Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝઅંગતપળો માણતી વાયરલ તસ્વીરોને લઈને ભાજપ નેતા પરબત પટેલની સ્પષ્ટતા

અંગતપળો માણતી વાયરલ તસ્વીરોને લઈને ભાજપ નેતા પરબત પટેલની સ્પષ્ટતા

parbat patel,viral news,viral video,social media viral video
Share Now

ભાજપ નેતા અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની(Parbat Patel)યુવતી સાથે અંગત પળો માણતી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે આ અંગે પરબત પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સોશ્યલ મીડિયામાં વાયરલ  વિડીયો(Social media viral video) અને અને ફોટાઓ મારા નથી. વધુમાં તેમણે કહ્યું કે આ વિડીયો અને ફોટાઓ દ્વારા મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરબત પટેલ આજ રોજ ડીસામાં એલિવેટેડ બ્રિજનું ઉદગાટન પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે પરબત પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે સપષ્ટતા કરી હતી.

 મે ક્યારેય ખોટું કામ નથી કર્યું : પરબત પટેલ

ભાજપ નેતા અને બનાસકાંઠા(Banaskantha) જિલ્લાના સાંસદ પરબત પટેલ આજ રોજ ડીસા ખાતે એલિવેટેડ બ્રિજના ઉદગાટન પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે છેલ્લા ઘણા સમયથી સોશ્યલ મીડિયામાં તેમના કોઈ યુવતી સાથે અંગત પળો માણતા ફોટાઓ વાયરલ થયા છે. ત્યારે કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, સોશ્યલ મીડિયામાં વાયરલ વિડીયો અને ફોટાઓ મારા નથી. તેમણે જણાવ્યું હતું કે આ મને બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનો પ્રયાસ છે. તેમણે કહ્યું કે મે મારા જીવનમાં કોઈ જ ખોટું કામ કર્યું નથી. તેમણે કહ્યું કે  મારા ફોટાઓને ખોટી રીતે એડિટ કરીને તેને સોશ્યલ મીડિયામાં વાયરલ કરીને મને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે સોશ્યલ મીડિયામાં મારા જે ફોટાઓ વાયરલ થઈ રહ્યા છે તેમ જે યુવતી છે તેને હું જાણતો પણ નથી. આ અંગે હું કાયદેસરની ફરિયાદ કરીશ.

parbat patel,viral news,viral video,social media viral video

 

આ પણ વાંચો:યુપી સીએમ યોગી આદિત્યનાથે સોશ્યલ મીડિયાને બેલગામ ઘોડો ગણાવ્યો

મઘાભાઈ પટેલે સોશ્યલ મીડિયામાં શેર કરી હતી પોસ્ટ

થોડા દિવસ પહેલા બનાસકાંઠાના જિલ્લાના થરાદ(Tharad) તાલુકાના ભાચર ગામના મઘાભાઈ પટેલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરતાં ખળભળાટ મચી ગયો છે. મઘાભાઈ પટેલે કોઈ વ્યક્તિ અંગતપળો માણતો હોય તેવો એક ફોટો સોશ્યલ મીડિયામાં વાયરલ કયો હતો. પોસ્ટમાં મઘાભાઈ પટેલે કહ્યું હતું કે, નેતાજી પાલનપુરના સર્કિટ હાઉસમાં રંગરલિયા મનાવતા રંગે હાથે ઝડપાયા છે. નેતાજીનો વિડીયો 15 ઓગસ્ટના દિવસે અપલોડ કરીશ.

1મિનિટનો વિડીયો કરશે વાયરલ

મઘાભાઈ પટેલે પોસ્ટમાં લખ્યું હતું કે, નેતાજીની અંગત પળોનો આ વિડીયો 4.6 મીનીટનો છે. અને તેમાંથી 1 મીનીટનો વિડિયો વાયરલ કરવામાં આવશે. મઘાભાઈ પટેલે પોસ્ટમાં જણાવ્યું છે કે, 15 ઓગસ્ટ ના દિવસે 12:39 કલાકે નેતાજીનો રંગરેલીયા મનાવતો વિડિયો સોસીયલ મીડીયા ના માધ્યમથી વાયરલ કરવામાં આવશે. જોકે મઘાભાઈ પટેલે તેમની પોસ્ટમાં કઇ વ્યક્તિનો વિડીયો છે તે અંગે કોઈ સ્પષ્ટતા ન કરતાં માત્ર નેતાજી શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.

parbat patel,viral news,viral video,social media viral video

વાયરલ વિડિયોને લઈને રાજકારણ ગરમાયું

થોડા સમય પહેલા મઘાભાઈ પટેલે સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ કરી હતી. જેમાં તેમણે લખ્યું હતું કે, નેતાજી રંગરલીયા માનવતા રંગે હાથ ઝડપાયા છે. તેમજ લખ્યું છે કે, નેતાજીનો આ વિડીયો 4.6 મિનિટનો છે. અને તેમાંથી 1 મિનિટનો વિડીયો તે 15 ઓગસ્ટના દિવસે સોશ્યલ મીડિયાના માધ્યમથી વાયરલ કરશે. જેને લઈને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો. ત્યારે આજે મઘાભાઈની પોસ્ટને લઈને ભાજપ નેતા અને બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબત પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું કે તે વિડીયો અને ફોટાઓ મારા નથી. ત્યારે આ સમગ્ર મામલે હાલ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા અને બનાસકાંઠાના સાંસદ પરબત પટેલની(Parbat Patel) યુવતી સાથે અંગત પળો માણતી તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે આ અંગે પરબત પટેલે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે સોશ્યલ મીડિયામાં વાયરલ  વિડીયો અને અને ફોટાઓ મારા નથી. વધુમાં તેમણે કહ્યું કે આ વિડીયો અને ફોટાઓ દ્વારા મને બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. પરબત પટેલ આજ રોજ ડીસામાં એલિવેટેડ બ્રિજનું ઉદગાટન પ્રસંગે હાજર રહ્યા હતા. ત્યારે પરબત પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ અંગે સ્પષ્ટતા કરી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment