Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / December 1.
Homeન્યૂઝગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે લાભ પાંચમની શુભકામના પાઠવી

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે લાભ પાંચમની શુભકામના પાઠવી

CR Paatil
Share Now

આજે મંગળવારે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારોની પૂર્ણાહુતિ થઈ છે. નવું વર્ષ વધારે શુભ અને લાભદાયી પુરવાર થાય તેવી પ્રાર્થના સાથે વેપારીઓ આજે મંગળવારે મુહૂર્ત કરશે. આ સાથે જ માર્કેટ તેમજ દૂકાનો પૂર્વવત ધમધમવા લાગશે. જોકે, શહેરના મોટાભાગના વેપારીઓ મુહૂર્ત કર્યાં બાદ ગુરુવાર એટલે કે સાતમથી દુકાન-ધંધા શરૂ કરશે. જો કે, કેટલાક વેપારીઓ તો સાતમના દિવસે જ મૂહુર્ત કરશે. આ તમામ વચ્ચે ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે (CR Paatil)આગામી વર્ષ લાભદાયી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.

CR Paatil એ આગામી વર્ષ માટે શુભેચ્છા પાઠવી

આજે મંગળવારે લાભ પાંચમ છે અને તેની સાથે જ દિવાળીના તહેવારો પૂર્ણ થઇ ગયા છે. ત્યારે નવુ વર્ષ વધારે શુભ અને લાભદાયી રહે તેને લઇને ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે શુભેચ્છા પાઠવી છે. પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે વીડિયોના માધ્યમથી જણાવ્યું હતુ કે, દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી અને ભાઇબીજ પુર્ણ કરીને લાભ પાંચમ (Labh Pancham)ના દિવસે નવા વર્ષની આપણી યોજનાઓને શુભ મુહૂર્ત (Auspicious Moment)સાથે શરૂ કરીએ છીએ. ત્યારે મને વિશ્વાસ છે કે, લાભ પાંચમના દિવસે શુભ મુહૂર્તમાં શરૂ કરેલુ આપણુ કામ ચોક્કસ સફળતા સુધી આપણને લઇ જશે. તમારો આત્મવિશ્વાસ જ આપણને આગળ વધારવા માટે પ્રેરીત કરશે અને તેના કારણે જ સફળતા ચોક્કસ મળશે તેવી હું તમને શુભેચ્છા પાઠવુ છું

આ પણ વાંચો: કોરોના કાળમાં ભાજપના કાર્યકરોએ સેવાની નવી સંસ્કૃતિનો પ્રારંભ કર્યો છે:- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી

મળતી માહિતી અનુસાર નવા વર્ષે લાભપાંચમથી વેપાર (Trade)ધંધા ઉદ્યોગોના શ્રી ગણેશ કરવામાં આવતા હોય છે. ત્યારે આજે મંગળવારના રોજ બજારોમાં વેપારીની ચહલ-પહલ શરૂ થઈ જશે. જો કે, ઘણા વેપારીઓ સાતમનું કરતા હોવાથી કેટલાક બજારો સાતમથી ધમધમતા થઈ જશે. વેપારીઓએ દિવાળીના રોજ ચોપડા પૂજન કરીને દુકાનો વધાવી લીધા બાદ મૂહુર્તના સોદા કરશે અને નવા ઓર્ડર આપશે.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના પગ પેસારા બાદ લાંબા સમયે દિવાળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. તો લાંબા સમય બાદ બજારોમાંથી મંદી દૂર થઈ હોય તેવા માહોલ એક સમયે ઉભો થયો હતો. લોકોએ દિવાળી સુધી છેલ્લી ઘડીની ખરીદી કરતા બજારોમાં ગ્રાહકોની ભારે માત્રામાં ભીડ જોવા મળી હતી.

ભાજપ પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર પાટીલે લાભ પાંચમની શુભકામના પાઠવી જુઓ વીડિયો 

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment