Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝછ દિવસ પછી ભાજપ સભ્ય મર્ડર કેસ ઉકેલાયો, પૈસાની લેત્તી દેતી મામલે હત્યા

છ દિવસ પછી ભાજપ સભ્ય મર્ડર કેસ ઉકેલાયો, પૈસાની લેત્તી દેતી મામલે હત્યા

Share Now

થોડા સમય પહેલા મહીસાગર જીલ્લામાં આવેલ લુણાવાડા તાલુકાના પાલ્લા ગામમાં ભાજપ કારોબારી સભ્ય અને તેમના પત્નીની વહેલી સવારે લાશ મળી આવી હતી. ત્યારે ભાજપ કારોબારી સભ્યની હત્યા (bjp member murder case) ક્યાં કારણથી કરવામાં આવી હતી, તેનું કારણ અત્યારસુધી અકબંધ હતું. જેનો ભેદ આજે છ દિવસ પછી ઉકેલાયો છે. ભીખાભાઈ પટેલ નામના સખ્શે પૈસા ની લેત્તી દેતી મામલે હત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

  • લુણાવાડા ભાજપ કારોબારી સભ્ય મર્ડર (bjp member murder case) મામલો
  • આજે છ દિવસ બાદ મર્ડર કેસનો ભેદ ઉકેલાયો
  • પોલીસે હત્યાના આરોપી ભીખા ધુલા પટેલની ધરપકડ કરી
  • પૈસાની લેત્તી દેતી મામલે હત્યા તેમજ વહેમના આધારે હત્યા કરી 
  • પોલીસે આરોપીની ધરપકડ કરી આગણની કાર્યવાહી હાથ ધરી

ભાજપ કારોબારી સભ્ય મર્ડર (bjp member murder case) મામલો ઉકેલાયો 

murderer of bjp member

લુણાવાડા મર્ડર કેસ મામલો છેલ્લા ઘણા દિવસથી ખુબ જ ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં ભાજપના કારોબારી સભ્યની હત્યા (bjp member murder case) કરવામાં આવી હતી. જે અંગે મુખ્યુંમંત્રી, ગૃહમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે પણ આ મામલા અંગે ગંભીર નોંધ લીધી હતી. તેમના દ્વારા હત્યા મુદ્દે ઝડપી અને યોગ્ય તપાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. પોલીસની અલગ અલગ ટીમો આ હત્યાકાંડ પર તપાસ કરી રહી હતી. ત્યારે આખરે પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. ભીખા ધુલા પટેલ નામના આરોપીએ પૈસાની લેતી દેતી અંગે અને વહેમના આધાર પર હત્યા કરી હતી. ત્યારે આરોપીની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ હત્યા કઈ રીતે કરી તેનું રીયાલીટી ચેક કરવા માટે આરોપીને હત્યા કરેલ જગ્યાએ લઇ જવામાં આવ્યો હતો. અને ત્યારબાદ આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 

આ પણ વાંચો: મહીસાગર જીલ્લાના ભાજપ કારોબારી સભ્યની હત્યા, હત્યાનું કારણ અકબંધ

bjp member murder case

મહીસાગર જીલ્લાના સ્થાનિક ભાજપ કારોબારી સભ્ય કે જે પાલ્લા ગામમાં રહે છે. તેમની આજે વહેલી સવારે લાશ મળી આવી હતી. ત્રીભોવનભાઈ પંચાલ અને તેમના પત્ની બન્નેને અજાણ્યા ઇસમે હત્યા કરી હતી. ત્રીભોવનભાઈની લાશ તેમની વાડીમાંથી મળી આવી હતી, તો તેમના પત્નીની લાશ ઘરમાંથી મળી આવી હતી.ત્રીભોવનભાઈ પંચાલ એ મહીસાગર જીલ્લાના ભાજપ અગ્રણી અને પંચાલ સમાજના આગેવાન પણ હતા. બંને પતિ પત્નીની હત્યા કોઈ તિક્ષ્ણ હથિયાર દ્વારા કરવામાં આવી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4
IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment