Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / October 4.
Homeન્યૂઝબંગાળમાં BJPને વધુ એક ફટકો, ધારાસભ્ય સુમન રોય TMCમાં જોડાયા

બંગાળમાં BJPને વધુ એક ફટકો, ધારાસભ્ય સુમન રોય TMCમાં જોડાયા

TMC SUMAN ROY,SUMAN ROY JOIN TMC,WEST BENGAL
Share Now

પશ્ચિમ બંગાળમાં(West Bengal) વિધાનસભાની પેટાચૂંટણીની(By Election) તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીને(Bhartiya Janta Party) મોટો ફટકો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુમન રોયે(Suman Roy) પાર્ટી છોડીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.

સુમન રૉય બંગાળની સંસ્કૃતિને અકબંધ રાખવા માંગે છે 

તૃણમૂલ કોંગ્રેસના(TMC) નેતા પાર્થ ચેટર્જીએ કહ્યું કે કાલિયાગંજથી ભાજપના ધારાસભ્ય સુમન રોય(Suman Roy) બંગાળ અને ઉત્તર બંગાળના વિકાસ માટે અમારી સાથે જોડાઈ રહ્યા છે. તે બંગાળની સંસ્કૃતિ અને વારસાને અકબંધ રાખવા માંગે છે. તેમણે કહ્યું કે હું અહીં પાર્ટીના જનરલ સેક્રેટરી તરીકે મારા પૂર્વ સાથીદારને ફરી સામેલ કરવા આવ્યો છું.

ભાજપમાં જોડાયા બાદ પણ મારુ દિલ TMCમાં હતું 

TMC માં જોડાયા બાદ સુમન રોયે કહ્યું કે હું TMCP નો વિદ્યાર્થી હતો. ભાજપમાં(BJP) જોડાયા અને ટિકિટ લઈને તેમના માટે જીત્યા પણ મારું દિલ ટીએમસીમાં હતું. તેમણે કહ્યું કે, રાજ્યના લોકોએ તૃણમૂલ કોંગ્રેસને 213 બેઠકો પર આશીર્વાદ આપ્યા છે. અમારા નેતાઓ ઉત્તર બંગાળ અને બંગાળના વિકાસ માટે ઘણું કામ કરી રહ્યા છે.

TMC SUMAN ROY,SUMAN ROY JOIN TMC,WEST BENGAL

આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની તારીખ જાહેર થતાં મમતા બેનર્જીની ચિંતા ઘટી

ભાજપમાં જોડાવું એ મારી ભૂલ : સુમન રોય

તેમણે કહ્યું, ‘હું ભાજપમાં ગયો તે મારી સૌથી મોટી ભૂલ હતી. મેં તેની માફી માંગી છે. ઘણા લોકો ભાજપમાંથી TMC માં જોડાવાની રાહ જોઈ રહ્યા છે.

પેટા ચૂંટણીની જાહેરાત થતાં જ મમતા બેનર્જીન પોસ્ટર લાગ્યા 

ભવાનીપુર બેઠક અંગે પાર્થ ચેટર્જીએ કહ્યું કે ચૂંટણીઓ લોકશાહીનો એક ભાગ છે. અમે ઘણા સમય પહેલા ભવાનીપુર બેઠક માટે મમતા બેનરજીના નામની જાહેરાત કરી હતી. મમતા બેનર્જી રેકોર્ડ માર્જિનથી ચૂંટણી જીતશે. ચૂંટણી પંચે પેટાચૂંટણીની જાહેરાત કર્યાના એક કલાકની અંદર જ દક્ષિણ કોલકાતાના ભવાનીપુર વિસ્તારની ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાં મમતા બેનર્જીના ચૂંટણી પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.

30 સપ્ટેમ્બરે પેટા ચૂંટણી યોજાશે

 ચૂંટણી પંચે આજરોજ શનિવારે પશ્ચિમ બંગાળમાં ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો અને ઓડિશાની એક બેઠક પર 30 સપ્ટેમ્બરે પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. બંગાળમાં ભવાનીપુર, શમશેરગંજ અને જંગીપુર બેઠકો પર પેટાચૂંટણી થશે, જ્યારે ઓડિશામાં પીપલી બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે. આ બેઠકો પર આજથી જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. 30 સપ્ટેમ્બરે મતદાન થશે અને 3 ઓક્ટોબરે મત ગણતરી થશે.

નંદીગ્રામથી હાર્યા હતા ચૂંટણી 

ચૂંટણી પંચની આ જાહેરાત બાદ મમતા બેનર્જીનો વિધાનસભામાં પહોંચવાનો રસ્તો સ્પષ્ટ માનવામાં આવી રહ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી ભલે થોડા મહિના પહેલા યોજાયેલી વિધાનસભાની ચૂંટણી જીતી ગઈ હોય, પરંતુ તેઓ પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા. ટીએમસીમાંથી ભાજપમાં જોડાયેલા શુભેન્દુ અધિકારી સામે મમતાને હારનો સામનો કરવો પડ્યો હતો.

ભવાનીપુરથી બે વખત ચૂંટાયા છે મમતા બેનરજી 

જો કે, સીએમ મમતા બેનર્જીએ(Mamta Banerjee) નંદીગ્રામ(Nandigran) બેઠક પરની હારને કોર્ટમાં પડકારી હતી. આ સાથે તેમણે મુખ્યમંત્રી તરીકે શપથ પણ લીધા હતા. આવી સ્થિતિમાં પોતાની ખુરશી જાળવી રાખવા માટે તેમની પાસે ચૂંટણી જીતીને વિધાનસભામાં પહોંચવા માટે 6 મહિના છે. આ માટે TMC ધારાસભ્ય શોભનદેવ ચટ્ટોપાધ્યાયે પણ ભવાનીપુર બેઠક ખાલી કરી હતી. મમતા બેનરજી બે વખત આ બેઠક પરથી ધારાસભ્ય પણ બની ચૂક્યા છે. હવે તે પેટાચૂંટણીથી ફરી વિધાનસભામાં પહોંચી શકે છે.

શું છે બંધારણીય જોગવાઈ 

તમને જણાવી દઈએ કે, થોડા સમય પહેલા પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. જેમાં મમતા બેરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે જીત મેળવી હતી. જો કે, મમતા બેનરજી ચૂંટણી હારી ગયા હતા.  પરંતુ બંધારણીય નિયમ પ્રમાણે મુખ્યમંત્રી બનનાર જો વિધાનસભા સભ્ય ના હોય એટલે કે ધારાસભ્ય ના હોય તો તેને મુખ્યમંત્રી બન્યાના છ મહિનાની અંદર ફરીથી ચૂંટણી જીતીને વિધાનસભાના સદસ્ય બનવું પડે છે. નહીં તો તેને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડે છે. ત્યારે હવે ચૂંટણી પંચના આ નિર્ણયથી મમતા બેનરજીની ચિંતા ઓછી થઈ છે. 

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની પેટાચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુમન રોયે પાર્ટી છોડીને મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment