Ott India News Logo
Recent Posts
Connect with:
Wednesday / October 5.
Homeન્યૂઝભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામાં

ભાજપના રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામાં

BJ, AMIT SHAH, V. SATISH
Share Now

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવવાની છે. તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ સક્રિય રીતે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે ભાજપના(BJP) રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી વી. સતીષ ગુજરાત મુલાકાતે આવ્યાં છે. તેઓ આજે ગુજરાત ભાજપના પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક કરશે. આ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજવામાં આવશે. તેમણે ગઈ કાલે પણ ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી. ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. જેને લઈને ભાજપના એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભાજપે અત્યારથીજ ચૂંટણીને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે.

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપનું શીર્ષ નેતૃત્વ ગુજરાતમાં

2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હજુ દોઢ વર્ષની વાર છે. પરંતુ રાજકીય પાર્ટીઓએ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ત્યારે ભાજપ(BJP) પણ હવે એક્શન મોડમાં આવી ગયું છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના એક પછી એક રાષ્ટ્રીય નેતાઓ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અને વિધાનસભાની ચૂંટણીની સમીક્ષા કરી રહ્યા છે. થોડા સમય પહેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે આવ્યા હતા. અને ગુજરાત ભાજપના ટોચના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી હતી. અને તે તમામ બેઠકોનો રીપોર્ટ પાર્ટી હાઇકમાન્ડ સમક્ષ રજૂ કર્યો હતો. અને પછી ફરી તેમને ગુજરાતમાં ધારાસભ્ય દળની બેઠકમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત પ્રવાસે આવ્યા છે. ભૂપેન્દ્ર યાદવ, ગૃહપ્રધાન અમિત શાહ અને હવે સંગઠન મહામંત્રી વી. સતીષ ગુજરાત પ્રવાસે આવ્યાં છે. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

BJP MEETING BHPENDRA YADAV

IMAGE CREDIT- BHUPENDRA YADAV FACEBOOK

વિધાનસભાની ચૂંટણીને કોંગ્રેસ પણ થયું સક્રિય

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ ગઈ છે. આમ આદમી પાર્ટી(AAP), ભાજપ બાદ હવે કોંગ્રેસ(CONGRESS) પણ એક્ષનમોદમાં આવી ગઈ છે. અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આવનાર સમયમાં કોંગ્રેસ દ્વારા પ્રત્યેક જિલ્લા અને શહેરમાં કાર્યકારણી બેઠક કરવામાં આવશે. આ બેઠકમાં સ્થાનિક સ્તરે થનારી કામગીરી અને પ્રશ્નોને લઈને ચર્ચા થશે. તેમજ મોંઘવારી, કોરોના અસરગ્રસ્ત પરિવારો માટે આર્થિક મદદ અને સંગઠનના મુદ્દાઓ પર ચર્ચા થશે. આમ કોંગ્રેસ પણ હવે વિધાનસભાની ચૂંટણીને લઈને સક્રિય થઇ ગયુ છે.

આ પણ વાંચો:અમીતશાહે સર્કિટ હાઉસ ખાતે યોજી મહત્વની બેઠક

વિધાનસભામાં થશે ત્રિપાંખિયો જંગ

પ્રવર્તમાન સમયમાં ગુજરાતના રાજકારણની વાત કરવામાં આવે તો ગુજરાત એ ગુજરાતનો ગઢ માનવામાં આવે છે. ભાજપ(BJP) ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી શાસન કરે છે. હાલમાંજ થયેલ સ્થાનિક સ્વારાજની ચૂંટણીમાં કોંગ્રેસની ખરાબ રીતે હાર થઇ હતી. અને ભાજપનો ભવ્ય વિજય થયો હતો. વિપક્ષ તરીકે કોંગ્રેસ પ્રજાની નસ પારખવામાં નબળી પુરવાર થઇ છે. તેવામાં આમ આદમી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ગુજરાતમાં ખુબજ ઝડપથી આગળ વધી રહી છે. અને તેને જન સમર્થન પણ મળી રહ્યું છે. ત્યારે આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થવાનો છે. ગુજરાતના ઇતિહાસમાં ઘણા પક્ષોએ ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો પરંતુ ભાજપ કોંગ્રેસ સિવાય ત્રીજો પક્ષ ક્યારેય ગુજરાતમાં ચાલ્યો નથી. આ બધી પરિસ્થિતિમાં આમ આદમી પાર્ટી કઈ રીતે આગળ વધશે તે પણ એક ચર્ચાનો વિષય છે.શું ગુજરાતના રાજલકરણમાં આમ આદમી પાર્ટી સરકાર બનાવી ઇતિહાસ રચશે? કે પછી કોંગ્રેસ આક્ષેપ કરે છે એ રીતે તેમના વોટ કપાવીને ભાજપને ફાયદો કરાવશે? આ બધા પ્રશ્નો અને ચર્ચાઓને જોતા આવનાર વિધાનસભાની ચૂંટણી ખુબજ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે.

આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે ડાઉનલોડ કરો OTT India.

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment