Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / August 9.
Homeન્યૂઝDrugs Case: આ નેતાએ નવાબ મલિક પર કર્યો 100 કરોડનો માનહાનિનો કેસ

Drugs Case: આ નેતાએ નવાબ મલિક પર કર્યો 100 કરોડનો માનહાનિનો કેસ

Nawab Malik
Share Now

ડ્રગ્સ કેસ (Drugs case)મામલે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને જામીન તો મળી ગયા છે, પરંતુ આ કેસ તો મંત્રી નવાબ મલિક (Nawab Malik)ના નિવેદનોના કારણે ચર્ચામાં રહ્યોં છે. હવે ભારતીય જનતા યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ મોહિત કંબોજે (Mohit Kamboj)નવાબ મલિક પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

મંત્રી Nawab Malik પર 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ

ગત્ત કેટલાક દિવસથી નવાબ મલિક સતત ભાજપના નેતા મોહિત કંબોજ અને તેમના પરિવાર પર ગંભીર આરોપ લગાવી રહ્યા હતા. મુંબઈ ડ્રગ્સ કેસમાં પણ સતત તેમના પરિવારનું કનેક્શન રજુ કરવામાં આવી રહ્યું હતું. આ કારણે 9 ઓક્ટોબરના રોજ મોહિતે કંબોજે નવાબ મલિકના નામે એક નોટિસ (Notice)મોકલી હતી. તે નોટિસમાં ભારપૂર્વક કહ્યું હતું કે, પુરાવા વગર માનહાનિકારણ નિવેદનો આપવા ખોટું છે. પરંતુ નવાબ મલિકે તે નોટિસ છતાં પોતાના પ્રહારો ચાલુ રાખ્યા અને 11 ઓક્ટોબરે ફરીથી તેમના પરિવાર પર નિશાન સાધ્યું હતુ.

આ પણ વાંચો: શાહરુખની મન્નત આજે થશે પૂરી : 28 દિવસ પછી આર્યન ખાન આજે જેલમાંથી આવશે બહાર!

મંત્રી Nawab Malik શું કહ્યું હતું?

ભાજપ નેતા મોહિત કંબોજે કોર્ટને અપીલ કરી છે કે, એક ઓર્ડર બહાર પાડીને મંત્રી નવાબ મલિકને તેમના વિરુદ્ધ કોઈ પુરાવા વગર આવા નિવેદનો આપતા રોકવામાં આવે. ઉલ્લેખનિય છે કે, જ્યારે એનસીબીએ ક્રૂઝ પર દરોડો પાડ્યો અને અનેક લોકોની અટકાયત કરી હતી, ત્યારે નવાબ મલિકે કહ્યું હતું કે, આઠની જગ્યાએ 11 લોકોને અટકાયતમાં લેવાયા હતા. પરંતુ ત્યારબાદ ભાજપ (BJP)ના નેતાનો ફોન આવ્યો અને 3 લોકોને છોડી દેવાયા. મંત્રી મલિકે તો એવો પણ દાવો કર્યો હતો કે, છોડવામાં આવેલા લોકોમાં ભાજપ નેતા મોહિત કંબોજનો સાળો પણ સામેલ હતો. આ જ કારણે ભાજપના નેતાએ નવાબ મલિક વિરુદ્ધ કાનૂની પગલું ભર્યું છે. નવાબ મલિકે જો કે હજુ સુધી આ માનહાનિ કેસ પર પોતાની પ્રતિક્રિયા આપી નથી.

આર્યન ખાન ડ્ર્ગ્સ કેસ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment