Ott India News Logo
Recent Posts
Connect with:
Tuesday / July 5.
Homeન્યૂઝભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ, બે વર્ષ બાદ યોજાઇ બેઠક

ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક શરૂ, બે વર્ષ બાદ યોજાઇ બેઠક

BJP National Executive Meeting
Share Now

આગામી વર્ષ 2022 માં સાત રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે દેશના 7 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વની બેઠક યોજાઇ છે. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 124 સભ્યો ભાગ લઈ રહ્યા છે. પેટાચૂંટણીના પરિણામો બાદ અને આગામી પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે. તમામની નજર આ બેઠક પર રહેલી છે.

પીએમ મોદી કાર્યકર્તાઓને આપશે જીતનો સંદેશ

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકનું આયોજન થઈ શક્યું નથી. બે વર્ષ બાદ રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક મળી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિત 124 સભ્યો ભાગ લેશે. જેપી નડ્ડાના સંબોધન સાથે સવારે 10 વાગે બેઠક શરૂ થઈ ગઈ છે. બેઠકના અંતે પીએમ મોદી બધાને સંબોધિત કરશે. આ સાથે તેઓ પાર્ટીને જીતનો મંત્ર પણ આપશે. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, જે કેન્દ્રીય મંત્રીઓ અથવા સભ્યો દિલ્હીમાં છે તે જ આ બેઠકમાં હાજરી આપશે, બાકીના સભ્યો તેમના રાજ્યોમાંથી વર્ચ્યુઅલ હાજરી આપશે.

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી બન્યા દુનિયાના સૌથી લોકપ્રિય નેતા

તમને જણાવી દઈએ કે દેશમાં સૌથી વધુ વિધાનસભા સીટો ધરાવતા રાજ્ય ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે ચૂંટણી થવા જઈ રહી છે. સત્તાધારી ભાજપ યુપી ચૂંટણીની તમામ તૈયારીઓમાં વ્યસ્ત છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં યુપી ચૂંટણીના મુદ્દાને પણ સૌથી મહત્વનો મુદ્દો માનવામાં આવી રહ્યો છે. કારણ કે યુપીમાં લોકસભાની સીટ પણ સૌથી વધુ છે, અહીંની ચૂંટણીના પરિણામો 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીના પરિણામોનું ભવિષ્ય પણ નક્કી કરશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિલ્હીમાં ભાજપની આ બેઠકમાં હાજરી આપશે. વીસીના બદલે સીએમ પોતે દિલ્હી આવશે અને મીટિંગમાં ભાગ લેશે અને યુપી ચૂંટણી અંગે ફીડબેક આપશે અને રણનીતિ નક્કી કરવામાં આવશે.

આ રાજ્યોની ચૂંટણીઓ પર મંથન થશે

રવિવારે યોજાનારી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ચૂંટણીનો મુદ્દો મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ બેઠકમાં મુખ્યત્વે વિધાનસભાની ચૂંટણી માટે તેની રણનીતિ અને વિવિધ રાજ્યોમાં તેની સ્થિતિ અંગે ચર્ચા થવાની અપેક્ષા છે. આવતા વર્ષે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, મણિપુર,ગુજરાત અને પંજાબમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવો તે ભાજપનું લક્ષ્ય રહેશે. 

ઉલ્લેખનીય છે કે, આગામી વર્ષ 2022 માં સાત રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે દેશના 7 રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રવિવારે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની મહત્વની બેઠક યોજાશે. આ બેઠકમાં પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત 124 સભ્યો ભાગ લઈ રહ્યા છે. પેટાચૂંટણીના પરિણામો બાદ અને આગામી પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા આ બેઠકને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. આ મહત્વપૂર્ણ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણ સાથે સમાપ્ત થશે. તમામની નજર આ બેઠક પર રહેલી છે.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment