડિયો અંગેની માહિતી મળી હતી કે, તે ભાગાતળાવ વિસ્તારના સિંધીવાડનો છે. કેટલાક દિવસો પહેલાં એક છોકરીના જન્મદિવસ નિમિત્તે અહીં સ્ટેજ બાંધી ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. તે દરમિયાન અહીં બાર ડાન્સર બોલાવી અને ઉજવણી કરવામાં આવી હતી. તે દરમિયાન આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media)પર ભારે માત્રામાં વાયરલ (Viral)થયો હતો. જેમાં બાર ડાન્સર ઠૂમકા મારતી નજરે પડે છે, તો તેની સાથે કેટલાક સભ્યો પણ નજરે ચઢી રહ્યાં છે. રાત્રિ કરફ્યૂ અને કોવિડ ગાઇડલાઇન્સના લીરેલીરા ઉડાવી બર્થ ડે સેલિબ્રેશનના નામે થયેલા આ જલ્સા પાર્ટીનો વીડિયોએ પોલીસ માટે એક પડકાર ઉભો કર્યો છે.

પાટણની ૪ શાળાઓ સીલ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

Share

No comments

leave a comment