પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ નિમિત્તે ભાજપા દ્વારા સમગ્ર ભારતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાત ભાજપ દ્વારા મેડિકલ સેલ અને મહિલા મોરચાએ સાથે મળીને 170 ડૉક્ટરની ટીમ અને 400 જેટલા બીજા સહાયકોની ટીમ સાથે ગુજરાતમાં એક સાથે એક જ દિવસે મહિલાઓ માટે સર્વાઈકલ કેન્સર pap ના ટેસ્ટ માટે અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એક જ દિવસમાં 8500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એક સાથે 8500 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાથી આ અભિયાનને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ લંડન અને યુનાઇટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુ.એસ.એ.માં સ્થાન મળ્યું છે.
Guinness Book of World Records recognises the achievements made under #PMJDY – http://t.co/ixGdurAVv3 pic.twitter.com/T7Kz20tAVU
— BJP (@BJP4India) January 22, 2015
ઉલ્લેખનીય છે, કે અગાઉ એક સાથે 2000 મહિલાઓનો ટેસ્ટ કરવાનો રેકોર્ડ ડરબનના નામે હતો. પ્રધાનમંત્રીના જન્મ દિવસે 8 મહાનગર પાલિકીની બહેનોએ એક સાથે સર્વાઈકલ પેપ ટેસ્ટ કરાવ્યો હતો. જેના કારણે આજે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મહિલા મોરચા અધ્યક્ષ દિપિકાબેન સરડવા અને ડૉક્ટર સેલના સંયોજક ધર્મેન્દ્રભાઈ ગજ્જરની ટીમને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ બુક ઓફ લંડન અને યુનાઈટેડ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ યુ.એસ.એ.નો એવોર્ડ મળતા ગુજરાત ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ દિપિકાબેન સરડવાએ કહ્યું હતું કે આગામી સમયમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ હજુ આગળ પણ ભાજપ દ્વારા અનેક સિદ્ધિઓ મેળવીશું.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4