Ott India News Logo
Recent Posts
Connect with:
Sunday / September 25.
Homeન્યૂઝલ્યો બોલો, ભાજપની નગરપાલિકામાં ભાજપના જ સભ્યો કરી રહ્યા છે વિરોધ!

લ્યો બોલો, ભાજપની નગરપાલિકામાં ભાજપના જ સભ્યો કરી રહ્યા છે વિરોધ!

Share Now

બોટાદ નગરપાલિકામાં (botad municipality)ભાજપના સભ્યોનું પ્રમુખ અને અધિકારીઓ સાંભળતા ન હોઈ જેને લઈ શહેર પ્રમુખને લેખિતમાં રજૂઆત કરી હતી. નગરપાલિકાના સભ્યો સાથે પ્રમુખ વિકાસના કામોને લઈને ચર્ચા નથી કરતા, જેને લઈ સભ્યોમાં નારાજગી જોવા મળી હતી. આમ, ભાજપની નગરપાલિકામાં ભાજપના સભ્યો જ વિરોધ કરતા જોવા મળ્યા હતા.

ભાજપ પ્રમુખનો વિરોધ કરતા ભાજપના જ સભ્યો

બોટાદ નગરપાલિકામાં છેલ્લા પાચ ટર્મથી ભાજપનું શાસન છે. હાલ નગરપાલિકામાં ૪૪ સભ્યોમાંથી ૪૦ ભાજપના સભ્યો છે અને ૪ કોગ્રેસના સભ્યો છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી નગરપાલિકામાં (botad municipality)સભ્યો અને પ્રમુખ તેમજ અધિકારીઓને લઈ વિવાદ જોવા મળી રહ્યો છે. સભ્યોનું કોઈ સાંભળતું ન હોઈ અને પ્રમુખ તેમજ અધિકારીઓ કોઈ જવાબ ન આપતા હોઈ જેને લઈ નારાજગી જોવા મળી છે. આજે નગરપાલિકા ખાતે આ સભ્યો પ્રમુખને રજૂઆત કરવા ગયેલા પરંતુ દોઢ કલાક બેસવા છતાં પણ પ્રમુખ નહી આવતા, આ સભ્યો શહેર ભાજપ કાર્યાલય ખાતે દોડી ગયેલા અને શહેર પ્રમુખ ચદ્રકાંતભાઈ સાવલીયાને પોતાના પ્રશ્નોને લઈ રજૂઆત કરી હતી. આ અગાઉ પણ સભ્યો દ્વારા સંગઠનને પોતાની નારાજગી અંગે રજૂઆત કરવામાં આવેલી છે. તેમ છતાં કોઈ નિર્ણય ન આવતા આજે શનિવારે તેઓ રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે ભાજપની આ નગરપાલિકામાં ભાજપ પ્રમુખનો વિરોધ કરતા ભાજપના જ સભ્યો જોવા મળી રહ્યા છે.

 BJP members were protesting aginst president in botad municipality

અનેક વાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીં

આ અંગે મહિલા સભ્યએ જણાવ્યું હતુ કે, અમે નગરપાલિકામાં પ્રમુખની દોઢ કલાક સુધી રાહ જોઇ હતી. ગત્ત નગરપાલિકાની ચુંટણીમાં લોકોએ ખોબલે ખોબલે મત આપીને રેકોડ બ્રેક મતે જીતાડ્યા છે, ત્યારે અમારી પણ ફરજ હોઈ છે કે, ગટર લાઈન, સ્વચ્છતા, કચરાની ગાડીઓ જેવા પ્રશ્નોનો ઉકેલ આવે. નગરપાલિકામાં અધિકારી રાજ ચાલી રહ્યું છે. અમે અનેક વાર રજૂઆત કરી જેમાં સંગઠનને અને નગરપાલિકાને ચાર મહિના પહેલા રજૂઆત કરેલી છે છતાં પણ કોઈ નિરાકરણ આવ્યુ નથી. અમારી સાથે વિકાસના કામોને લઈ કોઈ ચર્ચા કરવામાં આવતી નથી અને સુતેલા નગરપાલિકાના પ્રમુખને જગાડવાનું કામ અને અધિકારી શાસનને તોડવાનું કામ છે તેના નિરાકણ માટે રજૂઆત કરી છે.

 BJP members were protesting aginst president in botad municipality

તો બીજી તરફ અન્ય સભ્યનું કહેવુ છે કે, નગરપાલિકાના સભ્યોનો એક જ પ્રશ્ન છે લોકોએ અમને ખોબલે ખોબલે મત આપ્યા હોઈ ત્યારે લોકોની ખુબ અપેક્ષાઓ હોઈ છે. અહીંયાના જુના કોન્ટ્રાક્ટરો છે જે કોઇ પણ પ્રકારનું કામ કરતા નથી અને સમય મર્યાદા પૂરી થઇ ગઇ હોવા છતાં અમે ૪૦ સભ્યોએ લેખીતમાં રજૂઆત કરી હોવા છતાં તેમના કામોની સમય મર્યાદા વધારી દેવામાં આવે છે. આજે ૪૦ સભ્યોના ફોન કોન્ટ્રાક્ટર ઉપાડતા નથી. તેના વિરોધમાં યોગ્ય નિકાલ આવે તેના માટે રજૂઆત કરવા આવ્યા છીએ. નગરપાલિકાના પ્રમુખ અને અધિકારીઓને રજૂઆત કરેલી છે પણ ઉકેલ આવ્યો નથી.

જુઓ આ વિડીયો: કોલસાની શૉર્ટેજ: મિલો મુકાઇ મુસીબતમાં

તો આ સમગ્ર મામલે પ્રમુખનું કહેવુ છે કે, રજૂઆત અમને લેખીતમાં આપવામાં આવી છે અને નગરપાલિકાના પ્રમુખ, ઉપ પ્રમુખ અને કારોબારી ચેરમેનને સાથે અમે સંકલન કરી તેમનો પ્રશ્નો જે વ્યાજબી છે તેનો નિકાલ આવે તેવું સકલન કરીશું. કોન્ટ્રાકટર, નગરપાલિકા પ્રમુખ સાથે ટ્યુનીગ થાય અને સ્વછતા આવે તેવા પ્રશ્નો છે.

આ પણ વાંચો: અંતે મૌન તોડતા ઉદ્ધવ ઠાકરે : ચપટી ગાંજો ઝડપી ઢોલ શું વગાડો છો??

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

iOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment