Ott India News Logo
Recent Posts
Connect with:
Thursday / September 29.
Homeન્યૂઝPM મોદીના જન્મદિવસ નિમિતે 7100 ગામમાં રામધુનનું આયોજન

PM મોદીના જન્મદિવસ નિમિતે 7100 ગામમાં રામધુનનું આયોજન

PM MODI
Share Now

17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી (PM Modi)નો જન્મદિવસ (Birthday)છે. તે દિવસને ખાસ બનાવવા માટે ગુજરાતમાં ભાજપ (BJP)ખાસ કાર્યક્રમ તૈયાર કરી રહ્યું છે. ભાજપના પ્રદેશ (BJP President)અધ્યક્ષ સીઆર પાટીલે (CR Patil)જણાવ્યું કે વડાપ્રધાન મોદી (PM Modi)ના જન્મદિવસ પર ગુજરાતના ગામમાં રામ ધુન કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.

રાજ્યના 7100 ગામમાં રામધુનનું આયોજન

આજે બુધવારના રોજ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરતા સીઆર પાટીલે (CR Patil)આ કાર્યક્રમની જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતુ કે, સાંજે 7 કલાકે ગુજરાતના 7100 ગામમાં રામ ધુન કાર્યક્રમનું આયોજન થશે. તેઓએ વધુમાં જણાવતા કહ્યું હતુ કે, દરેક બૂથ પર ઓછામાં ઓછા 50 લોકોને ફોનમાં Namo App  ડાઉનલોડ કરવાનું પણ કહેવામાં આવ્યુ છે. આ સાથે 10 લોકોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના સાથે જોડવા પણ કહ્યું છે.

સીઆર પાટીલે વધુમાં જણાવ્યું કે 9 ઓક્ટોબરના દિવલે નરેન્દ્ર મોદી (Narendra Modi)સૌ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી (Chif Minister)બન્યા હતા અને 9 ઓક્ટોબર 2021 ના રોજ તેમને 20 વર્ષ પુર્ણ થશે.

71 મો જન્મદિવસ

વડાપ્રધાન મોદી (PM modi)નો જન્મ 17 સપ્ટેમ્બર 1950 ના રોજ ગુજરાતના નાના એવા શહેર વડનગરમાં થયો હતો. મોદી દેશના પ્રથમ વડાપ્રધાન છે, જેનો જન્મ આઝાદી બાદ થયો છે. નરેન્દ્ર મોદીએ 1972 માં આરએસએસ (RSS)સાથે જોડાઇને પોતાની રાજકીય કારકીર્દીની શરૂઆત કરી હતી. 1987 માં વડાપ્રધાન મોદી ભાજપ (BJP)સાથે જોડાયા હતા. 1995 માં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ અને 1998 માં રાષ્ટ્રીય મહાસચિવ બન્યા હતા. નરેન્દ્ર મોદી ત્રણ વખત ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે. 2001 માં સૌ પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. ત્યારબાદ 2013 માં ભાજપે તેને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. 2014 ની લોકસભા (Lok Sabha)ચૂંટણી (Election)માં ભાજપે 282 બેઠક સાથે જીત હાંસિલ કરી હતી અને મોદી વડાપ્રધાન (Prime Minister)બન્યા. ત્યારબાદ 2019 ની ચૂંટણીમાં ભાજપે 300 થી વધુ બેઠક જીતી હતી.

પીએમ મોદી એક દિવસીય મુલાકાતે

મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)આગામી 5 સપ્ટેમ્બરના રોજ એક દિવસીય ગુજરાતની મુલાકાતે (Visit)આવી રહ્યા છે. જ્યાં પીએમ મોદી (PM Modi)દેશના સૌ પ્રથમ સોલાર વિલેજનું લોકાર્પણ કરશે, આ ઉપરાંત રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટનો પણ પ્રારંભ કરાવશે. ઉપરાંત તે જ દિવસે શિક્ષક દિવસ હોય તો ગુજરાતના શિક્ષકો (Teacher)માટે પણ કોઇ મોટી જાહેરાત કરી શકે છે.

ઉલ્લેખનિય છે કે હાલમાં ભાજપ (BJP)ની જન આશિર્વાદ યાત્રા ચાલી રહી છે. કેન્દ્ર સરકારના ત્રણ મંત્રી દેવુસિંહ ચૌહાણ, ડૉ. મહેન્દ્ર મુંજપરા અને દર્શના જરદોશની યાત્રાઓ કરી રહ્યા છે. આ તમામ વચ્ચે અગાઉથી વડાપ્રધાન મોદીના જન્મદિવસની તૈયારી શરૂ થઇ ગઇ છે.  

આ પણ વાંચો: શાળાઓ ફરી ધમધમશે, 2 સપ્ટેમ્બરથી ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ 

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment