Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeન્યૂઝઆગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે: સી. આર. પાટીલ

આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા જોવા મળશે: સી. આર. પાટીલ

BJP
Share Now

હિંમતનગર ખાતે ગઇકાલે સોમવારે પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ગુજરાત ભારતીય જનતા પાર્ટી (BJP)માં પેજ સમીતીના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. જ્યાં સીઆર પાટીલ (CR Patil)નો હિંમતનગર ખાતે ભવ્ય રોડ શો યોજાયો હતો, ત્યારબાદ પ્રદેશ પ્રમુખે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યું હતુ.

ભાજપ (BJP)નો દરેક કાર્યકર ચૂંટણી જીતાડવા સક્ષમ

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે કાર્યકરો. કાર્યકરોની તાકાતને કારણે ભાજપ પેટા ચૂંટણી (By Election), મહાનગર પાલિકાની ચૂંટણી, નગર પાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રચંડ જીત મેળવી તે દર્શાવે છે કે ભાજપનો એક એક કાર્યકર ચૂંટણી જીતાડવા સક્ષમ છે. આ ઉપરાંત હાલમાં જ ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપાની ઐતિહાસિક જીતનો શ્રેય પણ પાર્ટીના દરેક કાર્યકરના શિરે જાય છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, કોંગ્રેસને પ્રજા સ્વીકારતું નથી. કોંગ્રેસને હજુ પણ કળ નથી વળી. વધુમાં કાર્યકર્તાઓને જણાવ્યું કે ભાજપનો દરેક કાર્યકર નરેન્દ્ર મોદી મોબાઇલ એપનો ઉપયોગ કરે અને કરાવે સાથે મન કી બાત કાર્યક્રમ દ્વારા દરેક કાર્યકર સાથે સબંધ વધુ મજબૂત બનાવવા પ્રયાસ કરવામાં આવે.

કાર્યકરને તેના પરફોર્મન્સના આધારે સ્થાન મળશે

સીઆર પાટીલે કાર્યકર્તાને વિશ્વાસ અપાવતા વધુમાં જણાવ્યું કે, ભાજપાનો દરેક કાર્યકર જીત માટે સંકલ્પ કરે, ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતી જનતા જનાર્દનની સેવા કરે છે. ભારતીય જનતા પાર્ટીમાં દરેક કાર્યકર (Workers)ને તેના પરફોર્મન્સના આધારે યોગ્ય સ્થાન મળશે જ માટે જે જવાબદારી મળે તે નિભાવવા હાંકલ કરી હતી. પ્રદેશ અધ્યક્ષે કાર્યક્રમમાં હાજર ચૂંટાયેલા તમામ પ્રતિનિધીઓને પાર્ટીના દરેક કાર્યકરોનું કામ કરવા પણ હાંકલ કરી હતી.

આ પણ વાંચો: જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટની કમાન પણ હવે અદાણી ગૃપ સંભાળશે

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે દરેક કાર્યકર ચૂંટણીમાં ટીકિટ માંગી શકે છે અને આવનાર વિધાનસભાની ચૂંટણીમાં 100થી વધુ નવા ધારાસભ્યોના ઉમેદવારો (Candidate)ની યાદી જોવા મળશે. ચૂંટણી માટે કયા ઉમેદવારને ટીકિટ આપવી કે નહી તે ભાજપનું હાઇકમાન્ડ નક્કી કરે છે તે પણ સર્વે કરી જે ઉમદેવારે પ્રજાનો વિશ્વાસ મેળવ્યો હશે તેવા નવા ચહેરાને તક આપવામાં આવશે અને એટલે ભાજપનો દરેક કાર્યકર પ્રજાની સાથે રહે તેમના કામ કરે અને તેમનો વિશ્વાસ સંપાદીત કરવાના પ્રયાસમાં જોતરાઇ જાય.

PM મોદી પર દેશવાસીઓને ભરોસો

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી (PM Narendra Modi)પર ગુજરાત સહિત દેશવાસીઓને સંપુર્ણ ભરોસો છે. આપણી ભુલ હોય તો પણ મતદારો આપણી ભુલ માફ કરી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને જોઇ આપણને મત આપે છે. આ કાર્યક્રમમાં સીઆર પાટીલે પેજ સમીતી અંગે વાત કરી, તેનું મહત્વ કાર્યકરોને સમજાવ્યું અને ચૂંટણીમાં કેવી રીતે તેનો ઉપયોગ કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું. પેજ સમીતીને વધુ મજબૂત કરી પાર્ટીનો દરેક કાર્યકર આવનાર ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને વધુમાં વધુ મજબૂત કરે તે માટે સચૂન કર્યુ હતું.

BJP ની આ મીટિંંગમાં કોણ-કોણ હાજર રહ્યું હતુ?

આ પ્રસંગે પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી રજની પટેલ, પ્રભારી મંત્રી કુબેર ડિંડોર, મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર, સાંસદો દીપસિંહ રાઠોડ, રમીલાબેન બારા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ કું. કૌશલ્યા કુવરબા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ જે.ડી.પટેલ સહિત હોદ્દેદારો અને પેજ સમિતિના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં થયા હર્ષભાઈ ભાવુક જુઓ વીડિયો:

 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment