Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / October 7.
Homeન્યૂઝશોક મનાવવાને બદલે ભાજપ ઉત્સવ ઊજવે છેઃ અર્જુન મોઢવાડિયા

શોક મનાવવાને બદલે ભાજપ ઉત્સવ ઊજવે છેઃ અર્જુન મોઢવાડિયા

CONGRESS PROTEST
Share Now

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ પૂર્ણ કરતાં રાજકોટમાં આજે સંવેદના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાજકોટના પનોતા પુત્ર વિજય રૂપાણીનો જન્મ દિવસ હોવાથી તેઓ પોતાના હોમટાઉનમાં છે અને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે. ત્યારે ભાજપના સંવેદના દિવસ સામે આજે કોંગ્રેસે સિવિલ હોસ્પિટલના સંકુલમાં વિરોધપ્રદર્શન કર્યું. કોંગ્રેસના કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે પહોંચ્યા હતા અને આરોગ્ય બચાવો તથા હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કર્યા હતા. જોકે પહેલેથી જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સહિત તમામ કાર્યકરની અટકાયત કરી હતી. આ સમયે પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી.

કોંગ્રેસનો આરોગ્ય સેવા નબળી હોવાનો આક્ષેપ

CONGRESS PROTEST

રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે કોંગ્રેસ દ્વારા આરોગ્ય સેવા નબળી હોવાના અને આરોગ્ય બચાવોના આક્ષેપ સાથે વિરોધપ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયા પણ જોડાયા હતા, પરંતુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઓક્સિજનના બાટલા સાથે સિવિલ હોસ્પિટલના સંકુલમાં પ્રવેશ્યા હતા. જોકે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો સુપરિન્ટેન્ડેન્ટની ઓફિસ સામે પહોંચી વિરોધપ્રદર્શન કરે એ પહેલાં જ ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયેલી પોલીસે અર્જુન મોઢવાડિયા સહિત તમામની અટકાયત કરી હતી.

આ પણ વાંચો : પાંચ વર્ષ આપણી સરકારના, શિક્ષણ ક્ષેત્રે આધુનિકતા

ભાજપની નિષ્ફળતાને કારણે લોકો મૃત્યુ પામ્યા : અર્જુન મોઢવાડિયા

અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે કોરોનાની બીજી લહેર પૂરી થઇ એને થોડો સમય જ થયો છે. દેશની અંદર છેલ્લા 100 વર્ષની અંદર જેટલી જાનહાનિ ન થઇ હોય એટલી જાનહાનિ થઇ છે. દેશની અંદર એક અંદાજ મુજબ 50 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. ગુજરાતની અંદર લગભગ બેથી અઢી લાખનાં મોત થયાં હતાં. આવા સમયે શોક મનાવવાને બદલે ભારતીય જનતા પાર્ટી ઉત્સવ ઊજવી રહી છે એ દુર્ભાગ્યપૂર્ણ છે. ભાજપની નિષ્ફળતાને કારણે લોકો મૃત્યુ પામ્યા છે.

ઓક્સિજનના બાટલા લઇ કર્યું વિરોધ પ્રદર્શન

CONGRESS PROTEST AGAINST BJP કોંગી આગેવાન રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે આરોગ્યક્ષેત્રે સરકારની કામગીરી નબળી છે. આરોગ્યને લઇને લોકો પરેશાન છે. આરોગ્યનાં યોગ્ય કામ કરવામાં આવતાં નથી. સિવિલ સંકુલમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો ઓક્સિજનના બાટલા ખંભા પર નાખી હાય રે ભાજપ હાય હાયના સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા, આથી પોલીસ ઓક્સિજનના બાટલા આંચકવા જતાં જ કાર્યકરો સાથે ઝપાઝપી થઈ હતી. સિવિલ હોસ્પિટલ ખાતે વિરોધ કરવા પહોંચેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસ-અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાની પણ પોલીસે અટકાયત કરી હતી.

 

પ્રજાને આરોગ્યની સુખાકારી મળે તે માટે આં તાયફા ઓની સરકારને જગાડવવા વિરોધ કાર્યક્રમ

PROTESTમોરબી જિલ્લા કોગ્રેસ પ્રમખ જયંતીભાઈ પટેલની આગેવાનીમાં હાલની ભાજપની રૂપાણી સરકારની પ્રજા વિરોઘી માનસિકતાના વિરોધ કરવા કોગ્રેસ પક્ષ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પ્રજાને આરોગ્યની સુખાકારી મળે તે માટે આં તાયફા ઓની સરકારને જગાડવવા વિરોધ કાર્યક્રમ કરવામાં આવેલ. કોરોનાના સમયમાં આં સરકાર લોકોની સારવાર કરવામાં સરે આં નિષ્ફળ ગયેલ છે લોકોને ઓકસીજન માટે ૨૪ કલાક લાઈનોમાં રહેવું પડેલ રેમદેસિવર ઇજેક્સન લેવા માટે લોકોને પારાવાર મુશ્કેલી પડી અને બહોળી સખ્યાંમાં લોકો સારવાર અંને બેડના અભાવે મોત ના મુખ માં જતાં રહિયા તોય આં સરકારને સરમ જેવું કય નથી અને ૫ વરસની ઉજવણી કરી પ્રજાના પેસાનું પાણી કરે છે ત્યારે પ્રજા વીરોઘી સા સરકારની માનસિકતા ને લોકો સમજી ગયા છે ત્યારે
મોરબી જિલ્લા કોગ્રેસ પ્રજાને સાથે લય પ્રજાને આરોગ્યની સારી સુવિધા મળે તે માટે આં નિર્ભર અને ઊંઘતી સરકારને જગાડવા માટે આરોગ્ય બચાવો કાર્યકમ મોરબી જિલ્લા કોગ્રેસ ના પ્રમુખ જયંતિ ભાઈ પટેલની આગેવાનીમાં કરેલ તેમાં બહોળી સંખ્યામાં આગેવાન કાર્યકરો અને હોદેદારો હાજર રહેલ તેમ મોરબી જિલ્લા કોગ્રેસની પ્રેસ યાદી જણાવે છે.

કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ

રાજયની રૂપાણી સરકાર પાંચ વર્ષ પૂર્ણ થતાં ઉજવણી કરી રહી છે. કોંગ્રેસ સરકાર સરકારની નિષ્ફળતા સામે વિરોધ કરી રહી છે. આરોગ્ય બચાવ અભિયાન અંતગત કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો…ભુજ જીકે જનરલ હોસ્પિટલ ખાતે બેનર અને સુત્રોચાર સાથે કોંગ્રેસ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો….ભાજપ સરકારની આરોગ્ય નીતિ અને કોરોના મહામારીમાં નિષ્ફળનો હાથમાં બેનર સાથે  વિરોધ કરવામાં આવ્યો હતો…ગુજરાત સરકાર પ્રજાના પૈસે પાંચ વર્ષની  ઉજવણી કરી રહી છે.. જેનો કચ્છ જિલ્લા કોંગ્રેસ વિરોધ નોંધાવ્યો…વિરોધ કરી રહેલા 20 જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી.

 

વિજય રૂપાણી આજે રાજકોટમાં

 ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો આજે 65મો જન્મદિવસ છે. ત્યારે આજે તેઓ પોતાના હોમટાઉન રાજકોટની મુલાકાતે છે. તેમણે દિવસની શરૂઆત ભાજપના સિનિયર નેતા અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના નિવાસસ્થાને પહોંચી આશીર્વાદ મેળવી કરી હતી. વિજય રૂપાણી વજુભાઈ વાળાને પગે લાગ્યા હતા. વજુભાઇ વાળાએ શુભેછા પાઠવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment