રાજ્યમાં ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક બેઠક પર ગત્ત રવિવારે મતદાન યોજાયુ હતુ. જેની આજે મંગળવારે મતગણતરી ચાલી રહી છે. ત્યારે આ મતગણતરી પર અનેક બેઠકના પરિણામ ધીમે ધીમે સામે આવી રહ્યાં છે. જેમાંથી મહેસાણા નગરપાલિકાના વોર્ડ નં.11, વડનગર પાલિકાના વોર્ડ નં.7માં ભાજપ (BJP)ની ભવ્ય જીત (Win)થઇ છે. મહત્વની વાત તો એ છે કે આ બેઠક પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના ગઢમાં આવે છે. તો સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક અને મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઇ છે.
ભાજપ (BJP)ના બે ઉમેદવારની જીત
ગાંધીનગર મહાનગરપાલિકા સહિત અનેક બેઠકના પરિણામ જાહેર થઇ રહ્યાં છે. ત્યારે મહેસાણા પાલિકા વોર્ડ નંબર 11 ની બેઠક પર ભાજપના ફાલ્ગુનીબેન પટેલની 1900 મતથી જીત થઇ છે. તો વડનગર પાલિકાના વોર્ડ નંબર 7 ની બેઠક પરથી દર્શનાબેન સોની 517 મતથી વિજેતા થયા છે.
આ પણ વાંચો: રાજકોટની આ બે બેઠક પર કોંગ્રેસની જીત, પૂર્વ મંત્રી ગઢ સંભાળવામાં નિષ્ફળ રહ્યાં
આ બેઠક પર કોંગ્રેસની જીત
અન્ય બે બેઠકમાં મહેસાણા તાલુકા પંચાયતની વડસ્મા બેઠક પર કોંગ્રેસના નટવરજી મકવાણાની 215 મતથી જીત થઇ છે. તદ્દ ઉપરાંત સતલાસણા તાલુકા પંચાયતની રાણપુર બેઠક પર કોંગ્રેસના કનુભાઇ બારોટની 175 મતથી જીત થઇ છે.
રાજકોટ યાર્ડની ચુંટણીનું મતદાન શરૂ જુઓ વીડિયો:
પૂર્વ મંત્રીના વિસ્તારમાં ભાજપ (BJP)ની હાર
ઉલ્લેખનિય છે કે, આ પહેલા રાજકોટ જિલ્લા પંચાયતની સાણથલી અને શિવરાજપુર બેઠક પર પણ કોંગ્રેસના બંને ઉમેદવારની જીત થઇ છે. આ બંને બેઠક જસદણ તાલુકામાં આવે છે, જેના પગલે ભાજપે આ બેઠક જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયાને સોંપી હતી. જોકે તેમાં તેઓ ક્યાંકને ક્યાંક નિષ્ફળ નિવળ્યા છે.
સાણથલી બેઠક પર કોંગ્રેસની જીત
કોરોનાકાળમાં રાજકોટ જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના સભ્યનું નિધન થતાં ખાલી બેઠક પર પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ તરફથી છગન તાવિયા અને કોંગ્રેસ તરફથી વિનુ મેણિયા વચ્ચે જંગ ચાલી રહ્યો હતો. જેમાં છગન તાવિયાને 4800 થી વધુ મત મળ્યા છે અને વિનુ મેણિયાને 5600 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસના વિનુ મેણિયાએ ભાજપના છગન તાવિયાને 2 હજારથી પણ વધુ મતથી હાર આપી છે.
ઉપલેટામાં પણ કોંગ્રેસની જીત
રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનું પણ કોરોનાકાળ દરમિયાન નિધન થયુ હતુ જેમાં ખાલી પડેલી આ બેઠકની પેટાચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ તરફથી શારદાબેન ધડુક અને ભાજપ તરફથી રસીલાબેન વેકરિયા વચ્ચે જંગ ખેલાયો હતો. જેમાં કોંગ્રેસનાં શારદાબેનને 5100 થી વધુ મત મળ્યા હતા અને ભાજપનાં રસીલાબેનને 4800 થી વધુ મત મળ્યા હતા, આથી કોંગ્રેસનાં શારદાબેન 200 થી વધુ મતથી વિજેતા થયાં છે.
વધુ માહિતી માટે અત્યારે જ ડાઉનલોડ કરો OTT INDIA APP
Android: http://bit.ly/3ajxBk4