Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / June 27.
Homeન્યૂઝCM બદલ્યા બાદ ભાજપ હવે ધારાસભ્ય પર તવાઇ બોલાવશે!

CM બદલ્યા બાદ ભાજપ હવે ધારાસભ્ય પર તવાઇ બોલાવશે!

BJP
Share Now

ગુજરાત અને ઉત્તરાખંડમાં મુખ્યમંત્રીઓને બદલ્યા બાદ ભારતીય જનતા પાર્ટી (BJP )આ જ બંને રાજ્યોમાં પોતાના અડધાથી પણ વધુ ધારાસભ્યની ટિકિટ કાપવાની યોજના બનાવી રહ્યું છે. જ્યાં 2022 માં વિધાનસભાની ચૂંટણી (Assembly Election)છે. હકીકતમાં એવુ કરી પાર્ટી સત્તા વિરોધી વેવ એન્ટી ઇનકમબેંસીને ઘટાડવા માગે છે.

ભાજપે (BJP)આ પહેલા પણ ધારાસભ્યની ટિકિટ કાપી હતી

ગત્ત વિધાનસભા ચૂંટણી (Assembly Election)માં પાર્ટીએ પોતાના 15 થી 20 ટકા ધારાસભ્ય (MLA)ની ટિકિટ કાપી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ આંકડો આ વખતે ભારે માત્રામાં વધી શકે છે. કારણ કે લોકોના મનમાં સરકાર (Government)ને લઇને આક્રોશ વધતો જઇ રહ્યોં છે. મહત્વનું છે કે વર્ષ 2022 માં પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ગોવા, ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી છે.

ધારાસભ્યોને સોંપવો પડશે રિપોર્ટ

પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્યોમાં ભાજપે (BJP)ગ્રાઉન્ડ લેવલે સર્વે કરાવ્યો જેથી તે જનતાનો મૂડ સમજી શકે. ધારાસભ્ચોને પણ કહેવામાં આવ્યુ છે કે, પાંચ વર્ષ દરમિયાન કરેલા કામનો રિપોર્ટ સોંપે, જેને પાર્ટીએ કરેલી તૈયારીઓના રિપોર્ટ સાથે સરખાવવામાં આવશે. જે ધારાસભ્યો (MLA)નું પ્રદર્શન સારુ નહીં હોય, તેની આગામી ચૂંટણીમાં ટિકિટ કટ થશે.

આ પણ વાંચો: PM Modi અમેરિકાની મુલાકાતે, અમેરિકી રાષ્ટ્રપતિ બિડેન સાથે કરશે બેઠક

જનતા પાસેથી લેવાશે ફીડબેક

ધારાસભ્યોનું મૂલ્યાંકન ચોક્કસ પરિણામના આધારે કરવામાં આવશે, જેમ કે તેને લોકલ ડેવલોપમેન્ટ ફંડનો કેટલો ઉપયોગ કર્યો છે, ગરીબો માટે કેટલી યોજનાઓ ચલાવી છે અને મહામારીના સમયે પાર્ટી તરફથી શરૂ કરેલી યોજના સેવા જ સંગઠનમાં કેટલો સહયોગ આપ્યો છે. પાર્ટીએ તમામ ચૂંટણી (Election)વિસ્તારોમાં સર્વેક્ષણ કરાવ્યું છે. જ્યાં લોકો પાસેથી સરકારે કરેલી કામગીરીનું ફીડબેક પણ લેવામાં આવશે.

પાર્ટી માટે કોરોના મહામારી પડકાર રહી

પાર્ટીના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોરોના (Corona)મહામારી એક મોટો પડકાર લઇને સામે આવ્યુ હતુ. સરકારે સ્વાસ્થ્ય સેવા સુધારવા, વેક્સિનેશન અને દવાઓનો પુરવઠો વધારવાની કોશિશ કરી હતી. પરંતુ પાર્ટીએ કેટલીક રાહત અને બચાવ કાર્ય પણ કર્યું છે. પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ તમામ રાજ્ય એકમોને કહ્યું હતુ કે, જરૂરીયાતમંદોના ખાદ્ય સામગ્ર માટેનું અભિયાન શરૂ કરવામાં આવે, નોકરી ગુમાવનારની મદદ કરે અને પોતાના બૂથમાં 100 ટકા વેક્સિનેશન (Vaccination)કરાવવાની ખાતરી આપે. ધારાસભ્યો દ્વારા સેવા જ સંગઠન કેમ્પ હેઠળ કરેલા કામોની પણ ગણતરી કરવામાં આવશે.

ભાજપે (BJP)ગુજરાતમાં કેમ મુખ્યમંંત્રી બદલ્યા

હાલમાં ભાજપ માટે સત્તા વિરોધી વેવનો જ સામનો કરવો મોટો પડકાર છે. પાર્ટીએ એ જ કારણે વિજય રૂપાણીને હટાવીને ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી (New Chief Minister)બનાવ્યા છે. આ સિવાય પુરા નવા મંત્રી મંડળે શપથ લીધા જેથી 2022 ના અંતમાં યોજાનારી ચૂંટણી પહેલા પાર્ટીના કાર્યકરોને ફરી કાર્યરત કરાવી શકે.

આ રાજ્યોમાં ધારાસભ્યો પર તવાઇ બોલાવી હતી

સુત્રોએ જણાવ્યું કે અલગ-અલગ કારણોથી હાલના ઉપસ્થિત ધારાસભ્યોની ટિકિટ કાપવી પાર્ટી માટે કોઇ નવુ કામ નથી. જો તેનુ એક ઉદાહરણ જોઇએ તો રાજસ્થાન (Rajasthan)માં ભાજપે વર્ષ 2018 માં 43 ધારાસભ્યોની ટિકિટ કાપી હતી, જેમાં 4 તો મંત્રી હતા. ઝારખંડમાં પણ પાર્ટીએ 12 થી વધુ ધારાસભ્યની ટિકિટ કાપી જેથી યુવાઓની સાથે મહિલાઓ અને એસસી/એસટી સમુદાયના લોકોનું પ્રતિનિધિત્વ કરનારા ચહેરાને સામેલ કરી શકે.

ભાજપ (BJP)માટે નવા ચહેરા રહેશે પડકારજનક

એક અન્ય સુત્ર પાસેથી મળતી માહિતી મુજબ ટિકિટ (Ticket)ની વહેંચણીમાં કામગીરી જ એકમાત્ર ફેક્ટર છે. તેઓએ કહ્યું કે, ભાજપને એવા ચહેરા પણ શોધવા પડશે જે સ્થાનીક જાતિ સમુદાયમાં પકડ ધરાવતા હોય અને ચૂંટણીમાં સારા પરિણામ લઇ આવવા સક્ષમ હોય. એક યુનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું કે, ટિકિટ કાપી લોકોનું ધ્યાન હટાવવા અને ગુસ્સો ઓછો કરવા જેવા ઘણા હેતુ પૂર્ણ થાય છે.

કેબિનેટની શપથવિધિ જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment