Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝવિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ એક્શનમાં

VIJAY RUPANI
Share Now

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષો દ્વારા બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. ગઈ કાલે આમ આદમી પાર્ટી(AAP)એ વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકી દીધું છે. તેવામાં આજે ભાજપ(BJP)ના ધરાસસભ્યોની આજે બેઠક ગાંધીનગર ખાતે મળવાની છે. આ બેઠક ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવની આગેવાનીમાં મળવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને નીતિન પટેલ પણ હાજર રહેવાના છે. આ બેઠકમાં ભાજપના સંગઠન હોદ્દેદારો તથા તમામ ધારાસભ્યો અને સાંસદોને ફરજીયાત હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે. હાલ તો ભુપેન્દ્ર યાદવની આગેવાનીમાં વિધાનસભા સંકુલમાં સાંજે 4.30 વાગે મળનારી આ બેઠકને કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.

વિધાનસભા સંકુલમાં ભાજપના નેતાઓની બંધબારણે બેઠક

ભાજપના પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ દ્વારા વિવિધ બેઠકો યોજવામાં આવી રહી છે, બે દિવસ પહેલાજ ભુપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. અને તે તમામ બેઠકનો રીપોર્ટ પાર્ટી હાઈકમાન્ડને સોંપ્યો હતો. ભુપેન્દ્ર યાદવ સરકાર અને સંગઠનની સંકલનની કામગીરી અને તાલમેલનું વિશ્લેષણ કરશે. આજે મળનારી આ બેઠકમાં ખાસ કરીને આમઆદમી પાર્ટી ભાજપને કઈ રીતે નુકશાન પહોંચાડી શકે છે અને નવા ક્યાં પડકારો ઉભા કરી શકે છે તેની ચર્ચા કરવામાં આવશે. સાથે સાથે તમામ પડકારો સામે કઈ રીતે લડવું આવા અનેક વિષયો પર પક્ષના નેતાઓ સાથે મંથન કરશે.

bhupendra yadav

IMAGE CREDIT- BHUPENDRA YADAV FACEBOOK

શું રૂપાણી સરકારના મંત્રીમંડળનું થશે વિસ્તરણ?

બે દિવસ પહેલાજ ભુપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. અને એ તમામ બેઠકનો રીપોર્ટ પાર્ટી હાઈકમાન્ડને સોંપ્યા બાદ આજે ભુપેન્દ્ર યાદવ ફરી ગુજરાતના નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે. ત્યારે સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ફરી તેજ બની છે. 2017માં પક્ષે સત્તા સંભાળ્યા બાદ મંત્રીમંડળમાં એકપણ ફેરફાર કર્યા નથી. ત્યારે વર્તમાનમાં મંત્રીમંડળમાં ઘણા ફેરફાર કરવામાં આવશે તેવું જણાઈ રહ્યું છે. ખાસ કરી ને જે ચહેરાઓ ખૂબ એગ્રેસીવ હશે તેમને પ્રાથમિકતા આપી સરકારની છબી બદલવાનો પ્રયત્ન કરવાંમાં આવી શકે છે. થોડા દિવસ પહેલા પાટીદાર(PATIDAR) સમાજની ખોડલધામ કાગવડખાતે મિટિંગ મળી તેમજ આમ આદમી પાર્ટી(AAP) અને કોંગ્રેસ પાર્ટીમાં પાટીદારોના વધતા વર્ચસ્વને કારણે ગુજરાતના નવા મંત્રી મંડળમાં પાટીદારોને વધુ તક આપવામાં આવી શકે છે. સાથેસાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા કોઈ પાટીદાર ચેહરાને પ્રોજેક્ટ કરવામાં આવે તેવું પણ લાગી રહ્યું છે.

આ પણ વાંચો:AAPમાં જોડાવા અંગે હાર્દિક પટેલની સ્પષ્ટતા

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સામે ક્યાં મોટા પડકારો

વર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ભાજપ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. પરંતુ કોરોનાકાળ દરમ્યાન ભાજપ સામે પ્રજાનો ઘણો આક્રોશ છે. લોકો બેરોજગાર થયા છે તેમજ પૂરતી આરોગ્યલક્ષી સેવાઓ ન મળવાને લીધે ઘણા લોકોએ પોતાના પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે એક બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જન સમર્થન પણ મળી રહ્યું છે. તો બીજી બાજુ ખોડલધામ કાગવડ ખાતે પાટીદારોની એક મિટિંગ મળી હતી અને તેમાં પાટીદાર મુખ્યમંત્રીની બનાવવાની વાત ચર્ચાઈ હતી. આમ આવનાર વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ સામે ઘણા પડકારો રહેલા છે.

No comments

leave a comment