ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીની હિંસાની દેશભરમાં નિંદા થઈ રહી છે. ત્યારે (BJP) ભાજપના અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પાર્ટી કાર્યકર્તાઓને કહ્યું કે, નેતાગીરીનો મતલબ કોઈને લૂંટવા નથી. આ શબ્દો તેમણે અલ્પસંખ્યક મોર્ચાની કાર્યસમિતિમાં બોલ્યા હતા.
आज अल्पसंख्यक मोर्चा की प्रदेश कार्यसमिति बैठक के उद्घाटन सत्र को संबोधित किया। pic.twitter.com/odEu0M26qw
— Swatantra Dev Singh (@swatantrabjp) October 10, 2021
ઉત્તર પ્રદેશ ભાજપ (BJP) અધ્યક્ષે કહ્યું કે, નેતાગીરીનો મતલબ કોઈને લૂંટવા નહીં. તો ફોર્ચ્યુનરથી કોઈને કચડી નાખવા. તમારો વ્યવહાર જેવો હશે એવી જ રીતે મત મળશે. જે શેરીમાં તમે રહો છો એ શેરીમાં જો 10 લોકો તમારી પ્રસંશા કરશે તો મારી છાતી ફુલશે. એવું ન હોવુ જોઈએ કે જે વિસ્તારમાં તમે રહો છો એ વિસ્તારના લોકો તમને ઓળખતા જ નહોય કે તમારો ચહેરો જ ત્યાં જોતા ન હોય.
તમને જણાવી દઈએ કે લખીમપુર ખીરીમાં (BJP) ભાજપના નેતાઓ, કાર્યકરો અને ખેડૂતો વચ્ચે જબરદસ્ત હિંસા થઈ હતી. જેમાં કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષ મિશ્રા પર ખેડૂતોને કારથી કચડી નાખવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જો કે, આશિષ દાવો કરી રહ્યો છે કે તે ઘટના સમયે ઘટનાસ્થળે હાજર નહોતો, પણ ખુબ દૂરના એક કાર્યક્રમમાં હતો.
જે બાદ ઘણા વીડિયો સામે આવ્યા છે, જેમાં થાર કાર ખેડૂતોને કચડતી જોવા મળી હતી. એક ફોર્ચ્યુનર કાર પણ તેની પાછળ સ્પીડ સાથે નીકળતી જોઈ શકાય છે. વિવાદ વધ્યા બાદ વિપક્ષી દળોના નેતાઓએ લખીમપુર ખીરીની મુલાકાત લીધી હતી અને બાદમાં મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટ તરફથી સખત ઠપકો આપ્યા બાદ પોલીસે 12 કલાકની લાંબી પૂછપરછ બાદ આગળના દિવસે આશિષ મિશ્રાની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: સૌરાષ્ટ્રના લાખો લોકો માટે ગોંડલ ચોકડીનો રોડ બંધ, જાણો કારણ
આશિષ અગાઉ સમન્સ પર પહોંચ્યો ન હતો, ક્રાઈમ બ્રાન્ચે આશિષને અગાઉ સમન્સ પાઠવ્યું હતું પરંતુ બાદમાં આશિષ પહોંચ્યો નહતો. આ પછીના બીજા દિવસે ફરીથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો, જ્યાં તે સમય પહેલા પહોંચ્યો હતો. પ્રથમ સમન્સમાં ન પહોંચ્યા બાદ આશિષ નેપાળ ભાગી ગયો હોવાની પણ ચર્ચાએ જોર પકડ્યુ હતું. જોકે, આશિષના પિતા અને કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા ટેની પોતે આગળ આવ્યા હતા અને કહ્યું હતું કે આશિષ ક્યાંય ગયો નથી. પૂછપરછમાં હાજરી આપતી વખતે આશિષે પોલીસ અધિકારીઓને ઘણા વીડિયો પણ સોંપ્યા હતા, જેના દ્વારા તેણે દાવો કર્યો હતો કે તે સ્થળ પર હાજર હતો નહીં. આ દાવાની ઉલટ તપાસ કરવા માટે પોલીસ સ્થળ પર પહોંચ્યા બાદ તપાસ કરી રહી છે. જો કે, ભાજપના અધ્યક્ષના નિવેદન બાદ ઉત્તર પ્રદેશ ભાજપમાં આંતરિક રાજકારણ ગરમાયુ છે.
આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.
Android: http://bit.ly/3ajxBk4