Ott India News Logo
Recent Posts
Connect with:
Saturday / September 24.
Homeન્યૂઝલ્યો બોલો…. હવે પિઝા, કોફી, આઈસક્રીમ પણ બિટકોઈનથી ખરીદી શકશો…!!!

લ્યો બોલો…. હવે પિઝા, કોફી, આઈસક્રીમ પણ બિટકોઈનથી ખરીદી શકશો…!!!

Bitcoin: Now Shop or Buy Via Crypto, Get Pizza, Coffee, Ice Creame Through Crypto King
Share Now

નવી દિલ્હી: ક્રિપ્ટો એક્સચેન્જ અને ક્રિપ્ટોકરન્સી વોલેટ Unocoinએ ભારતમાં પોતાના યૂઝર્સ માટે ખાસ જાહેરાત કરી છે. Unocoinના યૂઝર્સ હવે બિટકોઈન(Bitcoin)ની મદદથી દૈનિક ઉપયોગી કન્જ્યૂમર આઈટમ્સ ખરીદી શકશે. કોઈ પ્રોડક્ટ માટે તે કેશ (Cash)ને બદલે ડિજિટલ કોઈન (Digital Coin)નો ઉપયોગ કરી શકશો. Unocoinનું કહેવું છે કે, બિટકોઈનથી ખરીદીની પ્રક્રીયા વાઉચર દ્વારા પુરૂ થઈ શકશે. બિટકોઈનથી યૂઝર વાઉચર ખરીદશે અને ફરી તે વાઉચરથી સામાન ખરીદી શકશે.

Unocoinએ વાઉચર ખરીદવા માટે 100 રૂપિયાથી લઈને 5,000 રૂપિયા સુધીની બિટકોઈનની રેન્જ નક્કી કરી છે. Unocoin યૂઝર્સ 90 બ્રાન્ડ્સના ગિફ્ટ વાઉચરનો ઉપયોગ કરી શકશે, જેમ કે, ડોમિનોઝ પિઝા, કેફે કોફી ડે, બસ્કિન રોબિન્સ, હિમાલયા, પ્રેસ્ટિજ વગેરે. ક્રિપ્ટોકરન્સીથી કન્જ્યૂમર આઈટમ્સ ખરીદવાની ઓફર ફક્ત કેવાયસી વેરિફાઈડ ગ્રાહકો માટે માન્ય હશે.

Unocoin on Bringing Bitcoin to Billions in India

Unocoin એપ પર લોગ ઈન કર્યા પછી યૂઝરે BTC પેજ પર જઈને More સેક્શનમાં Shop બટન પર ક્લિક કરવાનું રહેશે. અહિં તે બ્રાન્ડ્સની જાણકારી મળી રહેશે, જેના માટે વાઉચર ખરીદી શકે છે. જે બ્રાન્ડથી ખરીદી કરવાની છે, તેને પસંદ કર્યા પછી Unocoin એપ પર વાઉચર રૂપિયા મૂલ્યમાં જોવા મળશે. વાઉચર ખરીદવા તેની રકમ યૂઝરે ક્રિપ્ટો વોલેટથી બિટકોઈનમાં કાપવામાં આવશે. ત્યાર બાદ યૂઝરને વાઉચર કોડ મોકલવામાં આવશે, જેનો ઉપયોગ કન્જ્યૂમર આઈટમ્સને ખરીદવામાં થઈ શકશે.

આ પણ વાંચો : ગાડીઓની સ્ક્રેપેજ પોલિસીથી કોને-શું ફાયદો થશે? ગ્રાહકોને કે તમને શું મળશે આ પોલિસીથી?

આ ઈ-વાઉચર્સને ગિફ્ટ પણ કરી શકો છો. તેના માટે વાઉચર ઈન્ફોર્મેશનને ઈલેક્ટ્રોનિક રૂપે પાસ કરવાનું રહેશે. અથવા તો પછી તેની પ્રિન્ટ કોપી પણ સોંપી શકો છો. Unocoinની શરૂઆત આઠ વર્ષ પહેલા 2013માં થઈ હતી. Unocoinએ ક્રિપ્ટો વોલેટ તરીકે બિઝનેસની શરૂઆત કરી હતી અને હવે તેનું ક્રિપ્ટો એક્સચેન્જ પણ છે. બિટકોઈનની કિમતની વાત કરીએ તો 12 ઓગસ્ટે 1 બિટકોઈનની કિંમત 34,10,899.52 રૂપિયા ચાલી રહી હતી.

Unocoin Rolls Out UNODAX A Platform for Active Traders

ઉલ્લેખનીય છે કે, પૂરી દુનિયામાં બધા જ દેશનું એક ચલણ હોય છે જેમ કે ભારતનું ચલણ રૂપિયો છે, અમેરિકાનું ચલણ ડોલર તેવી જ રીતે બિટકોઈન પણ એક ચલણ છે પણ રૂપિયાને આપડે ભૌતિક સ્વરૂપમાં વાપરી શકીએ છે પણ બિટકોઈનને આપણે માત્ર ડિજિટલ સ્વરૂપમાં જ વાપરી શકીએ છીએ. Bitcoin એક ક્રિપ્ટોકરન્સી છે જેને કોઈ પણ ઓથોરિટી નિયંત્રણ કરતી નથી, ચલણને ઇંગ્લિશમાં કરન્સી કહેવાય છે એટલે જેમ આપણાં ભારત દેશની કરન્સીને RBI (Reserve Bank of India) કંટ્રોલ કરે છે તેવી રીતે બિટકોઈનને કોઈ કંટ્રોલ કરતું નથી. બિટકોઈન તેના યુઝર દ્વારા જ ચાલતી કરન્સી છે.

આ પણ વાંચો : Charity: દુનિયાના 100 દાનવીર કોર્પોરેટ લીડર્સમાં શામેલ થયા આ દિગ્ગજ ભારતીયો

બિટકોઈન(Bitcoin)ને તમે ડિજિટલ કરન્સી અથવા આભાસી મુદ્રા પણ કહી શકો છો, આભાસી મુદ્રા એટલા માટે કહેવાય છે કે તમે એને ભૌતિક સ્વરૂપમાં જોઈ નથી શકતા, બસ તમે એને મોબાઇલ અને કમ્પ્યુટરમાં સ્ટોર કરી શકશો અને આકડામાં જોઈ શકશો. બિટકોઈનની મુખ્ય વેબસાઇટ bitcoin.org છે અને તેનું ડોમેન નેમ 18 ઓગસ્ટ 2008માં રજીસ્ટર થયું હતુ. બિટકોઈનની શરૂઆત 2009 થી થઈ હતી. તે વખતે એક સફેદ પેપર સતોષી નાકામોટો નામના વ્યક્તિ દ્વારા પબ્લિશ કરવામાં આવ્યું હતું.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment