ઉત્તરપ્રદેશમાં 2022 ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, ભાજપે તેના રાજકીય અને જાતિગત સમીકરણને ગોઠવવાનું કરવાનું શરૂ કરી દીધું છે. પાર્ટીએ યુપીમાં પછાતોને એક કરવાનો નિર્ણય કર્યો છે. બિહારના સીએમ નીતીશ કુમારના લવ-કુશ મોડેલની જેમ ભાજપ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય અને પ્રદેશ પ્રમુખ સ્વતંત્રદેવ સિંહને આગળ કરીને યુપીમાં ઓબીસી સમુદાયને જોડવાનું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. યુપીના બિન-યાદવ ઓબીસી મતદારો પર ભાજપની નજર છે.
350 થી વધુ સીટો જીતવાનો લક્ષ્યાંક
ભાજપે 2022 ની યુપી ચૂંટણીમાં 350 થી વધુ બેઠકો જીતવાનો અને 50 ટકાથી વધુ વોટ બેંક કબજે કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. પોતાના લક્ષ્યને પરિપૂર્ણ કરવા માટે, ભાજપે પછાત અને અતિપછાત વર્ગના વોટ વધુમાં વધુ મળે તે માટે વ્યૂહરચના બનાવી છે. જેના માટે થઈને ભાજપ 31 ઓગસ્ટથી મેરઠથી ઓબીસી સંમેલન શરૂ કરી રહી છે. તેની જવાબદારી ભાજપના ઓબીસી મોરચાને આપવામાં આવી છે.
મોદી સરકારની સિદ્ધિઓ ગણાવવામાં આવશે
ઓબીસી સંમેલનમાં ઉત્તર પ્રદેશની યોગી સરકારથી લઈને કેન્દ્રની મોદી સરકાર અને ભાજપ સંગઠનમાં પછાત વર્ગની ભાગીદારી સાથે સરકારની સિદ્ધિઓ જણાવશે. નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહના નેતૃત્વમાં પછાત વર્ગ પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય યોગી-મોદી કેબિનેટમાં સમાવિષ્ટ ઓબીસી મંત્રીઓને બોલાવવામાં આવશે.
આ પણ વાંચો:અફઘાનિસ્તાનથી ભારત આવેલ મહિલા પોલીસ કર્મીએ કર્યા ચોંકાવનારા ખુલાસા
અગાઉ પણ આજ ફોર્મ્યુલા પર કર્યું હતું કામ
તમને જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશની 2017 ની વિધાનસભાની ચૂંટણીઓ પછી, 2019 ની લોકસભાની ચૂંટણી પહેલા, ભાજપે 2018 માં લગભગ દોઢ મહિના સુધી પછાત જાતિઓના સંમેલનો કર્યા હતા. જેમાં મૌર્ય, કુશવાહા, કુર્મી, યાદવ, નિષાદ સહિત ઘણી પછાત જાતિઓનો સમાવેશ કરીને આ સંમલેનો લગભગ દોઢ મહિના સતત સુધી કરવામાં આવ્યું હતું. અને ચૂંટણીમાં ભાજપને તેનો રાજકીય લાભ પણ મળ્યો હતો. ભાજપ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં ફરી એકવાર આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાના મૂડમાં છે.
ઓબીસી માટે કરેલ કામોને ગણાવવામાં આવશે
ભાજપના ઓબીસી સંમેલનનો કાર્યક્રમ વિધાનસભાઓ અને જિલ્લાઓમાં પછાત વર્ગની જાતિઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા OBC ની તરફેણમાં લેવાયેલા નિર્ણયોની જાણ કરવામાં આવશે. આમાં, ખાસ કરીને NEET માં 27 ટકા ઓબીસી અનામત અને રાજ્યોને ઓબીસી જાતિઓની યાદી આપવાનો અધિકાર આપતો કાયદા વિશે જણાવવામાં આવશે. આ સિવાય યુપી સરકારે ઓબીસી સમુદાયના હિતમાં લીધેલા નિર્ણયોની માહિતી પણ આપવામાં આવશે.
અમિત શાહને પણ અપાશે આમંત્રણ
ઓબીસીના મોટા સંમેલનો મેરઠ, મથુરા, કાશી અને અયોધ્યામાં યોજાશે. 18 સપ્ટેમ્બરે અયોધ્યામાં ઓબીસી મોરચાની મોટી કાર્યકારી સમિતિનું આયોજન કરવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ, સ્વતંત્રદેવ સિંહ, ભૂપેન્દ્ર યાદવ સહિત કેન્દ્રના તમામ ઓબીસી મંત્રીઓ સામેલ થશે. ગૃહમંત્રી અમિત શાહને પણ આમંત્રણ મોકલવામાં આવશે.
કેશવ પ્રસાદ મૌર્ય અને સ્વતંત્ર સિંહને સોંપાઈ જવાબદારી
ભાજપે યુપીમાં ઓબીસી સંમેલન યોજવાની યોજના બનાવી છે. પછાત અને સૌથી પછાત વર્ગોની મુખ્ય જાતિઓની અલગ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવશે, જેને કેશવ મૌર્ય અને સ્વતંત્રદેવ સિંહ સંબોધશે. આ બંને યુપી ભાજપમાં ઓબીસી સમુદાયના મોટા નેતા માનવામાં આવે છે. સ્વતંત્રદેવ સિંહ કુર્મી સમુદાયમાંથી આવે છે જ્યારે કેશવ મોર્યા કુશવાહા સમુદાયમાંથી આવે છે. આ બંને સમુદાયોની રાજ્યમાં મોટી ભાગીદારી છે.
નીતિશ કુમારની ફોર્મ્યુલા છે લવ-કુશ
કોઈરી સમુદાય પોતાને ભગવાન રામના પુત્ર કુશના વંશજ હોવાનો દાવો કરે છે. જ્યારે કુર્મી સમુદાય પોતાને કુશના ભાઈ લવના વંશજ હોવાનો દાવો કરે છે. બિહારમાં, મુખ્યમંત્રી નીતીશ કુમારે, આરજેડી વડા લાલુ પ્રસાદ યાદવના એમ-વાય (મુસ્લિમ-યાદવ) સમીકરણના જવાબમાં, કુર્મી-કોઈરી (લવ-કુશ) જાતિ સૂત્ર બનાવ્યું, જે રાજકીય રીતે ખૂબ સફળ રહ્યું હતું. અને આ જ સમીકરણને અપનાવીને ભાજપ યુપીમાં 15 વર્ષના સત્તાના વનવાસનો અંત લાવવામાં સફળ રહ્યુ હતું. અને હવે ફરી ભાજપે એ જ રણનીતિ પર કામ કરવાનું શરૂ કર્યું છે.
ત્રણ દાયકાથી ઓબીસી સમાજ મહત્વની ભૂમિકામાં
ઓબીસી સમુદાય ઉત્તર પ્રદેશના રાજકારણમાં ત્રણ દાયકાથી મહત્વની ભૂમિકામાં છે. ભાજપ બિન-યાદવ ઓબીસી મતદારોને દરેક કિંમતે સુરક્ષિત રાખવા માંગે છે. બિન-યાદવ ઓબીસી વોટ બેંકની વાત કરીએ તો, કુર્મી અને કુશવાહા મત ખૂબ જ નિર્ણાયક છે. જેના માટે ભાજપે કુર્મી સમુદાયમાંથી સ્વતંત્ર દેવ સિંહને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. ત્યારબાદ ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્યથી લઈને સ્વામી પ્રસાદ મૌર્ય સુધીના આગેવાનો ભાજપ સાથે છે. યુપીમાં કુર્મી અને મૌર્ય સમુદાય લગભગ 13 ટકા છે. કુર્મી અને મૌર્ય સમુદાયને આગળ કરીને ભાજપે 2017 ની ચૂંટણી જીતી હતી.
શું છે જાતિ ગણિત?
જાતિના આધારે, ઉત્તર પ્રદેશના પૂર્વાંચલથી રોહિલખંડ અને અવધના 16 જિલ્લાઓમાં કુર્મી અને પટેલ વોટ બેંક 6 થી 12 ટકા સુધીની છે. તેમાં મિરઝાપુર, સોનભદ્ર, બરેલી, ઉન્નાવ, જલાઉન, ફતેહપુર, પ્રતાપગઢ, કૌશાંબી, અલ્હાબાદ, સીતાપુર, બહરાઈચ, શ્રાવસ્તી, બલરામપુર, સિદ્ધાર્થનગર અને બસ્તી જિલ્લાઓ અગ્રણી છે. તેમજ, ઓબીસીની મૌર્ય જાતિના તેર જિલ્લાઓની વોટ બેંક સાતથી દસ ટકા છે. આ જિલ્લાઓ ફિરોઝાબાદ, ઈટાહ, મૈનપુરી, હરદોઈ, ફરરુખાબાદ, ઈટાવા, ઔરૈયા, કન્નૌજ, કાનપુર દેહાત, જલાઉન, ઝાંસી, લલિતપુર અને હમીરપુર છે. એટલા માટે ભાજપે કેશવ મૌર્ય અને સ્વતંત્રદેવ દ્વારા ઓબીસી મતદારોને જોડવાની રણનીતિ બનાવી છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4