Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝભારતીય ઓલિમ્પિકના વિનરને મળશે બિટકોઈન અને ઈથેરમ, SIP થકી આ કંપની ક્રિપ્ટો ભેટમાં આપશે

ભારતીય ઓલિમ્પિકના વિનરને મળશે બિટકોઈન અને ઈથેરમ, SIP થકી આ કંપની ક્રિપ્ટો ભેટમાં આપશે

Tokyo Olympics medal winners Indian athletes will get crypto SIP
Share Now

નવી દિલ્હી : ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) માં મેડલ જીતનાર ભારતીય રમતવીરો માટે સારા સમાચાર છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Bitbncએ તેના માટે બિટકોઈન એસઆઈપી(Bitcoin SIP) એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. આ ખેલાડી એક્સચેન્જ પર લાખો રૂપિયાની ક્રિપ્ટોકરન્સી એસઆઈપી (SIP) રમવાના હકદાર બનશે. ગોલ્ડ મેડલ (Gold Medal) વિજેતા માટે એસઆઈપીની રકમ 2 લાખ રૂપિયાથી શરૂ થશે. સિલ્વર મેડલ વિજેતા માટે આ 1 લાખ રૂપિયા અને બ્રોન્ઝ વિજેતા માટે 50,000 રૂપિયાથી શરૂ થશે.

Tokyo Olympics medal winners Indian athletes will get crypto SIP

મળતી માહિતી અનુસાર, કંપની તેની શરૂઆત મીરાબાઈ ચાનૂ અને પીવી સિંધુથી કરશે. ચાનૂએ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં વેઈટલિફ્ટિંગમાં 49 કિગ્રા કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો જ્યારે સિંધુએ બેડમિન્ટનમાં બ્રોન્ઝ મેડલ પોતાને નામે કર્યો છે. સિંધુ ઓલિમ્પિક રમતોમાં બે પર્સનલ મેડલ જીતનાર દેશની પહેલી ખેલાડી છે. Bitcoin SIP એવોર્ડની રકમ મેડલ વિજેતાઓના એકાઉન્ટમાં ઓટો-ક્રેડિટ થશે. મેડલ વિજેતા ખેલાડી પછી કેવાયસી પૂર્ણ કરીને તેને એક્સેસ કરી શકે છે.

Tokyo Olympics medal winners Indian athletes will get crypto SIP

એસઆઈપી (SIP)નો સમયગાળો 3થી 5 વર્ષ રહેશે. Bitbnsના સીઈઓ ગૌરવ ડહાકેએ કહ્યું કે, બિટકોઈન અને એથેરિયમ છેલ્લા એક દસકામાં સૌથી સારૂ પ્રદર્શન કરતી એસેટ્સ છે. તેમણે શાનદાર રિટર્ન આપ્યું છે. અમે અમારા વિજેતાઓને આ યાત્રામાં સામેલ કરવા માંગીએ છીએ. Bitbnsની શરૂઆત 2017માં થઈ હતી અને તેના 30 લાખથી વધુ યૂઝર છે. કંપની bitdroplet, બિટકોઈનમાં એસઆઈપી, ક્રિપ્ટો માટે ફિક્સ્ડ ડિપોઝીટ એટલે કે એસઆઈપી જેવી પ્રોડક્ટ્સ ઓફર કરે છે.

એક માર્કેટિંગ સ્ટ્રેટજીના ભાગરૂપે Bitbnsએ આ Bitcoin SIP એવોર્ડ વિનર ખેલાડીઓને આપવાની જાહેરાત કરી છે,તેમ પણ અનેક લોકોનું માનવું છે. 

આ પણ વાંચો : દેશની સૌથી મોટી બેંક, SBIને ઐતિહાસિક 6504 કરોડનો નફો

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન એટલે કે એસઆઈપી મ્યુચ્યુઅલ ફંડ (MF)માં રોકાણ કરવાનું સૌથી સુરક્ષિત અને સારૂં માધ્યમ છે. એસઆઈપીમાં પોતાના પૈસા એક હપ્તે જમા કરવાને બદલે દર મહિને નક્કી કરેલ હપ્તાના આધારે જમા કરાવી શકાય છે. નાના રિટેલ ઈન્વેસ્ટર્સને માટે આ એક મોટી સુવિધા છે. તેમાં સમયાંતરે પોતાના રોકાણનું આંકલન કરીને એસઆઈપીની રકમ વધારી શકાય છે. એસઆઈપીમાં લાંબાગાળે હાઈ રિટર્ન (Returns)ની સંભાવના પણ વધુ હોય છે.

Tokyo Olympics medal winners Indian athletes will get crypto SIP

ઉલ્લેખનીય છે કે, ભારતે અત્યાર સુધી ઓલિમ્પિક (Tokyo Olympics)માં પાંચ મેડલની ખાતરી કરી છે. મીરાબાઈ ચાનુએ સિલ્વર અને પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ બુધવારે એક દિવસ પહેલા સેમીફાઇનલ મેચ જીતીને સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો હતો અને હવે ફાઇનલ જીતીને તેને ગોલ્ડમાં રૂપાંતરિત કરવાની તક છે. 2012 ઓલિમ્પિક્સ પછી કુસ્તીમાં સુશીલ કુમાર બાદ પ્રથમ વખત ભારતીય ખેલાડીએ ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સિવાય બોક્સર લવલીના બોરગોહને 69 કિગ્રા વેઈટ કેટેગરીમાં સેમીફાઈનલમાં પહોંચીને દેશને ત્રીજો મેડલ પાક્કો કર્યો છે. જૈવલિન થ્રોઅર નીરજ ચોપડા પણ 86.65 મીટરના થ્રોના ફાઈનલમાં પહોંચ્યા છે. ભારતીય પુરૂષ હોકી ટીમે પણ આજે જીત મેળવીને મેડલ ભારતને નામ કર્યો છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment