Ott India News Logo
Recent Posts
Connect with:
Friday / July 1.
Homeન્યૂઝગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો

ગોંડલ માર્કેટ યાર્ડમાં ફરી ભાજપનો ભગવો લહેરાયો

Market Yard
Share Now

ગોંડલ માર્કેટ યાર્ડ (Market Yard)ની ચૂંટણીનું ગઇકાલે બુધવારે મતદાન યોજાયુ હતુ જેની આજે મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં પ્રથમ ત્રણ રાઉન્ડમાં 400 મતમાંથી ભાજપ પ્રેરિત ઉમેદવારોને 365 જેટલા મત મળ્યા હતા જ્યારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર 18 મત મળ્યા હતા. પ્રથમ ચાર રાઉન્ડના અંતે ભાજપ આગળ હતુ. ત્યારે એ નિશ્ચીત મનાઇ રહ્યું હતુ કે ભાજપની જીત થશે. છેલ્લે આ નિશ્ચીતતા સાચી ઠરી છે અને ફરી એકવાર ગોંડલ માર્કેટ યાર્ડ પર ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ગોંડલ માર્ટે યાર્ડ પર વિજયી થતાની સાથે જ પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ જીતની ઉજવણી કરી હતી.

માર્કેટ યાર્ડ (Market Yard)માં પણ નો-રિપીટની થિયરી સફળ

માર્કેટ યાર્ડની ચૂંટણીમાં પણ કોર્પોરેશનની ચૂંટણીની જેમ નો-રિપીટ થિયરી અપનાવવામાં આવી હતી, જેને કારણે યાર્ડની ચૂંટણીમાં એકને બાદ કરતાં તમામ નવા ચહેરાઓની જીત થઇ છે. આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયાની શક્યતાઓ હતી. પરંતુ એવુ હજુ સુધી બહાર આવ્યું નથી.

આ પણ વાંચો: ગોંડલ માર્કેટ યાર્ડમાં 83 ટકા મતદાન પૂર્ણ, ખેડૂત વિભાગની 10 બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણી

ઉલ્લેખનીય છે કે રાજકોટ જિલ્લાના 5 યાર્ડની ચૂંટણી પૈકી જેતપુર અને જામકંડોરણા યાર્ડમાં બિનહરીફ ચૂંટણી થઇ જયારે ધોરાજી, રાજકોટ અને ગોંડલ યાર્ડમાં ચૂંટણી થતા રાજકોટ અને ધોરાજીમાં ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ છે. જયારે ગોંડલ યાર્ડમાં પણ ભાજપ પ્રેરિત પેનલની જીત થશે તેવો વિશ્વાસ જયેશ રાદડિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો. ત્યારે આજે પૂર્વ મંત્રીએ કરેલી આ વાત અહીં સાચી ઠરી છે.

ગોંડલ માર્કેટ યાર્ડ પણ ભાજપનો ગઢ મનાય છે

રાજકોટના પાંચ માર્કેટ યાર્ડમાંથી બેડી માર્કેટ યાર્ડ સહિત ગોંડલ પણ ભાજપનો ગઢ ગણાય છે. તેમાં પણ મુખ્ય ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ઉમેદવારોમાંથી કુલ 16 ઉમેદવારે ફોર્મ ભર્યા હતા.

જેતપુર માર્કેટીંગ યાર્ડની ચૂંટણી જુઓ વીડિયો:

વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP

Android: http://bit.ly/3ajxBk4

IOS: http://apple.co/2ZeQjTt

No comments

leave a comment