મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલ (MLA Ashaben Patel)નું નિધન થયું છે. જણાવી દઈએ કે આશાબેન પટેલ ડેન્ગ્યૂ (Dengue)ના કારણે લાઈફ સપોર્ટ સિસ્ટમ પર હતા. અતિગંભીર હાલત હોવાના કારણે આશા પટેલનું નિધન થયું છે.
MLA Ashaben Patel ના નિધનથી પાર્ટીમાં શોકની લાગણી
આશાબેન પટેલના નિધનથી ભાજપમાં શોકની લાગણી ફેલાઈ છે. આશાબેન પટેલ દિલ્હીથી પરત આવ્યા બાદ ડેન્ગ્યુ થયો હતો. જેના પગલે તેમને ગત્ત સ7 ડિસેમ્બરના રોજ તાવ આવ્યો હતો. બાદમાં ડેન્ગ્યુ (Dengue)થયો હોવાની જાણ થઇ હતી. જોકે તેમની તબિયત વધુ લથડતા ગત્ત શુક્રવારે તેમને અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જણાવી દઇએ કે, વર્ષ 2017માં કોંગ્રેસના ઉમેદવાર હતા અને તેઓ ઊંઝા બેઠક પરથી ધારાસભ્ય બન્યા હતા.
આશાબેન પટેલ જોડાયા હતા ભાજપમાં
ઉલ્લેખનિય છે કે, કેટલાક સમય પહેલા કોંગ્રેસમાં સર્જાયેલા આંતરિક વિખવાદના કારણે નારાજ આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા હતા. ભાજપ (BJP)માં જોડાયા બાદ વર્ષ 2019માં પાર્ટીએ તેમને ઊંઝા બેઠક પરથી ફરી ટિકિટ આપી હતી. જ્યાં આશાબેન પટેલ ફરી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
આ પણ વાંચો: PM મોદીનું ટ્વિટર એકાઉન્ટ હેક, જાણો PMO એ ટ્વિટ કરી શું કહ્યું?
જાણો કોણ છે MLA Ashaben Patel
2017માં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બનીને ઊંઝા બેઠક પર વિધાનસભા ચૂંટણી (Assembly elections)લડીને આશાબેન પટેલ જીત્યા હતા. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટી છોડીને તેઓ 2019માં ભાજપમાં જોડાયા હતા. જણાવી દઇએ કે, કોંગ્રેસમાં સર્જાયેલા આંતરિક વિખવાદના કારણે નારાજ આશાબહેન પટેલ ભાજપમાં જોડાયા હતા. બાદમાં ભાજપે ઊંઝાથી જ આશાબેન પટેલને ટીકીટ (Tickets)આપી હતી અને તેઓ સત્તામાં આવ્યા હતા.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4