Ott India News Logo
Recent Posts
Connect with:
Monday / October 18.
Homeન્યૂઝવેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત

વેપારી વિભાગની 4 અને ખરીદ વેચાણ સંઘની 2 બેઠક બિનહરિફ થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત

gondal market yard
Share Now

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત રહેશે. મળતી માહિતી પ્રમાણે 2 બેઠક ખરીદ વેચાણ સંઘની અને 4 બેઠક વેપારી વિભાગની બિનહરીફ થઈ છે. તેમજ કોંગ્રેસ રેરીત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈએ ખેડૂત વિભાગમાંથી ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેને કારણે હવે નગરપાલિકાના સદસ્ય સાથે 16 માંથી 9 બેઠકો ભાજપને મળી છે. આમ આવનાર પાંચ વર્ષ સુધી ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત રહેશે. આ બેઠકો બિનહરીફ કરાવવામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ ભાગવનજી રામાણી અને શહેર ભાજપ પ્રમુખ ચંદુ દૂધાત્રાની ખૂબ મહત્વની ભૂમિકા રહી હતી.  

ગોંડલને ભાજપનો ગઢ માનવામાં આવે છે 

ગોંડલનએ ભાજપનો ગઢ માનવામાં આવે છે. ત્યારે ગોંડલ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 16 જેટલા ભાજપ પ્રેરિત ઉમેદવારોએ ફોરમ ભર્યા હતા. જેમાં અલ્પેશભાઈ ઢોલરીયા, ગોપાલભાઈ શિંગાળા, કુરજીભાઈ ભાલાળા, જગદીશભાઈ સાટોડિયા,ધીરજલાલ સોરઠીયા, કચરાભાઈ વૈષ્ણવ, વલ્લભભાઈ ડોબરીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મનીષભાઈ ગોળ, નાગજીભાઈ પાંચાણીએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે પ્રફુલભાઈ ટોળીયા, મગનભાઈ ઘોણીયાએ સહકારી ખરીદ વેચાણ મંડળીમાંથી અને વેપારી વિભાગમાંથી  રસિકભાઈ પટોળીયા, જીતેન્દ્રભાઈ જીવાણી, હરેશભાઈ વડોદરિયા તેમજ રમેશભાઈ લાલચેતા એમ 16 લોકોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા.

jayesh radadiya, gondel market yard election

આ પણ વાંચો:ઉપલેટાના ગઢાળામાં વિદ્યાર્થિનીઓ જીવના જોખમે કોઝવે પાર કરી સ્કૂલે જવા મજબૂર

આવતી કાલે રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી યોજાશે 

આવતી કાલે રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે મતદાન યોજવાનું છે. ત્યારે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાને રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી પર બિનહરિફ કરાવવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ આ કાર્યમાં તેમને સફળતા ન મળતા આવતી કાલે રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મતદાન યોજવાનું  છે. આ યાર્ડમાં 14 બેઠક પર 32 ઉમેગવાર ઉભા રહ્યા છે. અને 2032 મતદારો કાલે મતદાન કરશે.

ઉલ્લેખનીય છે કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત રહેશે. મળતી માહિતી પ્રમાણે 2 બેઠક ખરીદ વેચાણ સંઘની અને 4 બેઠક વેપારી વિભાગની બિનહરીફ થઈ છે. તેમજ કોંગ્રેસ રેરીત પેનલમાંથી ભાલોડી અશ્વિનભાઈએ ખેડૂત વિભાગમાંથી ફોર્મ પાછું ખેંચી લીધું છે. જેને કારણે હવે નગરપાલિકાના સદસ્ય સાથે 16 માંથી 9 બેઠકો ભાજપને મળી છે. આમ આવનાર પાંચ વર્ષ સુધી ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત રહેશે. આ બેઠકો બિનહરીફ કરાવવામાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તાલુકા પ્રમુખ ભાગવનજી રામાણી અને શહેર ભાજપ પ્રમુખ ચંદુ દૂધાત્રાની ખૂબ મહત્વની ભૂમિકા રહી હતી.

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment