ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારી બેઠક 7 નવેમ્બરે રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાજીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં મળી હતી. રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન મળ્યું હતું. આ બેઠકમાં ગુજરાતમાંથી ભા.જ.પા. મુખ્ય કાર્યાલય કમલમ્ ખાતેથી પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ અને સાંસદ રમીલાબેન બારા જોડાયા હતા.
રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં સૌપ્રથમ રાષ્ટ્રીય અધ્યક્ષ જગતપ્રકાશ નડ્ડાજીએ ઉદ્દઘાટન-પ્રવચન કર્યું હતું. રાષ્ટ્રીય અધ્યક્ષે કારોબારી બેઠકમાં માર્ગદર્શન અને પક્ષના આગામી કાર્યક્રમો બાબતે નિર્દેશ આપ્યા હતા. કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષે કહ્યું હતું કે, આપણે નસીબદાર છીએ કે આપણને દુનિયાના સૌથી વધુ લોકપ્રિય લોકનેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે, જેના કારણે આજે દુનિયામાં ભારતનું માન-સન્માન વધ્યું છે. દેશને મજબૂત, સશક્ત તથા નિર્ણાયક નેતૃત્વ આપવા બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન પાઠવ્યા હતા.
વેક્સિનની શોધ સાથે સાથે વિશ્વના સૌથી મોટા અને ઝડપી રસીકરણનો શ્રેય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે:- જે.પી. નડ્ડાજી
વધુમાં જગતપ્રકાશ નડ્ડાજીએ કહ્યું હતું કે આતંકવાદ, પર્યાવરણ કે પછી કોવિડની વાત હોય, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈની દરેક વાત વૈશ્વિક મંચ ઉપર ગંભીરતાથી સાંભળવામાં આવે છે, અને તેમની સલાહનો સ્વીકાર પણ કરવામાં આવે છે. કોરોના સંકટ સમયે ગરીબો તેમજ પ્રવાસી મજૂરોની ચિંતા કરીને વડાપ્રધાને નિશ્ચય કર્યો હતો કે દેશમાં કોઈ ભૂખ્યું નહીં રહે. એ લક્ષ્યાંક સાથે દેશના 80 કરોડ લોકો માટે તેમણે વડાપ્રધાન ગરીબ કલ્યાણ યોજનાના નામે અન્ન રાહત અભિયાનો પ્રારંભ કર્યો હતો. ગયા વર્ષે તેમજ આ વર્ષે માર્ચથી નવેમ્બર સુધી ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા દેશના 80 કરોડ લોકોને લાભ મળ્યો.
વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ એક તરફ દેશ કોવિડને હરાવવા લડાઈ લડી રહ્યો હતો તેવા સમયે વિપક્ષો રસી તેમજ રસીકરણ બાબતે દેશવાસીઓને ગેરમાર્ગે દોરવાની અધમ રાજનીતિ કરી રહ્યા હતા. વિપક્ષો ગમે તેટલું રાજકારણ રમે છતાં દેશના ઈતિહાસમાં એ લખાઈ ચૂક્યું છે, કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના પ્રયાસોથી દેશમાં સ્વદેશી રસીનું નિર્માણ થયું તથા દેશની આટલી મોટી જનસંખ્યાને મફતમાં રસી આપવામાં આવી. આ ઉપરાંત નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કલમ 370 નાબૂદ થઈ, શ્રી રામ મંદિરના નિર્માણનો માર્ગ ખૂલ્યો, તથા નાગરિક સંશોધન કાયદો લાગુ થયો છે. તદઉપરાંત નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા સાત વર્ષમાં ખેડૂત કલ્યાણના કાર્યો કર્યા છે.
આગામી 6 એપ્રિલ સુધીમાં આખા ભારતમાં તમામ બૂથ ઉપર પેજ પ્રમુખો બનાવવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવશે:- જે.પી. નડ્ડાજી
રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં એક રાજકીય પ્રસ્તાવ પણ પસાર કરવામાં આવ્યો હતો, જેમાં કોરોના વિરૂદ્ધ લડાઈ, અર્થવ્યવસ્થા, સેવા એ જ સંગઠન, સેવા એ જ સમર્પણ, પર્યાવરણ વગેરે વિષયોનો સમાવેશ કરવામાં અવ્યો. આ પ્રસ્તાવ ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે રજૂ કર્યો હતો. જેને તમિલનાડુ ભાજપના પ્રદેશ અધ્યક્ષ અન્નામલાઈ તથા અન્ય વરિષ્ઠ નેતાઓએ સમર્થન આપ્યું હતું.
છેલ્લા સાત વર્ષમાં જેટલા ખેડૂત કલ્યાણના કાર્યો થયા એટલા ભારતમાં છેલ્લા સાત દાયકામાં નથી થયા:- જે.પી. નડ્ડાજી
રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં પક્ષના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં તમામ 36 પ્રદેશના કારોબારી સભ્યો, મુખ્યપ્રધાન તેમજ નાયબ મુખ્યપ્રધાન અને પ્રદેશ અધ્યક્ષ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. 8 લાખ બૂથ પર બૂથ સમિતિની રચનાનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે. બાકીના બૂથ પર સમિતિની રચનાનું કાર્ય 25 ડિસેમ્બર, 2021 સુધીમાં પૂર્ણ થઈ જશે. પેજ પ્રમુખ બનાવવાની કામગીરી પણ 6 એપ્રિલ, 2022 સુધીમાં પૂર્ણ થશે. આગામી સમયમાં પાંચ રાજ્યોમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગુજરાત ભાજપ કાર્યાલય “કમલમ ખાતે” આગામી 17 નવેમ્બરના રોજ પ્રદેશ કાર્યકારિણી યોજાશે:- શ્રી સી.આર.પાટીલ
રાષ્ટ્રીય કારોબારી બેઠકનું સમાપન કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું હતું કે, ભાજપમાં પરિવારવાદ નથી, એ બાબત જ આપણને અન્ય પક્ષો કરતાં અલગ પાડે છે. પક્ષનો મૂળ આધાર સેવા, સંકલ્પ તથા સમર્પણ ઉપર ટકેલો છે. વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું હતું કે, કોરાનાકાળમાં ભાજપના કાર્યકરોએ સેવાની નવી સંસ્કૃતિનો પ્રારંભ કર્યો છે. તેમણે પક્ષના ઈતિહાસને યાદ કરતાં કહ્યું કે, ભાજપને આજે કેન્દ્રમાં સત્તા મળી છે તેનું મોટું કારણ એ છે, કે પાર્ટી સામાન્ય નાગરિકો સાથે હંમેશાં જોડાયેલી રહી છે.
ભાજપના કાર્યકરોએ પોતાના જીવનની ચિંતા કર્યા સિવાય માનવ સેવા કરી છે:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી
આ ઉપરાંત વડાપ્રધાનશ્રીએ કહ્યું હતું કે, ભાજપના કાર્યકરોએ પોતાના જીવનની ચિંતા કર્યા વિના માનવતાની અદ્દભૂત સેવા કરી છે અને તમામને સહયોગ આપ્યો છે. આખી દુનિયાએ ભારતની આ ક્ષમતાની નોંધ લીધી છે. ભાજપના નિઃસ્વાર્થ કાર્યકર્તાઓના જીવન વિશે નમો એપમાં કમલ પુષ્પ ફીચર દ્વારા લોકો સમક્ષ પ્રસ્તુત કરવાની તેમણે દરખાસ્ત કરી હતી. વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું હતું કે, પક્ષની પરંપરાઓને આગળ વધારતાં અને સખત મહેનત તથા પરિશ્રમને કારણે જ આપણે આગળ વધ્યા છીએ. ભાજપના કાર્યકરોએ આગામી સમયમાં આ જ વિશ્વાસ તથા પોતાપણાને સાથે લઇને આગળ વધવાનું છે.
વધારે માહિતી માટે ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4
iOS:http://apple.co/2ZeQjTt